• Gujarati News
  • Utility
  • This Time Give The Mother A Gift Of Financial Assistance, Invest In A Mutual Fund Or Monthly Income Scheme For Her

મધર્સ ડે:આ વખતે માતાને આર્થિક સહાયની ભેટ આપો, તેમના માટે મ્યુચ્યુઅલ ફંડ અથવા મંથલી ઈન્કમ સ્કીમમાં રોકાણ કરો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

મધર્સ ડેના ખાસ પ્રસંગે બાળકો દ્વારા તેમની માતાને ગિફ્ટ આપવાનો પણ ટ્રેન્ડ છે. આવી સ્થિતિમાં આ વખતે તમે તમારી માતાને એવી ગિફ્ટ આપી શકો છો જે નાણાકીય સુરક્ષા આપે અને ખરાબ સમયમાં તેમના કામમાં આવે. અહીં અમે તમને માતાને આપી શકાય એવી કેટલીક ગિફ્ટ વિશે જણાવી રહ્યા છીએ.

ક્રેડિટ કાર્ડથી તેઓ પોતાનો હિસાબથી ખર્ચ કરી શકશે
જો તમારી માતાની પાસે આવકનો કોઈ સ્રોત નથી તો તમે તેમની આર્થિક જરૂરિયાતોને પૂરી કરવા માટે તેમને ક્રેડિટ કાર્ડ ગિફ્ટ આપી શકો છો. ઘણા લોકો ક્રેડિટ કાર્ડના દુરુપયોગ થવાના ડરથી તેનો ઉપયોગ કરવાથી ડરે છે, આવી સ્થિતિમાં તેમને સમજદારીની સાથે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાના ફાયદા જણાવીને પોતાની પાસે રાખવા માટે તૈયાર કરી શકો છો. તેનાથી પૈસાની જરૂરિયાત પડવા પર તેમને મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.

હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીથી સમયસર સારવાર મળી શકશે
કોઈપણ નાની અથવા મોટી હેલ્થ સમસ્યાનો સામનો કરવા માટે માતા-પિતાને હેલ્થ ઈન્શ્યોરન્સ આપી શકાય છે. તે ખરાબ સમયમાં તેમને નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે. જો તેમને પહેલાથી જ કોઈ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી લઈને રાખી છે, તો તમે તેને ટોપઅપ કરાવીને હાયર કવરેજ અપાવી શકો છો. હેલ્થ ઈન્શ્યોરન્સ કરાવતા સમયે પણ આવકવેરા કાયદાની કલમ 80D અંતર્ગત ટેક્સ છૂટનો ફાયદો લઈ શકાય છે.

ડેટ ફંડમાં રોકાણ કરી શકાય છે
રુંગટા સિક્યોરિટીઝમાં CFP અને પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ હર્ષવર્ધન રુંગટાના જણાવ્યા પ્રમાણે, તમે તમારી માતા માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની શરૂઆત પણ કરી શકો છો. તમે તેના માટે એક સાથે અથવા સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા રોકાણ કરી શકો છો. તે સિવાય તમે સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન (SWP) દ્વારા તમે તમારી માતા માટે ઈન્કમની વ્યવસ્થા કરી શકો છો.

મંથલી ઈન્કમ સ્કીમ પણ યોગ્ય ગિફ્ટ રહેશે
હર્ષવર્ધન રુંગટાના જણાવ્યા પ્રમાણે, તમે આ મધર્સ ડે પર પોતાની માતાના નામે પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમમાં પણ રોકાણ કરી શકો છો. તેમાં 6.6% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ સ્કીમથી તમારી માટે રેગ્યુલર ઈન્કમની ગેરંટી સુનિશ્ચિત થઈ શકે છે. જો તમારું અકાઉન્ટ સિંગલ છે તો તમે 4.5 લાખ રૂપિયા સુધી મહત્તમ જમા કરાવી શકો છો. તેમજ જો તમારું જોઈન્ટ અકાઉન્ટ છે તો તેમાં મહત્તમ 9 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. મેચ્યોરિટી પિરિઅડ 5 વર્ષનો છે.

આ યોજના અંતર્ગત જો તમે 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને 6.6 વાર્ષિક વ્યાજ દરના હિસાબથી વાર્ષિક 29,700 રૂપિયા વ્યાજ મળશે. તેમજ જો તમે તેમાં જોઈન્ટ અકાઉન્ટ અંતર્ગત 9 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને 59,400 વાર્ષિક વ્યાજ મળશે.

માતાના નામે FD અને RD કરાવી શકો છો
તમે તમારી માતા માટે રોકાણ કરીને તેમને નાણાકીય સુરક્ષા આપી શકો છો. તેના માટે તમે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અથવા રિકરિંગ ડિપોઝિટ (RD)માં તમે તમારી સુવિધા પ્રમાણે રોકાણ કરી શકો છો. આ બંનેમાં તમને લગભગ સમાન વ્યાજ મળે છે. FD અને RD બંને ફિક્સ્ડ-ઈન્કમ રોકાણ છે, આ બંને મેચ્યોરિટી પર ગેરંટી રિટર્ન મળે છે. FD અને RD પર લગભગ એક સમાન વ્યાજ દર છે. આ બંનેમાં તમે જોઈન્ટ અકાઉન્ટ ખોલાવી શકો છો.

આ બંનેનું રોકાણ કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં કરી શકો છો. આ રોકાણ વધારે લાંબાગાળાની અવધિ માટે ન કરો. તેને 1 કે 2 વર્ષ માટે કરવું યોગ્ય રહેશે. તમે બાદમાં તેને આગળ વધારી શકો છો.

ગોલ્ડ ETF અને મ્યુચ્યુઅલ ફંડ પણ યોગ્ય રહેશે
પૃથ્વી ફિનમાર્ટના ડાયરેક્ટ મનોજ કુમાર જૈનના જણાવ્યા પ્રમાણે, તમે તમારી માતાના નામ પર ગોલ્ડ ETF અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. તેઓ કહે છે કે, 10 વર્ષની વાત કરીએ તો સોનામાં સરેરાશ દર વર્ષે 10%નું રિટર્ન તો આપવામાં આવે છે. તેથી તેમાં પૈસાનું રોકાણ કરવું યોગ્ય સાબિત થઈ શકે છે.

લોક-ઈન પિરિઅડવાળી સ્કીમ્સમાં પૈસાનું રોકાણ કરવાથી બચવું
કોરોના મહામારીમાં કોઈને પણ ગમે ત્યારે પૈસાની જરૂર પડી શકે છે. આવી સ્થિતિમાં તમે પૈસાને કોઈ એવી જગ્યાએ રોકાણ ન કરો જ્યાં લોક-ઈન પિરિઅડ હોય. તમારે પૈસાને એવી જગ્યાએ રોકાણ કરવા જોઈએ જ્યાંથી તમે ગમે ત્યારે પૈસા ઉપાડી શકો. તે સિવાય તમારી માતા માટે પૈસા રોકાણ કરતા સમયે તેમની ઉંમરનું પણ ધ્યાન રાખવું. જો તમારી માતાની ઉંમર વધારે છે તો લોગ્ન ટર્મ ઈનવેસ્ટમેન્ટ વિશે ન વિચારવું.