તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • This Plan From Airtel, Jio And Vi Will Have Many Features Including Unlimited Calling And Data With 28 Days Validity.

રિચાર્જ પ્લાન:એરટેલ, જિયો અને Viના આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટીની સાથે અનલિમિટેડ કોલિંગ અને ડેટા સહિત ઘણી સુવિધા મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિયો, એરટેલ અને Vi (વોડાફોન-આઈડિયા) ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને 28 દિવસની વેલિડિટીવાળા ઘણા પ્લાન ઓફર કરે છે. તેમાં ગ્રાહકોને ડેટા, અનલિમિટેડ કોલિંગ અને SMSની સુવિધા મળે છે. અમે તમને આ કંપનીઓના પ્રીપેડ પ્લાન વિશે જણાવ્યા રહ્યા છીએ.

જિયોના પ્લાન

199 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને જિયો-ટૂ-જિયો પર અનલિમિટેડ ફ્રી કોલિંગ મળશે તેમજ અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 1000 નોન-જિયો મિનિટ મળશે. આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા અને 100 SMSની સુવિધા મળશે. તે સિવાય આ પ્લાનમાં જિયોની પ્રિમિયમ એપ્સનો ફ્રીમાં ઉપયોગ પણ કરી શકાશે.

249 રૂપિયાનો પ્લાન
તેમાં દરરોજ 2GB ડેટા અને 100 SMSની સુવિધા મળશે. આ પ્લાનમાં અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 1000 નોન-જિયો મિનિટ મળશે, તેમજ જિયો-ટૂ-જિયો પર અનલિમિટેડ ફ્રી કોલિંગ કરી શકાશે. તે સિવાય આ પ્લાનમાં જિયોની પ્રીમિયમ એપ્સનો ફ્રીમાં ઉપયોગ પણ કરી શકાશે.

349 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને જિયો-ટૂ-જિયો પર અનલિમિટેડ ફ્રી કોલિંગ મળશે, તેમજ અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 1000 નોન-જિયો મિનિટ મળશે. આ પ્લાનમાં પ્રતિ દિવસ 3GB ડેટા અને 100 SMSની સુવિધા મળશે. તે સિવાય આ પ્લાનમાં જિયોની પ્રીમિયમ એપ્સનો ફ્રીમાં ઉપયોગ પણ કરી શકાશે.

401 રૂપિયાનો પ્લાન
401 રૂપિયાના 28 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં જિયો તેના ગ્રાહકોને 90GB ડેટા ઓફર કરે છે. એટલે કે દરરોજ 3GB ડેટા સિવાય કુલ 6GB વધારાનો ડેટા મળશે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગની સાથે જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળશે. આ પ્લાનમાં એક વર્ષનું Disney+ Hotstar VIPનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે.

એરટેલનો પ્લાન

149 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની સાથે તેમાં 2GB ડેટા મળી રહ્યો છે. પ્લાનમાં 300 SMSનો ફાયદો પણ છે. અનલિમિટેડ ચેન્જની સાથે ફ્રી હેલોટ્યુન્સ અને વિંક મ્યુઝિકનું સબસ્ક્રિપ્શન મળશે.

219 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં દરરોજ 1GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 ફ્રી SMS આપવામાં આવ્યા છે. તે સિવાય એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ, અનલિમિટેડ ચેન્જની સાથે ફ્રી હેલોટ્યુન્સ અને વિંક મ્યુઝિક સબસ્ક્રિપ્શન મળશે.

249 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને દરરોજ 1.5GB ડેટા ઓફર કરવામાં આવે છે. અનલિમિટેડ કોલિંગની સાથે આવતા આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે. તે સિવાય એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ, અનલિમિટેડ ચેન્જની સાથે ફ્રી હેલોટ્યુન્સ, વિંક મ્યુઝિક, 1 વર્ષની વેલિડિટીની સાથે Shaw Academyનો ફ્રી ઓનલાઈન કોર્સ અને FASTagની ખરીદી પર 150 રૂપિયાનું કેશબેક પણ મળશે.

289 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને દરરોજ 1.5GB ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. અનલિમિટેડ કોલિંગની સાથે આવતા આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે. તે સિવાય ZEE5નું 28 દિવસનું ફ્રી સબસ્ક્રિપ્શન, એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ, અનલિમિટેડ ચેન્જની સાથે ફ્રી હેલોટ્યુન્સ, વિંક મ્યુઝિક, 1 વર્ષની વેલિડિટીની સાથે Shaw Academyનો ફ્રી ઓનલાઈન કોર્સ અને FASTagની ખરીદી પર 100 રૂપિયાનું કેશબેક પણ મળશે.

298 રૂપિયાનો પ્લાન
2GB ડેઈલી ડેટાની સાથે આવતા આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગનો બેનિફિટ મળે છે. દરરોજ 100SMS પણ મળે છે. તે સિવાય એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ, અનલમિટેડ ચેન્જની સાથે ફ્રી હેલોટ્યુન્સ, વિંક મ્યુઝિક, 1 વર્ષની વેલિડિટીની સાથે Shaw Academyનો ફ્રી ઓનલાઈન કોર્સ અને FASTagની ખરીદી પર 100 રૂપિયાનું કેશબેક પણ મળશે.

