તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • This Is How Customers Of SBI, ICICI Bank, HDFC, Axis Bank And PNB Are Targeted To Avoid Online Fraud.

ઓનલાઈન બેંક ફ્રોડ:SBI, ICICI બેંક, HDFC, એક્સિસ બેંક અને PNBના ગ્રાહકો નિશાના પર, ઓનલાઈન ફ્રોડથી આ રીતે બચવું

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમારું અકાઉન્ટ SBI, ICICI બેંક, HDFC, એક્સિસ બેંક, PNB બેંકમાં છે તો અલર્ટ થઈ જાવ
  • સાયબર અપરાધી ગ્રાહકોને ઈન્કમ ટેક્સની લિંક મોકલી રહ્યા છે

SBI, ICICI બેંક, HDFC, એક્સિસ બેંક, PNB બેંકના ગ્રાહકો માટે જરૂરી માહિતી છે. જો તમારું અકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ICICI બેંક, HDFC બેંક, એક્સિસ બેંક અને પંજાબ નેશનલ બેંક (PNB)માંથી કોઈપણ એક બેંકમાં છે તો તમારે અલર્ટ થવાની જરૂર છે. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આ બેંકોના ગ્રાહકો પર ઓનલાઈન ચોરી એટલે કે સાયબર ફ્રોડ કરનાર લોકોની નજર છે. રિપોર્ટના અનુસાર, આ પાંચ બેંકોના ગ્રાહકોની ખાનગી જાણકારી ચોરી કરવા માટે ગુનેગારો તેમને લાલચ આપીને આકર્ષિત કરી રહ્યા છે.

SBI, ICICI બેંક, HDFC, એક્સિસ બેંક અને PNBના ગ્રાહકો નિશાના પર
નવી દિલ્હી સ્થિતિ થિંક ટેક સાયબરપીસ ફાઉન્ડેશનની તરફથી સાયબર સિક્યોરિટી કંપની ઓટોબોટ ઈન્ફોસેકની સાથે મળીને કરવામાં આવેલી તપાસમાં તેનો ખુલાસો કરવામાં આવ્યો. તેમાં જણાવવામાં આવ્યું છે કે, સાયબર અપરાધીઓ લોકોને એવું કહી રહ્યા છે કે જો તેમને ઈન્કમ ટેક્સ ભરવાનો છે તો એક એપ્લિકેશન મોકલો, આ મેસેજને એક લિંકની સાથે મોકલવામાં આવી રહ્યો છે, આ લિંક પર ક્લિક કરતાં જ એક નવું પેજ ઓપન થાય છે જે એકમદ ઈન્કમ ટેક્સની અસલી વેબસાઈટ જેવું દેખાય છે. ​​​​​​​

ખાનગી અને બેંકિંગ જાણકારીની ચોરી કરી રહ્યા છે અપરાધીઓ
રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, આ લિંક અમેરિકા અને ફ્રાન્સથી ઓપરેટ થઈ રહી છે. જેનાથી સાયબર અપરાધી લોકોની ખાનગી અને બેંકિંગ જાણકારીની ચોરી કરી રહ્યા છે, તેનાથી લોકોને આર્થિક નુકસાન થવાની આશંકા છે. આ સંપૂર્ણ પ્રોસેસમાં 'http' પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ન કે સિક્યોર 'https'નો. લોકોને લિંક મોકલીને ગૂગલ પ્લે સ્ટોરના બદલે કોઈ થર્ડ પાર્ટી સોર્સમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. લોકોને SMS દ્વારા આ લિંક મોકલવામાં આવી છે. ​​​​​​​

લોકોને SMS દ્વારા લિંક મોકલવામાં આવી રહી છે
સાયબર અપરાધી ગ્રાહકોને ઈન્કમ ટેક્સની લિંક મોકલે છે. આ લિંકને ક્લિક કરતા જ એક નવું પેજ ઓપન થઈ જાય છે તે એકમદ ઈન્કમ ટેક્સ e-filing વેબસાઈટ જેવું દેખાય છે. દરેક કલરના બટન જેના પર લખેલું હોય છે, 'Proceed to the verification steps'ને ક્લિક કરતા જ તે તમારી પાસેથી ઘણી જાણકારીઓ માગે છે. આ જાણકારીઓમાં ગ્રાહકોનું પૂરું નામ, PAN, આધાર નંબર, સરનામું, પિન કોડ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈ-મેલ, લિંગ, બેંકિંગની જાણકારી જેવી કે અકાઉન્ટ નંબર, IFSC કોડ, કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ, CVV, CVC અને કાર્ડ પિચ. આ પ્રક્રિયા બાદ તમારા ખાતામાંથી બધી રકમ ગાયબ થઈ જશે. ​​​​​​​
સરકાર DIU લાવવાની તૈયારીમાં
વધતા જતા સાયબર ગુનાને ધ્યાનમાં રાખતા ઓનલાઈન ફ્રોડ પર સરકાક કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. સરકાર ડિજિટલ ઇન્ટેલિજન્સ યુનિટ (DIU) લાવવાની તૈયારીમાં છે, IT મંત્રાલય આ યોજના પર કામ કરી રહ્યું છે. ડિજિટલ ઈન્ટેલિજન્સ યુનિટ પોલીસ, સાયબર સેલ અને બેંકોની સાથે મળીને કામ કરશે. DIU પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર અને ટેલિકોમ ઓપરેટરની સાથે મળીને પણ કામ કરશે.

ઓનલાઈન ફ્રોડથી આ રીતે બચવું
ડિજિટલ બેંકિંગ વ્યવસ્થાએ વસ્તુઓને સરળ કરવાની સાથે જોખમ પણ ઊભું કર્યું છે. સાયબર ક્રાઈમથી બચવા માટે તમારે કેટલીક સાવધાની રાખવી જોઈએ. જેમ કે...
ક્યારે પણ કોઈની સાથે તમારો OTP શેર ન કરવો.

જો તમને કોઈ એવો SMS આવે છે જેમાં કોઈ લિંક આપવામાં આવેલી હોય છે તો તેને ક્યારેય ઓપન ન કરવી. ઓનલાઈન ફ્રોડ કરનારા હંમેશાં SMS મોકલે છે, જેમાં એક લિંક હોય છે. આ લિંકને ક્લિક કરતા જ તમે ઓનલાઈન ફ્રોડનો શિકાર થઈ જશો.

QR કોડ દ્વારા પણ ફ્રોડને અંજામ આપવામાં આવે છે. તેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં QR કોડને સ્કેન કરતા પહેલા એ જોઈ લેવું કે પૈસા તમારા અકાઉન્ટમાંથી જઈ રહ્યા છે કે આવી રહ્યા છે. આવા ફ્રોડ સામાન્ય રીતે OLX પર વધારે જોવા મળે છે.

હંમેશાં મોટી અને સારી વેબસાઈટ પરથી જ ઓનલાઈન શોપિંગ કરો. કોઈપણ અજાણી સાઈટ પરથી શોપિંગ ન કરો. આવી વેબસાઈટ પર વસ્તુ સસ્તી બતાવીને ફ્રોડ કરે છે. ફ્રોડ બાદ આવી કંપનીઓનો સંપર્ક કરવો પણ મુશ્કેલ હોય છે.

તમારા ATMનો પાસવર્ડ કોઈની સાથે શેર ન કરો.

અન્ય સમાચારો પણ છે...