તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • 'Top up' And 'Super Top up' Plans Increase Coverage In Corona, More Financial Security For Less

હેલ્થ ઈન્શ્યોરન્સ:કોરોનાકાળમાં 'ટોપ-અપ' અને 'સુપર ટોપ-અપ' પ્લાનથી ઈન્શ્યોરન્સ કવર વધારો, ઓછા પૈસામાં વધારે નાણાકીય સુરક્ષા મળશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાકાળમાં તમને લાગે છે કે તમારા હેલ્થ ઈન્શ્યોરન્સ કવરની આ રકમ પર્યાપ્ત નથી તો આવી સ્થિતિમાં તમે તમારા કવરને 'સુપર-ટોપ-અપ' અથવા 'ટોપ-અપ' સાથે અપગ્રેડ કરી શકો છો. નિષ્ણાતોના અનુસાર, આવી સ્થિતિમાં 'સુપર-ટોપ-અપ' કવર લેવું યોગ્ય રહેશે તે ઓછા ખર્ચમાં તમને વધારે કવર આપશે. અમે તમને 'ટોપ-અપ' અને 'સુપર-ટોપ-અપ' પ્લાન વિશે જણાવી રહ્યા છે.

શું છે 'ટોપ-અપ' પ્લાન?
ટોપ અપ હેલ્થ પ્લાન એ લોકો માટે વધારાનું કવર હોય છે, જેમની પાસે પહેલેથી જ હેલ્થ પોલિસી હોય છે. તે ઘણી ઓછી કિંમતે મળી જાય છે. જે વ્યક્તિ પાસે પહેલાંથી જ હેલ્થ કવર છે તેના માટે આ સારો ઓપ્શન છે.

શું છે ' સુપર ટોપ-અપ' હેલ્થ પ્લાન?
સુપર ટોપ-અપ હેલ્થ પ્લાન તે લોકો માટે વધારાનું કવર હોય છે જેમની પાસે પહેલાથી જ હેલ્થ પોલિસી છે. તે ઘણી ઓછી કિંમતે મળી જાય છે. તે ઓછી કિંમતમાં વધારે કવર આપે છે, તેથી જે વ્યક્તિની પાસે પહેલાથી જ ઈન્શ્યોરન્સ કવર છે તેમના માટે આ યોગ્ય વિકલ્પ છે.

આ પ્લાન સસ્તા હોય છે
ધારો કે, તમારી પાસે 5 લાખ રૂપિયાનું ઈન્શ્યોરન્સ કવર છે અને આ કવરને 15 લાખ રૂપિયા સુધી વધારવા માગો છો તો તેના માટે નવી રેગ્યુલર હેલ્થ પોલિસી લઈ શકો છો. પરંતુ જો તમે આવું કરો છો તો તેના માટે તમારે વધારે પૈસા ખર્ચ કરવા પડશે. જ્યારે આટલી જ કિંમતનો ટોપ-અપ પ્લાન ઘણા ઓછા પ્રિમિયમ પર મળી જશે. સુપર ટોપ-અપ પ્લાનની કોસ્ટ ડિડક્ટિબલ લિમિટથી કનેક્ટ રહે છે. આ લિમિટ પહેલાંથી જ નક્કી હોય છે. જ્યારે કોઈ બીમારીનો ખર્ચો આ લિમિટને પાર જાય છે તો ટોપ અપ પ્લાનનું કામ શરૂ થાય છે. ડિડક્ટિબલ જેટલી વધારે હશે, ટોપ-અપ પ્લાન એટલો સસ્તો મળશે.

'સુપર ટોપ-અપ' પ્લાન કેવી રીતે કામ કરે છે?
ધારો કે તમને લાગે કે, 5 લાખ રૂપિયાનું હેલ્થ ઇન્શ્યોરન્સ કવર તમારા માટે પૂરતું નથી અને તેમાં વધારો થવો જોઈએ તો તમે આ 'સુપર ટોપ અપ' કવર લઈને તેને 10 લાખથી 15 લાખ રૂપિયા કરાવી શકો છો. માની લો કે તમે વર્ષમાં 3 વાર બીમાર પડ્યા તો પ્રથમ વખત 4 લાખનો ખર્ચ, બીજી વખત 3 લાખ અને ત્રીજી વખત 4 લાખનો ખર્ચો થયો તો પહેલીવારનો ખર્ચો તમારા હેલ્થ ઈન્શ્યોરન્સમાં કવર થઈ જશે. ત્યારબાદ તમારા હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાનના 1 લાખ રૂપિયા બચશે.

તેમજ, 3 લાખ રૂપિયાનો ખર્ચો થવા પર 1 લાખ રૂપિયા તમારા હેલ્થ ઇન્શ્યોરન્સમાંથી જ્યારે 2 લાખ રૂપિયા સુપર ટોપ-અપમાંથી કપાઈ જશે. તેમજ, ત્રીજીવારના હોસ્પિટલના બિલની સંપૂર્ણ રકમની ચૂકવણી સુપર ટોપ-અપ પ્લાનમાંથી કરી શકાશે. આ પછી પણ તમારી પાસે 4 લાખ રૂપિયાનું કવર બાકી રહેશે.​​​​​​​

ટોપ-અપ અને સુપર ટોપ-અપમાં શું તફાવત છે?
'ટોપ-અપ' પ્લાન એકવાર હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ ઉઠાવે છે. તેનો અર્થ એ છે કે જો એકવાર દાખલ થવા પર હોસ્પિટલનું બિલ ઇન્શ્યોરન્સ પ્લાનની ડિડક્ટિબલ લિમિટને પાર કરી જાય તો માત્ર એકવાર જ ટોપ-અપ પ્લાનનો ઉપયોગ કરી શકાય છે. તેમાં માત્ર એકવાર જ ક્લેમ કરી શકાય છે. તેમજ, 'સુપર ટોપ-અપ' પ્લાનમાં સિંગલ ક્લેમની લિમિટ નથી હોતી. તેમાં એક વખત કરતાં વધુ વખત ક્લેમ કરી શકાય છે.

મેડિકલ સ્ક્રીનિંગની જરૂર નથી
ઈન્શ્યોરન્સ કંપનીઓ ટોપ-અપ પ્લાન માટે કોઈ મેડિકલ સ્ક્રીનિંગ નથી કરતી. એટલે સુધી તમે બીજી કંપની પાસેથી પણ ટોપ-અપ લો છો તો પણ કોઈ સ્ક્રીનિંગ નથી થતું. તમે તમારી જરૂરિયાત પ્રમાણે ટોપ-અપ અને સુપર ટોપ-અપ પ્લાનમાંથી કોઈ એકને પસંદ કરી શકો છો.