349 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB ડેટા આપવામાં આવી રહ્યો છે. ડેઈલી 100SMS ઓફર કરતા આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક માટે અનલિમિટેડ કોલિંગ મળે છે. તે ઉપરાંત આ પ્લાનમાં એમેઝોન પ્રાઈમનું ફ્રી સબસ્ક્રિપ્શન સિવાય એરટેલ એક્સટ્રીમ એપ પ્રીમિયમ અને વિંક મ્યુઝિકની મેમ્બરશિપ પણ મળે છે.

398 રૂપિયાનો પ્લાન
આ પ્લાન વધારે ડેટાનો ઉપયોગ કરતા લોકો માટે યોગ્ય છે, કેમ કે તેમાં દરરોજ 3GB ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ અને ડેઈલી 100 ફ્રી SMSનો ફાયદો મળે છે. તે સિવાય એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ, અનલિમિટેડ ચેન્જની સાથે ફ્રી હેલોટ્યુન્સ, વિંક મ્યુઝિક, 1 વર્ષની વેલિડિટીની સાથે Shaw Academyનો ફ્રી ઓનલાઈન કોર્સ અને FASTagની ખરીદી પર 100 રૂપિયાનું કેશબેક પણ મળશે.

448 રૂપિયાનો પ્લાન
એરટેલના આ પ્લાનની સાથે યુઝરને દરરોજ 3GB હાઈ-સ્પીડ ડેટા તો મળે છે પરંતુ સાથે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા અને પ્રતિ દિવસ 100 SMS ઓફર કરવામાં આવે છે. આ પ્લાનની સાથે Disney+ Hotstar VIPનું ફ્રી એક્સેસ 28 દિવસની વેલિડિટીની સાથે મળે છે. તે સિવાય એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ, અનલિમિટેડ ચેન્જની સાથે ફ્રી હેલોટ્યુન્સ, વિંક મ્યુઝિક, 1 વર્ષની વેલિટિડીની સાથે Shaw Academyનો ફ્રી ઓનલાઈન કોર્સ અને FASTagની ખરીદી પર 100 રૂપિયાનું કેશબેક પણ મળશે.​​​​​​​

Viના પ્લાન

149 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની સાથે તેમાં 2GB ડેટા મળી રહ્યો છે. પ્લાનમાં 300 SMSનો ફાયદો મળી રહ્યો છે. તે સિવાય તેમાં યુઝર્સને Vi મૂવી એન્ડ ટીવીનું પણ એક્સેસ આપવામાં આવશે.

218 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે તમને કુલ 6GB ડેટા મળશે. તે સિવાય અનલિમિટેડ કોલ અને 100 SMS પ્રતિ દિવસનું બેનિફિટ પણ છે. તે સિવાય તેમાં યુઝર્સને Vi મૂવી એન્ડ ટીવીનું પણ એક્સેસ આપવામાં આવશે.

249 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને દરરોજ 1.5GB ડેટા મળશે. તે સિવાય અનલિમિટેડ કોલનું બેનિફિટ પણ છે. પ્લાનમાં 100 SMS પ્રતિ દિવસ મળશે. તે સિવાય તેમાં યુઝર્સને Vi મૂવી એન્ડ ટીવીનું પણ એક્સેસ આપવામાં આવશે.

299 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 4GB ડેટા મળશે. પ્લાનમાં 100 SMS પ્રતિ દિવસ મળશે. તે સિવાય તેમાં યુઝર્સને Vi મૂવી એન્ડ ટીવીનું પણ એક્સેસ આપવામાં આવશે.

301 રૂપિયાનો પ્લાન
તેમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગની સાથે 1.5GB હાઈસ્પીડ ડેટા પ્લસ 2GB ડેટા એક્સટ્રા મળશે. તેમાં યુઝર્સને હેલ્શ ઈન્શ્યોરન્સ પણ મળશે. હોસ્પિટલમાં દાખલ થવા પર યુઝરને 10 દિવસ સુધી 1,000 રૂપિયા દરરોજ મળશે અને ICUમાં એડમિટ થવા પર 2,000 રૂપિયા દરરોજ મળશે.

398 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 3GB ડેટા મળશે. પ્લાનમાં 100 SMS પ્રતિ દિવસ મળશે. તે સિવાય તેમાં યુઝર્સને Vi મૂવી એન્ડ ટીવીનું પણ એક્સેસ આપવામાં આવશે. તેમાં તમને વીકેન્ડ ડેટા રોલઓવરની સુવિધા પણ મળશે.

401 રૂપિયાનો પ્લાન
28 દિવસની વેલિડિટીની સાથે આવતા આ પ્લાનમાં તમને કુલ 100GB ડેટા આપવામાં આવશે. તે સિવાય આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. પ્લાનમાં દરરોજ 100 SMS પણ મળશે. આ પ્લાનમાં એક વર્ષનું Disney+ Hotstar VIPનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે.