તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • This Is How To Get Information About The Nearest Vaccination Center Through WhatsApp. Book Your Slot, Follow These Steps.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:આ રીતે વ્હોટ્સએપનાં માધ્યમથી નજદીકનાં વેક્સિનેશન સેન્ટર વિશે માહિતી મેળવી તમારો સ્લોટ બુક કરો, ફોલો કરો આ સ્ટેપ્સ

12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વ્હોટ્સએપે સરકાર સાથે મેળી ડેવલપ કરેલા ચેટબોટમાં અપડેટ રિલીઝ કરી
 • ચેટબોટ વેક્સિનેશન સેન્ટર સાથે કેટલા સ્લોટ કયા એજ ગ્રુપ માટે ખાલી છે તે પણ જણાવે છે
 • સાથે જ તે વેક્સિનની અપોઈન્ટમેન્ટ બુક કરાવવા માટે રજિસ્ટ્રેશન લિંક પણ સેન્ડ કરે છે

1મેથી દેશમાં 18+નું વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. કોરાના સામેની જંગમાં યુવાનો ઉત્સાહ પૂર્વક વેક્સિનેશનમાં ભાગ લઈ રહ્યા છે. જો તમે પણ 18+ છો અને વેક્સિન લેવા માગો છો પરંતુ તમારા નજદીકના વેક્સિનેશન સેન્ટર અંગે માહિતગાર નથી. તો હવે ફીકર નોટ આ કામ હવે વ્હોટ્સએપ પર માત્ર એક મેસેજ દ્વારા જ કરી શકો છો. વ્હોટ્સએપે કેન્દ્ર સરકાર સાથે મળી લોન્ચ કરેલા કોવિડ ચેટ બોટ પરથી વેક્સિનેશન સેન્ટરની માહિતી મેળવી શકાશે. આ વિશે વ્હોટ્સએપના હેડ વિલે ટ્વીટ કરી માહિતી આપી છે.

આ પહેલાં પણ આ ચેટબોટ સર્વિસ શરૂ જ હતી, હવે તેમાં વેક્સિનેશન સેન્ટરની માહિતી અપડેટ કરવામાં આવી છે. આ ચેટબોટ MyGov કોરોના હેલ્પડેસ્કનું ચેટબોટ છે.

વ્હોટ્સએપ દ્વારા નજદીકના વેક્સિનેશન સેન્ટરની માહિતી મેળવવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો

 • સૌ પ્રથમ તમારા ફોનમાં +919013151515 આ નંબર સેવ કરો.
 • હવે વ્હોટ્સએપ ચેટમાં જઈને Namaste,hello અથવા hi ટાઈપ કરો. ત્યારબાદ ચેટબોટ રિસ્પોન્ડ કરશે.
 • ચેટબોટ તમારો 6 ડિજિટનો પિનકોડ માગશે. તે ટાઈપ કરી એન્ટર આપો.
 • એન્ટર આપ્યા બાદ તમને તમારી નજદીકના વેક્સિનેશન સેન્ટરની માહિતી મળી જશે.
 • તેમાં સરકારી અને પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટરની માહિતી મળશે.
 • સાથે જ કઈ એજ ગ્રુપ માટે કેટલા સ્લોટ ખાલી છે તે પણ જાણી શકાશે.
 • ચેટબોટ અપોઈન્ટમેન્ટ બુક કરાવવા માટે તમને રજિસ્ટ્રેશનની લિંક પણ સેન્ડ કરશે.

જો તમે ચેટબોટ દ્વારા માહિતી મેળવવા માટે વ્હોટ્સએપમાં નંબર સેવ કરવા માગતા નથી તો wa.me/919013151515 આ વેબસાઈટ થ્રુ ડાયરેક્ટ ચેટબોટ સાથે કનેક્ટ થઈ શકો છો. આ ચેટબોટમાં વેક્સિનેશન સેન્ટર સાથે, અપડેટ્સ, ઈમ્યુનિટી વધારવા માટે પ્રોફેશનલ એડવાઈઝ, કોરોના વાઈરસનું જોખમ ઓછું કરવાના ઉપાયો સહિતની માહિતી મેળવી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો