તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Tiger Mosquitoes Have Made People Sick, Many Of The Symptoms Of Dengue And Corona Are The Same, Learn How To Avoid Dengue

ડેન્ગ્યુનો ડર:ટાઈગર મચ્છર લોકોને બીમાર કરી કહ્યો છે, ડેન્ગ્યુ અને કોરોનાનાં ઘણાં લક્ષણો એક જેવા જ છે, જાણો ડેન્ગ્યુથી કેવી રીતે બચવું

12 દિવસ પહેલા
  • ડેન્ગ્યુના મચ્છર દિવસમાં અને મલેરિયાના મચ્છર રાત્રે કરડે છે, દિવસે ફુલ સ્લીવ શર્ટ પહેરવો
  • સરકારે ગાઈડલાઈન જાહેર કરી, ડેન્ગ્યુમાં સ્નાયુઓમાં દુખાવો થાય છે અને ચિકનગુનિયામાં સાંધામાં દુખાવો થાય છે

દેશમાં કોરોનાવાઈરસની સાથે ડેન્ગ્યુના કેસ પણ વધી રહ્યા છે. એકલા દિલ્હીમાં અત્યાર સુધી ડેન્ગ્યુના 316 કેસ સામે આવ્યા છે. તેમજ કેન્દ્ર સરકારે કોવિડ-19ના કો-ઈન્ફેક્શન અને ડેન્ગ્યુ, મલેરિયા, ફ્લુ, ચિકનગુનિયા જેવી સિઝનલ બીમારીઓથી બચવા અને સારવાર માટે ગાઈડલાઈન જાહેર કરી છે. સરકારના જણાવ્યા પ્રમાણે, આ સમયે કોરોના અને સિઝનલ બીમારીઓના લક્ષણો ઓળખવામાં ઘણી મુશ્કેલી થઈ રહી છે, કેમ કે, તેના સિમ્પ્ટમ્સ એક જેવા જ છે.

AIIMS દિલ્હીમાં રૂમેટોલોજી ડિપાર્ટમેન્ટની હેડ ડોક્ટર ઉમાર કુમારીના જણાવ્યા પ્રમાણે, ડેન્ગ્યુના મચ્છર દિવસમાં અને મલેરિયાના મચ્છર રાત્રે કરડે છે. તેને ટાઈગર મચ્છર પણ કહેવામાં આવે છે. તેથી દિવસમાં પણ ફુલ-સ્લીવ શર્ટ અને પેન્ટ પહેરવા જોઈએ. ડેન્ગ્યુમાં સ્નાયુઓમાં દુખાવો થાય છે અને ચિકનગુનિયામાં સાંધામાં દુખાવો થાય છે. આ સમયે દરેક સિઝનલ બીમારીઓમાં તાવ આવે છે. કોરોનાના મોટાભાગના દર્દીઓને તાવ, માથામાં દુખાવો, સાંધામાં દુખાવો થઈ રહ્યો છે. ડેન્ગ્યુમાં આવું જ થઈ રહ્યું છે. તેથી ડોક્ટરોને બંનેમાં તફાવત કરવામાં મુશ્કેલી થઈ રહી છે.

ડેન્ગ્યુ ચાર વાઈરસના કારણે થાય છે

  • ડેન્ગ્યુને હાડકા તોડ તાવના નામથી પણ ઓળખવામાં આવે છે. એક ફ્લુ જેવી બીમારી છે, જે ડેન્ગ્યુ વાઈરસના કારણે થાય છે. તે ત્યારે થાય છે, જ્યારે વાઈરસવાળા એડીસ મચ્છર કોઈ સ્વસ્છ વ્યક્તિને કરડે છે.
  • ડેન્ગ્યુ 4 વાઈરસના કારણે થાય છે. તેનું નામ-DENV-1,DENV-2, DENV-3 અને DENV-4 છે.

સારવારમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું
ડોક્ટર ઉમાના જણાવ્યા પ્રમાણે, ડેન્ગ્યુનો એકમાત્ર સપોર્ટિવ ઉપચાર જ છે. તેની કોઈ ખાસ સારવાર નથી. તેમાં સૌથી મહત્ત્તવની બાબત પ્લેટલેટ્સને મોનિટર કરવાનું હોય છે, કેમ કે, અચાનક તે ઘટી જાય છે. તાવને કંટ્રોલ કરવો પણ જરૂરી હોય છે. જો તાવ આવી રહ્યો છે તો પેરાસિટામોલ જ લેવી, દુખાવાની દવા ક્યારેય ન લેવી.

જો બીજી વખત ડેન્ગ્યુ થાય તો વધારે જોખમ રહે છે
જેને પ્રથમવાર ડેન્ગ્યુ થાય છે, તેમને વધારે જોખમ હોતું નથી. જોખમ તે લોકોને વધારે હોય છે, જેમને આ તાવ પહેલાં પણ આવી ગયો હોય. ડેન્ગ્યુ શરીરના હાડકાંને નબળા કરી દે છે. બીજીવાર ડેન્ગ્યુ થાય તો તે વધારે જોખમી સાબિત થઇ શકે છે.

દર્દીએ ખાવા-પીવામાં કેવી રીતે ધ્યાન રાખવું?

  • ડેન્ગ્યુના દર્દીને સાદું પાણી, લીંબુ શરબત, દૂધ, લસ્સી, છાશ અને નારીયેળનું પાણી આપવું જોઈએ, જેથી શરીરમાં પાણીની અછત ના રહે.
  • ધ્યાન રાખો કે, દર્દીના શરીરમાં રોજ 4થી 5 લીટર લિક્વિડ જવું જોઈએ. રોજ 1થી 2 કલાકમાં કઈક ખાવા-પીવાનું આપતું રહેવું જોઈએ.
  • દર્દીના યુરિનની સ્થિતિ પર ધ્યાન રાખો. જો દર્દી દર 3થી 4 કલાકમાં એકવાર પેશાબ કરવા જાય છે તો કોઈ જોખમ નથી.
  • જો યુરિનનું પ્રમાણ કે ફ્રિક્વન્સી ઓછી થઇ જાય તો તરત જ લિક્વિડ ડાયટ પર ધ્યાન આપવું જોઈએ અને ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ.

100 ડિગ્રીથી વધારે તાવ હોય તો શું કરવું?

  • જો દર્દીને ડેન્ગ્યુ છે અને તાવ 102 ડિગ્રી કે તેનાથી વધારે છે માથા પર સાદા પાણીના પોતા મૂકો.
  • દર્દીના રૂમમાં થોડું અજવાળું રાખો. ઓછી સ્પીડમાં સીલિંગ ફેન કે કૂલર પણ ચાલુ રાખી શકો છો.
  • ડેન્ગ્યુના દર્દીના બેડ પર મચ્છરદાની ચોક્કસ લગાવો.
  • પર્સનલ હાઈજીનનું સંપૂર્ણ ધ્યાન રાખો. તેના કપડાં રોજ બદલો.
  • હાથ-પાણી ધોવા કે ન્હાવા માટે નવશેકા પાણીનો ઉપયોગ કરો.

ડેન્ગ્યુમાં આ ત્રણ પ્રકારના તાવથી જીવને જોખમ રહે છે
માઈલ્ડ ડેન્ગ્યુ તાવ: તેના લક્ષણ મચ્છર કરડયા પછી આશરે એક અઠવાડિયાં પછી દેખાય છે. તે ઘણું જોખમી હોય છે.

ડેન્ગ્યુ હેમોરહેજિક તાવ: લક્ષણો માઈલ્ડ હોય છે, પરંતુ ધીમે-ધીમે થોડા દિવસોમાં ગંભીર થઇ શકે છે.

ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ: આ ડેન્ગ્યુનું ગંભીર રૂપ છે, તે મોતનું કારણ પણ બની શકે છે.

2019માં ભારતમાં 67 હજારથી વધારે લોકો ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યા હતા
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે, દુનિયામાં દર વર્ષે આશરે 5 લાખ લોકોને ડેન્ગ્યુને લીધે હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. માત્ર ભારતમાં જ ગયા વર્ષે 67 હજારથી વધારે ડેન્ગ્યુ કેસ આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો