• Gujarati News
  • Utility
  • Tickets Will Not Be Booked For 6 Hours Every Night Till November 21, Due To Change In Railway System Upgradation Mode.

યાત્રીગણ કૃપયા ધ્યાન દે!:21 નવેમ્બર સુધી દરરોજ રાતે 6 કલાક માટે ટિકિટ બુક નહિ થાય, રેલવેની સિસ્ટમ અપગ્રેડેશન મોડમાં હોવાથી થયો ફેરફાર

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવી ટ્રેનની સંખ્યા અને હાલના બુકિંગ ડેટા અપડેટ કરવા માટે ફેરફાર થયો
  • ટિકિટ રિઝર્વેશન, કરન્ટ બુકિંગ, કેન્સલેશન સર્વિસ કામ નહિ કરે

જો તમે આગામી દિવસોમાં ફેમિલી અને ફ્રેન્ડ સાથે ફરવા જવા માટે રેલવેનો ઉપયોગ કરવાના છો તો આ સમાચાર તમારા માટે છે. રેલવે તેની PRS (પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ) અપડેટ કરી રહ્યું છે. 14 નવેમ્બેરની રાતથી લઈને 21 નવેમ્બરની સવાર સુધી આ અપગ્રેડેશન ચાલશે. દરરોજ રાતે 11:30થી લઈને સવારે 5:30 સુધી રેલવે ટિકિટ બુક નહિ થાય.

નવી ટ્રેન અને અન્ય ડેટાના અપગ્રેડેશન માટે આ સ્લોટ દરમિયાન ટિકિટ બુક નહિ થાય. મોટી માત્રામાં નવી ટ્રેનની સંખ્યા અને હાલના બુકિંગ ડેટા અપડેટ કરવા માટે આ યોજના બનાવાઈ છે. ગ્રાહકોને ઓછી તકલીફ પડે તેના માટે આ કામ રાતે કરવામાં આવશે.

રાતે 6 કલાક સર્વિસ બંધ રહેશે
14 તારીખે રાતે 11:30થી આ અપડેટેશન શરૂ થયું છે. 21 તારીખે સવારે 5:30 વાગ્યા પછી ટિકિટ બુકિંગ સર્વિસ રાબેતા મુજબ શરૂ થશે. આ 6 કલાકો દરમિયાન યાત્રિકો ટિકિટ રિઝર્વેશન, કરન્ટ બુકિંગ, કેન્સલેશન અને પૂછપરછ સર્વિસ સહિતની સેવા કામ નહિ કરે.

પ્રભાવિત સમય દરમિયાન ટ્રેન શરૂ કરવા માટે એડવાન્સ ચાર્ટ સુનિશ્ચિત કરાશે. PRS સર્વિસ સિવાય ડાયલ 139 સર્વિસ યથાવત રહેશે.

સ્પેશિયલ ટ્રેન રૂટિનમાં દોડાવાશે
કોરોનાકાળમાં સ્પેશિયલ ટ્રેનનો ટેગ લાગેલી ટ્રેન હવે જૂનાં નામ અને ટ્રેન નંબર સાથે પરત ફરશે. અગાઉની સ્પેશિયલ ટ્રેન હવે રૂટિનમાં આવી જશે. અગાઉના સ્પેશિયલ ચાર્જ હટીને પણ તે હવે સામાન્ય બનશે. તેને લીધે ટિકિટના ભાડાંમાં આશરે 30% સુધીનો ઘટાડો આવશે.