• Home
  • Utility
  • Through NBFC, the bank will be able to provide loans up to Rs 10 lakh to the agricultural sector and Rs 20 lakh to MSME

RBI / NBFC દ્વારા બેંક કૃષિ ક્ષેત્રને 10 લાખ અને MSMEને 20 લાખ રૂપિયા સુધીની લોન આપી શકશે

Through NBFC, the bank will be able to provide loans up to Rs 10 lakh to the agricultural sector and Rs 20 lakh to MSME

Divyabhaskar.com

Aug 09, 2019, 03:54 PM IST

યુટિલિટી ડેસ્કઃ રિઝર્વ બેંકે નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFC) પર નાણાકીય દબાણ હળવા કરવા અને વ્યવસાયને વેગ આપવાના હેતુથી બેંકોને NBFCનાં માધ્યમથી પ્રાથમિક ક્ષેત્રોને લોન આપવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ RBIએ અનેક ક્ષેત્રોને પ્રાથમિક ક્ષેત્રમાં સામેલ કર્યાં છે. આ પ્રકારની લોન માટે કૃષિ ક્ષેત્રમાં આ મર્યાદા રૂપિયા 10 લાખ અને સૂક્ષ્મ તેમજ લઘુ ઉદ્યોગ (MSME) માટે 20 લાખ રૂપિયા રાખવામાં આવી છે. હાઉસિંગ સેક્ટર માટે આ વ્યવસ્થા પહેલેથી જ હતી, જેને રૂ. 10 લાખથી વધારીને રૂ. 20 લાખ કરવામાં આવી છે.

નાણાકીય સમીક્ષા બેઠક પછી જારી કરાયેલા નિવેદનમાં RBIએ કહ્યું કે, પ્રાથમિક ક્ષેત્રો માટે લોનની માગમાં વધારો કરવા માટે આવક વધારવા અને રોજગાર પેદા કરવામાં મદદ મળશે. RBIએ કહ્યું કે, 1 એપ્રિલ 2019થી મોટા NBFCમાં રોકાણ બેંકોની ટિયર-1 મૂડીના 15% પર મર્યાદિત કરવામાં આવ્યું હતું, જે હવે વધારીને 20% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારે કોઈ બેંક પોતાની ટિયર-1 મૂડીના મહત્તમ 15% એક જ NBFCને આપી શકે છે.

અત્યાર સુધી 10 લાખ સુધીની હોમ લોન આ શ્રેણીમાં સામેલ હતી
રજિસ્ટર્ડ NBFCનાં માધ્યમથી 10 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન, નાના ઉદ્યોગસાહસિકોને 20 લાખ રૂપિયા સુધીની લોન અને ગ્રાહક દીઠ 20 લાખ રૂપિયા સુધીની હાઉસિંગ લોન પ્રાથમિક ક્ષેત્રમાં સામેલ કરવામાં આવી છે.

અત્યાર સુધી 10 લાખ રૂપિયા સુધીની હાઉસિંગ લોન આ કેટેગરીમાં સામેલ હતી. આ સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શિકા ચાલુ મહિનાના અંત સુધીમાં જારી કરવામાં આવશે.

કેન્દ્રીય બેંકે કહ્યું કે, 1 એપ્રિલ, 2019થી મોટી NBFCમાં બેંકોની ટિયર-1 મૂડીના 15% જેટલું રોકાણ થયું હતું, જે હવે વધારીને 20% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

10 લાખની કૃષિ લોન, 20 લાખની ઉદ્યોગ લોન, મકાન માટે પણ 20 લાખની લોન મળશે
આ ઉપરાંત, વાણિજ્યિક બેંક પ્રાથમિકતાવાળાં ક્ષેત્રો માટે NBFCનાં માધ્યમથી પણ લોન આપી શકશે. કૃષિ ક્ષેત્ર માટે આ પ્રકારની લોનની સીમા 10 લાખ રૂપિયા અને સૂક્ષ્મ તેમજ લઘુ ઉદ્યોગો માટે 20 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, નિકાસ અને રોજગારને પ્રોત્સાહિત કરવામાં અને અગ્રતાવાળા ક્ષેત્રોની પસંદગી માટે વધુ ધિરાણ પ્રદાન કરવા માટે NBFCની ભૂમિકાને સ્વીકારતા આ પગલું લેવામાં આવ્યું છે.

RBIએ ક્રેડિટ કાર્ડની લોનને બાદ કરતાં NBFC દ્વારા આપવામાં આવેલ અન્ય ગ્રાહક લોનનો જોખમ ભારાંક 125%થી ઘટાડીને 100% કર્યો છે. આ NBFCની બેલેન્સશીટ સુધારવામાં પણ મદદ કરશે. ઓગસ્ટના અંત સુધીમાં આ અંગેના ઉપાયો સંબંધિત માર્ગદર્શિકા જારી કરવામાં આવશે.

X
Through NBFC, the bank will be able to provide loans up to Rs 10 lakh to the agricultural sector and Rs 20 lakh to MSME
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી