• Home
  • Utility
  • Ticket refund rules changed, cancellation ticket money will get even after 3 months

ટિકિટ રિફંડના નિયમોમાં ફેરફાર કરાયો, 3 મહિના પછી પણ કેન્સલ કરેલી ટિકિટના પૈસા મેળવી શકાશે

Ticket refund rules changed, cancellation ticket money will get even after 3 months
X
Ticket refund rules changed, cancellation ticket money will get even after 3 months

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 10:49 AM IST

યુટિલિટી ડેસ્કઃ રેલ્વેએ કોરોનાનો ચેપ રોકવા માટે સ્ટેશનો પર મુસાફરોની અવરજવર ઓછી કરવા માટે નવી સિસ્ટમ શરૂ કરી છે. આ અંતર્ગત હવે રેલવે દ્વારા કેન્સલ ટિકિટની ચુકવણી કરવાની સમયમર્યાદા વધારીને 3 મહિના કરવામાં આવી છે. મુસાફરોની ટ્રાવેલિંગ ડેટથી 3 મહિના સુધી ટિકિટનુંરિફંડ મેળવી શકાશે. નોંધપાત્ર વાત એ છે કે, અત્યાર સુધી ટિકિટ કેન્સલેશન પેમેન્ટ 72 કલાક અંદર લઈ શકાતું હતું.

આ વિકલ્પ મળશે

  • જો રેલવે ટ્રેન કેન્સલ કરે તો કાઉન્ટર ટિકિટ પેસેન્જર ત્રણ મહિના એટલે કે શનિવાર 21 માર્ચથી 21 જૂન સુધી લઈ શકે છે.
  • જો મુસાફર પોતે જ ટિકિટ કેન્સલ કરવા માગે તો તેણે 60 દિવસમાં રેલવે સ્ટેશનથી TDR મેળવીને 90 દિવસ સુધીમાં તેનો ક્લેમ કરવો પડશે.
  • મુસાફર OTPઓટીપી દ્વારા 139 પર ફોન કરીને ટિકિટ કેન્સલ કરાવી શકે છે. 3 મહિના સુધી ટિકિટ કેન્સલેશનનું રિફંડ મેળવી શકાય છે.

રેલવેએ 31 માર્ચ સુધી તમામ ટ્રેનો કેન્સલ કરી હતી

31 માર્ચ સુધી કોઈપણ ટ્રેન નહીં ચાલે. રેલવેના જણાવ્યા અનુસાર, 22 માર્ચ મધ્યરાત્રિથી 31 માર્ચની મધ્યરાત્રિ સુધી ફક્ત ગુડ્સ ટ્રેન જ ચાલશે. રેલવે 12,500 પેસેન્જર્સ ટ્રેન ચલાવે છે, જેમાં દરરોજ સરેરાશ 2.3 કરોડ લોકો મુસાફરી કરે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી