• Gujarati News
  • Utility
  • This Enterprising Young Man From Gujarat Understands The Importance Of E commerce, His Business Grows With Flipkart

ફીચર આર્ટિકલ:ગુજરાતના આ ઉદ્યમી યુવાને સમજ્યું ઈ-કોમર્સનું મહત્ત્વ, ફ્લિપકાર્ટ સાથે તેના બિઝનેસનો ગ્રોથ થયો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના સુરતમાં રહેતા બિઝનેસમેન હિરેન લાઠિયાએ ઘણા સમય પહેલાં સમજી લીધું હતું કે ઈ-કોમર્સમાં જ ભવિષ્ય છે. 24 વર્ષની ઉંમરમાં હિરેન લાઠિયાએ પોતાના ઈન્ડિયન વેર ફેશન એપરલ બ્રાન્ડ Leemboodiનાં માધ્યમથી ઈ કોમર્સ પ્લેટફોર્મ પર પોતાનું લક ટ્રાય કર્યું. 6 વર્ષની અંદર તેની ફેશન બ્રાન્ડ પ્રગતિના શિખર સર કરી ગઈ. 2020માં ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલમાં માત્ર 7 દિવસની અંદર તેણે 1 કરોડ રૂપિયાનો માલ વેચ્યો. વાર્ષિક આધાર કરતાં આ વેચાણ 2થી 2.5ગણું વધારે હતું. દર વર્ષે આ વૃદ્ધિ દરથી જ તેમનો બિઝનેસ ગ્રોથ કરી રહ્યો છે. હિરેને જણાવ્યું કે ફ્લિપકાર્ટે તેને વધારે મહત્ત્વકાંક્ષી અને ભવિષ્ય માટે આશાવાદી બનાવ્યો.

હિરેન તેની કંપની Leemboodiને યંગસ્ટર્સની કંપની માને છે. તેની કંપનીમાં કામ કરતાં કર્મચારીઓની સરેરાશ ઉંમર 28 વર્ષની છે. હિરેનની ઉંમર 31 વર્ષની છે. આજે તેની કંપનીમાં 100 લોકો કામ કરે છે.

2014માં આન્ત્રપ્રેન્યોર બનવાનું નક્કી કર્યું
હિરેને 2014માં MBAનો અભ્યાસ કર્યા બાદ નક્કી કર્યું કે તેને નોકરી નથી કરવી પણ આન્ત્રપ્રેન્યોર બની બીજા લોકોને નોકરી આપવી છે. તે સમયે તે ફાઈનાન્શિયલ એડવાઈઝર તરીકે કામ કરતો હતો ત્યારે તેણે ટેક્સટાઈલ સેક્ટરમાં રુચિ જાગી. ત્યારે જ હિરેનને એથનિક વેર બ્રાન્ડ Leemboodi લોન્ચ કરવાનો વિચાર આવ્યો.

3 મહિનામાં 100+ ઓર્ડર મળ્યા
ફ્લિપકાર્ટ પર લોન્ચિંગ બાદ Leemboodiને સક્સેસ મળવા લાગી. 3 મહિનાની અંદર તેને 100+ ઓર્ડર મળ્યા. હિરેન માને છે કે તેની કંપનીની સફળતા પાછળ ફ્લિપકાર્ટની ટીમનું મોટું યોગદાન છે. ફ્લિપકાર્ટના માર્કેટ એનાલિસિસને કારણે હિરેન પોતાની સ્ટ્રેટેજી બદલી શક્યો. ફ્લિપકાર્ટ તેના સેલર્સનો બિઝનેસ વધારવા માટે મદદ કરે છે.

હિરેન જણાવે છે કે ફ્લિપકાર્ટે Leemboodiની સફળતા પાછળ ફ્લિપકાર્ટની ઘણી મદદ મળી છે. હિરેને એક સિંગલ ટેબલ સાથે બિઝનેસ શરૂ કર્યો હતો આજે તેની પાસે 30 હજાર સ્ક્વેરફૂટનું વેરહાઉસ છે. ફ્લિપકાર્ટના વેરહાઉસમાં પણ હિરેનની પ્રોડ્ક્ટસનો સ્ટોક રહે છે. ગુજરાત જ નહિ હિરેનની કંપનીને દેશભરમાંથી ઓર્ડર મળે છે.

ઓનલાઈન વેપારનો ફાયદો
હિરેન જણાવે છે કે ઈ કોમર્સ પ્લેટફોર્મ સાથે વેપાર કરવાનો ફાયદો એ છે કે તમારા બિઝનેસમાં ઉધાર રહેતો નથી તમને તમારી પ્રોડક્ટના પૈસા સમયસર મળી જાય છે. ઓનલાઈનમાં બિઝનેસ રોકડથી થાય છે.

હિરેન પોતાના કરિયર યાત્રા વિશે જણાવે છે કે કોલેજના દિવસોમાં જો મને સવાલ પૂછવામાં આવતો કે 10 વર્ષ પછી હું પોતાની જાતને ક્યાં જોઉં છું તો મારો જવાબ હતો કે, હું એક વિશાળ બિઝનેસનો ઓનર હોઉ જ્યાં 100થી વધારે લોકો કામ કરતા હોય. આજે ફ્લિપકાર્ટની મદદથી આ સપનું હું હકીકતમાં જીવી રહ્યો છું.

અન્ય સમાચારો પણ છે...