તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 6000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. આજે એટલે કે 25 ડિસેમ્બરે પ્રધાનમંત્રી દેશના 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયાના હપ્તા ટ્રાન્સફર કરશે. તેના અંતર્ગત દરેક ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. આ દરમિયાન પ્રધાનમંત્રી 9 રાજ્યોના ખેડૂતોની સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત પણ કરશે.
આ યોજના અંતર્ગત ઓગસ્ટમાં લાભાર્થીઓને 2000 રૂપિયાના છઠ્ઠા હપ્તા જારી કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં આ સ્કીમ અંતર્ગત તમારા ખાતામાં 2,000 રૂપિયા આવ્યા છે કે નહીં તે જાણવું હોય તો તેને તમે ઓનલાઈન ચેક કરી શકો છો.
કેવી રીતે ચેક કરી શકાય છે?
ખાતામાં પૈસા ન આવ્યા હોય તો શું કરવું?
જો તમારા ખાતામાં પૈસા નથી આવ્યા તો તમે તમારા અકાઉન્ટન્ટ, કાનુંગો અને જિલ્લા કૃષિ અધિકારી સાથે વાતચીત કરી શકો છો. તે ઉપરાંત અહીં પણ તમારી સમસ્યાનું નિવારણ ન આવે તો તમે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના હેલ્પલાઈન નંબરની મદદ લઈ શકો છો. તમે હેલ્પલાઈન નંબર 155261 અથવા ટોલ ફ્રી 1800115526 નંબર પર સંપર્ક કરી શકો છો. તે ઉપરાંત તમે મંત્રાલયના આ નંબર (011-23381092) પર પણ સંપર્ક કરી શકો છો.
આ રીતે ચેક કરો તમારું નામ સામેલ છે કે નહીં
જો તમે યોજનાનો લાભ લેવા માટે અરજી કરી છે અને હવે તમારું નામ લાભાર્થીઓની યાદીમાં જોવા માગો છો તો સરકારી વેબસાઈટ pmkisan.gov.in પર ચેક કરી શકો છો. આ છે તેની પ્રોસેસ.
શું છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના?
આ યોજના અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતોને 2-2 હજાર રૂપિયાના ત્રણ હપ્તા વર્ષમાં (કુલ 6000 રૂપિયા) આપવામાં આવે છે. યોજનાના પાત્ર લાભાર્થીઓ પણ કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વાર પણ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. તે ઉપરાંત સ્થાનિક પટવારી, મહેસૂલ અધિકારી અને યોજના માટે રાજ્ય સરકારની તરફથી નિયુક્ત નોડલ અધિકારી ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરી રહ્યા છે. અત્યાર સુધી 10 કરોડ 96 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ જાણકારી પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.