આખું વિશ્વ અઢળક રહસ્યમયી લોકોથી ભરેલું છે અને આજે એવાં જ એક વ્યક્તિનો પરિચય આપવા જઈ રહ્યા છીએ, જે વિશ્વ માટે બેજોડ છે. આખા વિશ્વમાં આ એકમાત્ર એવી સ્ત્રી છે કે, જેનું મોં એક છે પણ જીભ બે છે. એટલું જ નહીં, જ્યારે આ મહિલા એકસાથે બે વસ્તુઓનું સેવન કરે છે તો તે બંને વસ્તુઓના અલગ-અલગ સ્વાદને સારી રીતે માણી શકે છે. આ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ થોડાં સમય માટે ચકરાવે ચડી જશો. બ્રિયાના મેરી શિહાદેહ નામની આ મહિલા અમેરિકાના કેલિફોર્નિયાની ડ્રેડલોક આર્ટિસ્ટ છે. બ્રાયનાને પોતાના શરીરમાં બદલાવ કરવાનો ખૂબ જ શોખ છે. તેમણે પોતાની જીભ અલગ કરવા માટે ઘણાં પૈસા ખર્ચ કર્યા છે.
સર્જરી કરીને એક જીભના બે ભાગ પાડ્યાં
પોતાના શરીરમાં આશ્ચર્યજનક ફેરફારો કરવાનો શોખ ધરાવતી બ્રિયાના મેરી શિહાદેહને જન્મથી જ બે જીભ નથી. તેણે સર્જરીની મદદથી બે ભાગમાં પોતાની જીભ કરાવી છે, જે પછી હવે તે એકસાથે બે સ્વાદ ચાખી શકે છે.
આ વીડિયોને અનેક હજાર લાઇક્સ મળી
ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થયેલા બ્રાયનાના આ વીડિયોને અત્યાર સુધી 13 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેનો આ વીડિયો જોઇને કેટલાક યુઝર્સ આશ્ચર્યમાં પડી ગયા છે તો કેટલાંક અજીબોગરીબ સવાલ પૂછી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.