સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 10-12નું રિઝલ્ટ તૈયાર કરવામાં સ્કૂલોની મદદ માટે એક હેલ્પ ડેસ્ક બનાવ્યું છે. આ ડેસ્ક 24 જૂન એટલે કે ગુરુવારથી ચાલુ થઇ ગયું છે. CBSEએ આ વિશે દરેક સ્કૂલને પત્ર લખીને જાણકારી આપી છે. બોર્ડ પ્રમાણે, હેલ્પ ડેસ્ક રિઝલ્ટ ટેબ્યુલેશન પોલિસી લાગુ કરવામાં દરેક સ્કૂલને મદદગાર બનશે.
ઈમેલ- ફોનની મદદથી હેલ્પ મળશે
સ્કૂલની તકલીફનું નિરાકરણ ઈમેલ અને ફોનની મદદથી થશે. ધોરણ 10 અને 12 માટે અલગ-અલગ ઈમેલ આઈડી જાહેર કર્યા છે. સ્કૂલ ફોન પણ કરી શકે છે. હેલ્પ ડેસ્કે ચાર મોબાઈલ નંબર 9311226587, 9311226588, 9311226589, 9311226590 પણ જાહેર કર્યા છે. IT સંબંધિત તકલીફ માટે સ્કૂલ હેલ્પ ડેસ્ક નંબર- 9311226591 પર સંપર્ક કરી શકે છે.
ધોરણ 10 માટે class-10-result@cbseshiksha.in અને ધોરણ 12 માટે class-12-result@cbseshiksha.in પર મેલ કરી શકે છે.
સવારે 9:30થી સાંજે 5:00 વાગ્યા સુધી સંપર્ક કરી શકશે
સ્કૂલની મદદ માટે હેલ્પ ડેસ્ક સવારે 9:30થી સાંજે 5:00 વાગ્યા સુધી અવેલેબલ રહેશે. ખાસ વાત તો એ છે કે હેલ્પ ડેસ્ક માત્ર રિઝલ્ટ સાથે જોડાયેલી તકલીફો જ સાંભળશે. કોઈ અન્ય તકલીફ માટે હેલ્પ ડેસ્ક જવાબ નહીં આપે.
બોર્ડે પોર્ટલ લોન્ચ કર્યું
આની પહેલાં CBSEએ ધોરણ 12નું રિઝલ્ટ તૈયાર કરવા માટે ‘કોમ્પ્રીહેન્સિવ રિઝલ્ટ ટેબ્યુલેશન પોર્ટલ ફોર ક્લાસ XII’ લોન્ચ કર્યું હતું. આ પોર્ટલ પર સ્કૂલોએ CBSEએ નક્કી કરેલા ઈવેલ્યુશન ક્રાઈટેરિયા માટેના અલગ-અલગ પરીક્ષાના માર્ક્સ અપલોડ કરવાના રહેશે. તે પહેલાં બોર્ડે 12ના રિઝલ્ટ માટે 30:30:40 માર્કિંગ ફોર્મ્યુલા પણ જાહેર કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.