• Gujarati News
  • Utility
  • This Is The Process Of Linking UPI With Credit Cards, 3 Banks Have Started The Facility

હવે ક્રેડિટકાર્ડથી પણ કરી શકાશે UPI પેમેન્ટ:UPIને ક્રેડિટકાર્ડ સાથે લિંક કરવાની આ રહી પ્રોસેસ, 3 બેંકે સુવિધા શરૂ કરી

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના બાદ ઓનલાઇન પેમેન્ટનું ચલણ વધ્યું છે. લોકો હવે અનેક UPIનો ઉપયોગ કરી રહ્યા છે. અત્યારસુધી ફ્કત ડેબિટકાર્ડથી જ UPIનું પેમેન્ટ કરવામાં આવતું હતું, પરંતુ હવે ક્રેડિટકાર્ડથી પણ UPI લિંક કરી શકાશે, જેનાથી ટ્રાન્ઝેકશન કરવાનું વધુ સરળ થશે. ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિ દાસે Rupay ક્રેડિટકાર્ડને UPI નેટવર્ક સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. અત્યારસુધી ફક્ત UPI નેટવર્ક પર ડેબિટકાર્ડ અને એકાઉન્ટ જ લિંક કરવામાં આવતાં હતાં. દેશની ત્રણ બેંક પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન બેંક આ સુવિધા આપી રહી છે.

ઇન્ટરચેન્જ ચાર્જ આપવો પડશે
પંજાબ નેશનલ બેંકના MD અને CEO અતુલ કુમાર ગોયલે જણાવ્યું હતું કે UPI સાથે ક્રેડિટકાર્ડ લિંક કર્યા બાદ UPIથી પેમેન્ટ માટે કોઈપણ પ્રકારનો MDR વસૂલવામાં નહીં આવે, પરંતુ એક નાનો ઇન્ટરચેન્જ ચાર્જ લેવામાં આવશે, પરંતુ હજુ સુધી એ જાણકારી નથી મળી કે કેટલો ચાર્જ વસૂલવામાં આવશે.

UPI લાઇટ સર્વિસ પણ લોન્ચ કરવામાં આવી
તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ UPI Lite સર્વિસ પણ લોન્ચ કરી છે. આ સર્વિસ ઓછી વેલ્યુના ટ્રાન્ઝેક્શન માટે હશે, જે ઓન-ડિવાઇસ વોલેટની મદદથી કામ કરશે. યુપીઆઈ લાઈટની મદદથી ગ્રાહકો ઈન્ટરનેટ વગર પૈસાની ચુકવણી કરી શકશે. યુપી લાઇટ ઇન્ટરનેટ વિના 200 રૂપિયા સુધી ટ્રાન્સફર કરવાની મંજૂરી આપશે. આ ઉપરાંત ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ હેઠળ સરહદ પારના વ્યવહારોની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે.

ગૂગલ પેથી ક્રેડિટ અથવા ડેબિટકાર્ડ દ્વારા પેમેન્ટ કરવાની આ રહી રીત

આ માટે સૌથી પહેલા કાર્ડને UPI એપ સાથે એડ કરવું પડશે. ગૂગલ પે વેબસાઇટ મુજબ, યુઝર્સ એપથી બેંકોનાં ડેબિટ અને ક્રેડિટકાર્ડને એડ કરી શકે છે.

ઓગસ્ટમાં UPI દ્વારા 10.72 લાખ કરોડ રૂપિયાની લેવડ-દેવડ
NPCIના આંકડા મુજબ, UPI દ્વારા ઓગસ્ટમાં 10.72 લાખ કરોડ રૂપિયાની લેવડ-દેવડ કરવામાં આવી છે. આ આંકડા જુલાઈ મહિના કરતાં વધારે છે. જુલાઈમાં 10.63 લાખ કરોડની લેવડ-દેવડ UPI દ્વારા કરવામાં આવી હતી.