તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • This Plan From Airtel, Geo And Vi Has Many Features Including Unlimited Calling And Data With 84 Days Validity.

ટેલિકોમ:એરટેલ, જિયો અને Viના આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટીની સાથે અનલિમિટેડ કોલિંગ અને ડેટા સહિત ઘણી સુવિધાઓ મળશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમે એવો પ્લાન શોધી રહ્યા છે જે 1000 રૂપિયાની અંદર હોય અને તેમાં તમને લાંબી વેલિટિડી મળે, તો એવા લોકો માટે ટેલિકોમ કંપનીઓ ઘણા પ્લાન ઓફર કરે છે. તેમાં 84 દિવસની વેલિડિટીવાળા પ્લાન પોપ્યુલર છે. તેમાં ગ્રાહકોને ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. અમે તમને એરટેલ, જિયો અને આઈડિયા-વોડાફોન (Vi)ના પ્રીપેડ પ્લાન્સ વિશે જણાવી રહ્યા છીએ.

એરટેલના પ્લાન
379 રૂપિયાનો પ્લાન

તેમાં ગ્રાહકોને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. પ્લાનમાં ગ્રાહકોને કુલ 6GB ડેટા ઉપરાંત 900 SMS મળે છે. આ પ્લાન તે ગ્રાહકો માટે સારો છે જે ઓછો ડેટા અને વધુ કોલિંગ ઈચ્છે છે. વધારાના બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં ZEE5 પ્રીમિયમ, એરટેલ Xstream પ્રીમિયમ, Wynk મ્યુઝિકનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.

598 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં દરરોજ 1GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS મળે છે. વધારાના બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં ZEE5 પ્રીમિયમ, એરટેલ Xstream પ્રીમિયમ, Wynk મ્યુઝિકનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.

698 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS મળે છે. વધારાના બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં ZEE5 પ્રીમિયમ, એરટેલ Xstream પ્રીમિયમ, Wynk મ્યુઝિકનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.

જિયોનો પ્લાન
555 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા મળે છે. ડેટા ઉપરાંત આ પ્લાનમાં તમને જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલિંગ અને અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 3000 મિનિટ મળશે. તે ઉપરાંત દરરોજ 100 SMSની સુવિધા પણ મળે છે. અન્ય તમામ રિલાયન્સ જિયો પ્લાન્સની જેમ આ જિયો પ્લાનની સાથે યુઝરને જિયો સિનેમા સહિત અન્ય જિયો એપ્સનો ફ્રી એક્સેસ મળશે.

599 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં યુઝરને દરરોજ 2GB ડેટા મળે છે. ડેટા ઉપરાંત આ પ્લાનમાં તમને જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલિંગ અને અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 3000 મિનિટ્સ મળશે. તે ઉપરાંત દરરોજ 100 SMSની પણ સુવિધા મળે છે. અન્ય તમામ રિલાયન્સ જિયો પ્લાનની જેમ આ જિયો પ્લાનની સાથે પણ યુઝરને જિયો સિનેમા સહિત અન્ય જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળશે.

777 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા મળશે તે ઉપરાંત યુઝરને 5GBનો વધારાનો ડેટા મળશે. તેનો અર્થ એ થયો કે આ પ્લાન કુલ 131GB ડેટા ઓફર કરશે અને આ પ્લાનની માન્યતા 84 દિવસની છે. આ પ્લાનની સાથે જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલિંગ, અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 3000 મિનિટ્સ અને દરરોજ 100 SMSની પણ સુવિધા મળે છે. આ પ્લાન પર 399 રૂપિયાનું Disney+ Hotstar VIPનું ફ્રી સબસ્ક્રિપ્શન ઓફર કરવામાં આવી રહ્યું છે.

999 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં યુઝરને દરરોજ 3GB ડેટા મળશે. ડેટા ઉપરાંત આ પ્લાનમાં તમને જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલિંગ અને અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 3000 મિનિટ્સ મળશે. તે ઉપરાંત દરરોજ 100 SMS મળશે. અન્ય તમામ રિલાયન્સ જિયો પ્લાન્સની જેમ આ પ્લાનની સાથે યુઝરને જિયો સિનેમા સહિત અન્ય જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળશે. ​​​​​​​

વોડાફોન આઈડિયા (Vi) પ્લાન
379 રૂપિયાનો પ્રિપેડ પ્લાન

આ પ્લાનની સાથે તમામ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલિંગનો લાભ મળે છે. તે ઉપરાંત યુઝર્સને તેની સાથે ફ્રી નેશનલ રોમિંગ અને કુલ 1,000 ફ્રી નેશનલ SMSનો પણ લાભ આપવામાં આવે છે. આ પ્લાન ખાસ કરીને ઓછા ડેટાનો ઉપયોગ કરતા યુઝર્સ માટે રજૂ કરવામાં આવ્યો છે. તેમાં યુઝર્સને કુલ 6GB ડેટા મળે છે.​​​​​​​

599 રૂપિયાનો પ્રિપેડ પ્લાન
આ પ્લાનમાં ગ્રાહકને બધાં નેટવર્ક્સ પર અનલિમિટેડ વોઇસ કોલિંગ સાથે ફ્રી નેશનલ રોમિંગ અને દરરોજ 100 ફ્રી નેશનલ SMSનો લાભ પણ આપવામાં આવે છે. તે ઉપરાંત દરરોજ 1.5GB ડેટા મળે છે. આ પ્લાનમાં પણ Vodafone Play અને Zee5નું ફ્રી સબસ્ક્રિપ્શન આપવામાં આવે છે. અત્યારે આ પ્લાનમાં 5 GB એક્સ્ટ્રા ડેટા મળી રહ્યો છે.​​​​​​​

699 રૂપિયાનો પ્રિપેડ પ્લાન
આ પ્લાન સાથે ડબલ ડેટા બેનિફિટ્સ ઓફર આપવામાં આવે છે. યાને કે આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 4GB ડેટા પણ મળે છે. આ પ્લાન સાથે પણ તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. યુઝર્સને આમાં ફ્રી નેશનલ રોમિંગ અને દરરોજ 10 ફ્રી નેશનલ SMSનો લાભ પણ આપવામાં આવે છે. આ પ્લાનમાં પણ Vodafone Play અને Zee5નું ફ્રી સબસ્ક્રિપ્શન

795 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં દરરોજ 2GB ડેટાની સાથે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને પ્રતિ દિવસ 100 SMS આપવામાં આવે છે. પરંતુ અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો 1 વર્ષ માટે ZEE5 premium અને Vi મૂવીઝ એન્ડ ટીવીનું ફ્રી એક્સેસ મળે છે.

801 રૂપિયાનો પ્લાન
801 રૂપિયાના પ્લાનમાં Disney+Hotstar VIP સબસ્ક્રિપ્શનની સાથે 84 દિવસની વેલિટિડી માટે ડેઈલી 3GB ડેટા+ 48 GB બોનસ ડેટા મળી રહ્યો છે. આ પ્લાનની સાથે તમામ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલિંગ સિવાય દરરોજ 100 SMS પણ મળશે.

819 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં કંપની દરરોજ 2GB ડેટા ઓફર કરી રહી છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક માટે અનલિમિટેડ કોલિંગ આપવામાં આવી રહ્યું છે. તેમાં દરરોજ 100 ફ્રી SMS પણ ઓફર કરવામાં આવી રહ્યા છે. પ્લાનમાં મળતા અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં વોડાફોન પ્લે અને zee5નું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.