તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Top International Universities In Epidemic Offering Online Courses, Get Degrees From Harvard And Stanford University At Home

ઓનલાઈન લર્નિંગ:મહામારીમાં ટોપ ઈન્ટરનેશનલ યુનિવર્સિટીઝ ઓનલાઈન કોર્સ ઓફર કરી રહી છે ,ઘરે બેઠા હાર્વર્ડ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની ડિગ્રી મેળવો

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનો મેથ્સ કોર્સ દરેક વિદ્યાર્થીઓ માટે ફ્રી છે
  • હાર્વર્ડ યુનિવર્સિટી વીડિયો ગેમ્સ ડિઝાઈન અને તેને ઈમ્પલીમેન્ટ કરતા શીખવાડે છે

કોરોના મહામારીને લીધે દેશ-દુનિયાની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી ઓનલાઈન કોર્સ ઓફર કરી રહી છે. આ કોર્સ આખી દુનિયા માટે અવેલેબલ છે. આ કોર્સ માત્ર CV બૂસ્ટ કરવા માટે જ નહીં પણ ઘરે રહીને કંઈક સારું કરવાનો મોકો પણ આપી રહ્યા છે. જો તમે હાર્વર્ડ કે સ્ટેનફોર્ડ જેવી દુનિયાની ટોપ યુનિવર્સિટીમાં કોર્સ કરવા ઇચ્છતા હોવ તો આ સમય તમારા માટે બેસ્ટ છે. દુનિયાની ટોપ યુનિવર્સિટી ઘણા કોર્સ ઓફર કરી રહી છે, તેમાં એનરોલ કરીને તમે ડિગ્રી મેળવી શકો છો.

હાર્વર્ડ યુનિવર્સિટી
CS5નો ઇન્ટ્રોડક્શન ટુ ગેમ ડેવલપમેન્ટ

આ કોર્સ વીડિયો ગેમ્સ ડિઝાઈન અને ઈમ્પલીમેન્ટ કરતા શીખવાડે છે. ઓનલાઈન લેક્ચર ઉપરાંત તમને પ્રોજેક્ટની મદદથી શીખવા અને 2D,3D ગ્રાફિક્સના પ્રિન્સિપલ્સ, એનિમેશન સાઉન્ડ અને કોલિશન ડિટેક્શન વિશે જાણવા મળશે. આ માટે યુનિટી અને લવ 2D જેવા ફ્રેમવર્ક, લુઆ અને C લેન્ગવેજનો ઉપયોગ કરતા શીખવાડવામાં આવશે. આ કોર્સ હાર્વર્ડની ઓફિશિયલ વેબસાઈટ ઉપરાંત એડએક્સ પર અવેલેબલ છે.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટી
હાઉ ટુ લર્ન મેથ્સ: ફોર સ્ટુડન્ટ

આ કોર્સ દરેક લેવલના વિદ્યાર્થીઓને મેથ્સ શીખવાડશે. જે લોકોને ગણિત વિષય અઘરો લાગે છે અથવા તો તેમાં સ્કોર કરી શકતા નથી તેમના માટે આ યુઝફુલ છે. કોર્સ માટે 6 શોર્ટ લેશન મળશે. તે એકદમ ફ્રી છે. આ કોર્સ એડએક્સ અને સ્ટેનફોર્ડ એમ બંને વેબસાઈટ પર અવેલેબલ છે.

પ્રિન્સટન યુનિવર્સિટી
અલગોરિધમ, થિઅરી એન્ડ મશીન્સ​​​​​​​

આ પ્રોગ્રામમાં લર્નર્સને કમ્પ્યુટર સાયન્સના ફંડામેન્ટલ પ્રીસેપ્ટસ શીખવા મળશે. જે લોકો પ્રોગ્રામિંગ જાણે છે અથવા તો વધારે સારી રીતે જાણવા માગે છે તેમના માટે આ કોર્સ છે. આ કોર્સ એપ્લિકેશન પ્રોગ્રામિંગ, થિઅરી ઓફ કમ્યુટેશન અને રિયલ કમ્પ્યુટર્સ વચ્ચેની રિલેશનશિપ ડિઝાઈન કરે છે.