• Gujarati News
  • Utility
  • This Time Start Investing In The Name Of Sister, You Can Give These 5 Gifts To Sister On Bhai Dooj

ભાઈબીજ વિશેષ:આ વખતે બહેનના નામે રોકાણ શરૂ કરો, ભાઈબીજ પર બહેનને આ 5 ગિફ્ટ આપી શકો છો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આ વર્ષે ભાઈબીજ 6 નવેમ્બરના રોજ મનાવવામાં આવશે. આ દિવસે ભાઈ પોતાની બહેનને ગિફ્ટ આપે છે. આવી સ્થિતિમાં આ વખતે તમે તમારી બહેનને કંઈક એવી ગિફ્ટ આપી શકો છો જે તેના કામમાં આવી શકે. અહીં અમે તમને ભાઈબીજના પ્રસંગે બહેનને આપી શકાય તેવી કેટલીક ગિફ્ટ્સ વિશે જણાવી રહ્યા છીએ.

હેલ્થ ઈન્શ્યોરન્સથી સ્વાસ્થ્ય સુરક્ષા આપો
કોરોનાએ લોકોને હેલ્થ ઈન્શ્યોરન્સનું મહત્ત્વ સમજાવી દીધું છે. હેલ્થ ઈન્શ્યોરન્સથી બહેન જ્યારે બીમાર પડે ત્યારે યોગ્ય સારવાર મેળવી શકશે. તમે બહેનનો જનરલ હેલ્થ ઈન્શ્યોરન્સ અથવા કોરોના માટે અલગથી ઈન્શ્યોરન્સ કરાવી શકો છો.

બહેન માટે રોકાણની શરૂઆત કરો
જો તમારી કોઈ નાની બહેન છે તો તમે તેના નામ પર સુકન્યા, PPF અથવા રિકરિંગ ડિપોઝિટ (RD)માં રોકાણ કરાવી શકો છો. આ યોજનામાં મેચ્યોરિટી પર ગેરંટી રિટર્ન મળે છે. રોકાણ કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં કરી શકો છો. તે ઉપરાંત તમે તમારી બહેન માટે SIP અથવા મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરી શકો છો.

ક્રેડિટ કાર્ડ ગિફ્ટ કરો
જો તમારી બહેન નાની છે જે કોલેજમાં અભ્યાસ કરી રહી છે તો તેની આર્થિક જરૂરિયાતને પૂરી કરવા માટે ક્રેડિટ કાર્ડ ગિફ્ટ કરી શકો છો. તેનાથી પૈસાની જરૂરિયાત પડવા પર તેને સમસ્યાનો સામનો નહીં કરવો પડે. તમે ક્રેડિટ કાર્ડની લિમિટ પોતાની બહેનની જરૂરિયાતના આધાર પર નક્કી કરી શકો છો.

સેવિંગ બેંક અકાઉન્ટ ખોલાવું
જો તમારી બહેનનું સેવિંગ અકાઉન્ટ નથી તો તમે તેને એક નિશ્ચિત રકમ કોઈ બેંકમાં બચત ખાતું ખોલાવીને આપી શકો છો. તેનાથી તેને હંમેશાં કેશ લઈ જવાની જરૂર નહીં પડે અને તેને જમા પર વ્યાજ પણ મળતું રહેશે.

ટૂર પેકેજ પણ ગિફ્ટ કરી શકો છો
જો તમારી બહેનને ફરવાનો શોખ છે તો તમે તેને ટૂર પેકેજ પણ ગિફ્ટ કરી શકો છો. IRCTC સહિત ઘણી ટૂર એન્ડ ટ્રાવેલ કંપનીઓ ઘણા પ્રકારના ટૂર પેકેજ ઓફર કરી રહી છે. તમે તમારા બજેટ અને બહેનની પસંદના હિસાબથી તેને ટૂર પેકેજ ગિફ્ટ કરી શકો છો.