તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

TRAIનો આદેશ:ટેલિકોમ કંપનીઓએ તેમના પ્લાનની ડિટેલ પહેલાં આપવી પડશે, પ્લાનના હાલના ગ્રાહકોની સંખ્યા પણ જણાવવી પડશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેલિકોમ કંપનીઓને પ્લાનની વિસ્તૃત જાણતારી આપવા માટે TRAIએ આદેશ કર્યો
  • ટેલિકોમ કંપનીઓને 15 દિવસની અંદર જાણકારી આપવા માટે કહ્યું

TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ ટેલિકોમ કંપનીઓને ગ્રાહકોની સામે રજૂ કરાતા પ્લાન અથવા ખાસ વર્ગ માટેના પ્લાનની વિસ્તૃત જાણકારી આપવાનો આદેશ કર્યો છે.

TRAIએ આ આદેશ ઉચ્ચતમ ન્યાયાલયના આ સંબંધમાં ટેલિકોમ કંપનીઓને આદેશના કેટલાક અઠવાડિયાંની અંદર આવ્યો છે. TRAIએ કંપનીઓને 15 દિવસની અંદર જાણકારી આપવા માટે કહ્યું છે. કંપનીઓએ તમામ સર્કલની વિસ્તૃત માહિતી જાન્યુઆરી,2020થી નવેમ્બર 2020 સુધી અલગ અલગ પ્લાનની માસિક જાણકારી આપવાની રહેશે.

પ્લાનના નિયમ અને શરતોની માહિતી પણ આપવી પડશે
ટેલિકોમ કંપનીઓએ આ પ્લાનથી જોડાયેલા નિયમ-શરતો, ચાર્જ, ટેરિફ પ્લાનનું નામ, સમયગાળા સહિતની જાણકારી આપવી પડશે. TRAIએ કંપનીઓને દરેક પ્લાનના હાલના ગ્રાહકોની સંખ્યા જણાવવા માટે પણ કહ્યું છે.

જિયોએ મધ્યપ્રદેશ-છત્તીસગઢના સૌથી વધારે ગ્રાહક કનેક્ટ કર્યા
TRAIના સપ્ટેમ્બર 2020ના રિપોર્ટ પ્રમાણે, મધ્યપ્રદેશ-છત્તીસગઢના સર્કલમાં સૌથી વધારે ગ્રાહકો જોડાયા છે. આ સર્કલમાં રિલાયન્સ જિયો પ્રથમ સ્થાને છે. રિપોર્ટ પ્રમાણે, સપ્ટેમ્બરમાં જિયોના મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 7.53 કરોડથી વધી 7.57 કરોડ થઈ ગઈ છે. આ વધેલી સંખ્યા તમામ સર્કલ કરતા વધારે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો