JEE MAIN 2021:પહેલા સેશનની પરીક્ષા માટે આજે રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ, 19 જાન્યુઆરીથી કરેક્શન વિંડો ઓપન થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પહેલા સેશન હેઠળ ફેબ્રુઆરીમાં યોજાનારી JEE MAIN માટે રજિસ્ટ્રેશન કરાવવાની આજે એટલે કે 16 જાન્યુઆરીએ છેલ્લો દિવસ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) આજે પરીક્ષા માટેની એપ્લિકેશન વિંડો બંધ કરશે. આવી સ્થિતિમાં, પરીક્ષામાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારો ઓનલાઇન ઓફિશિયલ પોર્ટલ jeemain.nta.nic.in પર જઇે અરજી કરી શકશે. આ ઉપરાંત, ઓનલાઇન અરજી ફોર્મ સુધારવા માટે કરેક્શન વિંડો પણ ઓપન કરશે.

19 જાન્યુઆરીથી કરેક્શન વિંડો ઓપન થશે
એપ્લિકેશન ફોર્મ સુધારવા માટે 19 જાન્યુઆરીથી કરેક્શન વિંડો ખોલવામાં આવશે, જે 21 જાન્યુઆરી સુધી ખુલ્લી રહેશે. પહેલા સેશનની પરીક્ષા 23થી 26 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે. આ વખતે JEE મેઇન ચાર સેશનમાં યોજાશે. આ અંતર્ગત ફેબ્રુઆરી પછી આ પરીક્ષા માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં લેવામાં આવશે.

રજિસ્ટ્રેશન કરવાની પ્રોસેસ

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ jeemain.nta.nic.in પર જાઓ.
  • હોમપેજ પર ઉપલબ્ધ એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
  • હવે નવાં રજિસ્ટ્રેશન માટેની લિંક પર ક્લિક કરો.
  • અહીં માગવામાં આવેલી માહિતી દાખલ કરો.
  • હવે ફોર્મ ભરીને ફોટો અપલોડ કરો.
  • અંતે ફી જમા કરાવીને સબમિટ કરો.