• Gujarati News
  • Utility
  • Today Is The Last Day To Apply For 196 Posts Of Junior Engineer, Diploma Candidates Can Apply

સરકારી નોકરી:જુનિયર એન્જિનિયરની 196 જગ્યા પર અપ્લાય કરવાનો આજે છેલ્લો દિવસ, ડિપ્લોમા કેન્ડિડેટ્સ અપ્લાય કરી શકે છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18થી 40 વર્ષના ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે
  • ફી જમા કરવાની છેલ્લી તારીખ 4 જુલાઈ છે

UPRVUNL (ઉત્તર પ્રદેશ રાજ્ય વિદ્યુત ઉત્પાદન નિગમ લિમિટેડ)એ જૂનિયર એન્જિનિયરના 196 પદો પર ભરતીની જાહેરાત કરી હતી. નોટિફિકેશન પ્રમાણે, ભરતી માટે એપ્લિકેશન પ્રોસેસ 3 જૂનથી શરૂ થઈ છે. આજે અપ્લાય કરવાનો છેલ્લો દિવસ છે. ઉમેદવારોની પસંદગી 2 ફેઝની પરીક્ષાના પર્ફોર્મન્સને આધારે કરવામાં આવશે.

લાયકાત
આ પદો પર અરજી કરનારા ઉમેદવારો પાસે સંબંધિત ટ્રેડમાં એન્જિનિયરિંગની ડિપ્લોમા ડિગ્રી હોવી જોઈએ. વધારે માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

ઉંમર
18થી 40 વર્ષના ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. રિઝર્વ કેટેગરીના લોકોને ઉંમરમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે.

પદોની સંખ્યા: 196

પદસંખ્યા
જૂનિયર એન્જિનિયર (ઈલેક્ટ્રિકલ)69
જૂનિયર એન્જિનિયર (મેકેનિકલ)78
જૂનિયર એન્જિનિયર (ઈલેક્ટ્રોનિક્સ કન્ટ્રોલ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન)39

જૂનિયર એન્જિનિયર (કમ્પ્યુટર સાયન્સ)

10

મહત્ત્વની તારીખ
અપ્લાય પ્રોસેસ શરૂ થવાની તારીખ: 3 જૂન
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 2 જુલાઈ
ફી જમા કરાવવાની છેલ્લી તારીખ: 4 જુલાઈ

એપ્લિકેશન ફી
OBC અને EWS કેટેગરી: 1000 રૂપિયા
SC અને ST: 700 રૂપિયા

આ રીતે અરજી કરો
અરજી કરનારા ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઉત્તર પ્રદેશ રાજ્ય વિદ્યુત ઉત્પાદન નિગમ લિમિટેડની ઓફિશિયલ વેબસાઈટ uprvunl.org/uprvunl પર અરજી કરી શકે છે. વધારે માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

અન્ય સમાચારો પણ છે...