• Gujarati News
  • Utility
  • Geo Customers Will Have To Spend Rs 150 More To Recharge, Rs 749 Plan Is Now Rs 899

જિયો યુઝર્સને ઝટકો:જિયોના ગ્રાહકોને રિચાર્જ કરાવવા માટે 150 રૂપિયા વધારે ખર્ચવા પડશે, 749 રૂપિયાનો પ્લાન હવે ₹899નો થઈ ગયો

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અહીં જુઓ આ પ્લાનમાં શું બેનિફિટ્સ મળશે

રિલાયંસ જિયોએ ગ્રાહકોને ઝટકો આપ્યો છે. કંપનીએ પોતાના એક પ્લાનની કિંમતમાં 150 રૂપિયાનો વધારો કરી દીધો છે. જો કે આ પ્લાન માત્ર જિયો ફોન યુઝર્સ માટે છે. કંપનીએ 749 રૂપિયાના પ્લાનની કિંમત વધારી 899 રૂપિયા કરી દીધી છે.

899 રૂપિયામાં મળશે
જિયો ફોનના હાલના યુઝર્સ માટે 749 રૂપિયાનો એક પ્લાન આવતો હતો. આ પ્લાનમાં યુઝર્સને એક વર્ષ સુધી વોઈસ કોલિંગ અને 24GB ડેટા મળતો હતો. તેમાં યુઝર્સ જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શનનો ફાયદો ઉઠાવી શકે છે. આ પ્લાન્સ જિયો ફોન યુઝર્સ માટે જ છે. તમે તેને સામાન્ય ફોનમાં ઉપયોગ નહીં કરી શકો.

જિયો ફોનના અન્ય પ્લાન
જિયો ફોનને તમે એક વર્ષના પ્લાનની સાથે 1499 રૂપિયામાં ખરીદી શકો છો. તેમાં તમને 24GB ડેટા, અનલિમિટેડ વોઈસ કોલ અને જિયો એપ્સનું સબસ્ક્રિપ્શન મળે છે.

તેમજ તમે 1999 રૂપિયામાં જિયો ફોનની સાથે બે વર્ષ માટે ફ્રી કોલિંગ, 48GB ડેટા અને જિયો એપ્સના ફ્રી સબસ્ક્રિપ્શનનો ફાયદો ઉઠાવી શકો છો. ધ્યાન રાખવું કે, જિયો ફોન 4G સપોર્ટની સાથે આવે છે અને તમે તેમાં વ્હોટ્સએપ, ફેસબુક જેવી એપ્સ પણ યુઝ કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...