તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Today Is The Last Day Of SBI's Special Scheme; No Processing Fee Is Required To Apply For A Loan

તમારા ફાયદાની વાત:SBIની સ્પેશિયલ સ્કિમનો આજે છેલ્લો દિવસ; લોન અપ્લાય કરવા પર પ્રોસેસિંગ ફી નહીં ચૂકવવી પડે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ગયા મહિને સ્વતંત્રતા દિવસ પર ખાસ ઓફર શરૂ કરી હતી. તેના અંતર્ગત SBIએ ડિપોઝિટ પર વધારે વ્યાજ આપવાની સાથે જ લોન પર પ્રોસેસિંગ ફી ન લેવાનો નિર્ણય કર્યો હતો. આ ઓફર આજે એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી છે. આવી સ્થિતિમાં જો તમે FD કરાવવા માગો છો અથવા લોન લેવા માગો છો તો આ સ્કિમનો ફાયદો લઈ શકો છો.

'SBI પ્લેટિનમ ડિપોઝિટ'માં વધુ વ્યાજ મળશે
SBIએ 15 ઓગસ્ટના રોજ 'SBI પ્લેટિનમ ડિપોઝિટ' નામની એક સ્પેશિયલ ડિપોઝિટ સ્કિમ શરૂ કરી હતી. આ યોજના અંતર્ગત રોકાણ કરવા પર તમને સામાન્ય ડિપોઝિટની તુલનામાં 0.15% સુધી વધારે વ્યાજ મળશે. આ સ્કિમનો લાભ 75 દિવસ, 525 દિવસ (75 સપ્તાહ) અને પ્લેટિનમ 2250 દિવસ (75 મહિના) માટે રોકાણ કરવા પર મળશે. SBI ડિપોઝિટ (FD) પર અત્યારે મહત્તમ 5.40% વ્યાજ આપી રહી છે.

લોન પર પ્રોસેસિંગ ફી માફ
SBIએ 14 સપ્ટેમ્બર સુધી હોમ, પર્સનલ, કાર અને ગોલ્ડ લોન પર પણ પ્રોસેસિંગ ફી ન લેવાનો નિર્ણય કર્યો હતો. તે ઉપરાંત લોન લેવા પર તમને ખાસ છૂટ પણ મળશે.

ગોલ્ડ અને કાર લોન પર વ્યાજ દરમાં છૂટ મળી રહી છે
SBIએ ગોલ્ડ લોન પર 0.50% અને કાર લોન પર 0.25%નું ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો હતો. કાર લોન પર છૂટનો લાભ લેવા માટે તમારે યોનો એપથી અપ્લાય કરવું પડશે. હવે તમને ગોલ્ડ લોન અને કાર લોન 7.50%ના વ્યાજે મળશે. તે ઉપરાંત કોરોના વોરિયરને પર્સનલ લોન પર 0.50%ની વધારાની છૂટ મળી રહી છે. આ તમામ છૂટ 14 સપ્ટેમ્બર સુધી મળશે.