• Gujarati News
  • Utility
  • This Disease With Bread Peat Can Also Happen To You, It Is Difficult To Remember And Cure Even If The Face Does Not Remain

સિગરેટ પીનારાં લોકો સાવધાન!:બ્રેડ પીટવાળી આ બીમારી તમને પણ થઈ શકે છે, ચહેરાં નથી રહેતાં યાદ અને ઈલાજ પણ મુશ્કેલ છે

3 મહિનો પહેલા

જો તમે કોઈનો ચહેરો જ ના ઓળખી શકો, તો આ સ્થિતિને તમે શું કહેશો? વધારે મગજ પર જોર ના આપો, આ સ્થિતિ અને તેની સાથે જોડાયેલી ગંભીર બીમારી વિશે આપણે અહીં વિગતવાર માહિતી મેળવીશું. ખરેખર, તે એક પ્રકારનો રોગ છે, જેને ‘ફેસ બ્લાઈન્ડનેસ’ અથવા ‘પ્રોસોપેગ્નોસિયા’ કહેવામાં આવે છે. તાજેતરમાં જ આ 2 સેલેબ્સે 'ફેસ બ્લાઇન્ડનેસ' વિશે વાત કરી છે.

  • હોલીવુડ અભિનેતા બ્રૅડ પિટ લોકોનાં ચહેરાં ઓળખી શકતાં નથી અથવા તો એમ કહીએ કે યાદ રાખી શકતાં. તેમણે એક ઈન્ટરવ્યૂમાં આ જાણકારી આપી હતી.
  • શાહિદ કપૂર સાથે ફિલ્મ ‘ઈશ્ક વિશ્ક’થી બોલીવૂડ ફિલ્મજગતમાં ડેબ્યુ કરનારી અભિનેત્રી શહેનાઝ ટ્રેઝરીવાલાને પણ આ જ બીમારી છે. તેમણે સોશિયલ મીડિયા પર પણ આ અંગે માહિતી આપી હતી.

ઘણાં લોકો એવાં હોય છે, કે જેમને બીજાનાં ચહેરાં યાદ નથી હોતાં અથવા કોઈને ઓળખવામાં તકલીફ પડતી હોય છે. શું તે બધાને આ રોગ છે? કેવી છે આ બીમારી? તેને ઠીક કરવાની રીત શું છે? ચાલો સમજીએ -
પ્રશ્ન: ફેસ બ્લાઇન્ડનેસ એટલે શું?
જવાબ:
અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર એન્ડ સ્ટ્રોક્સ અનુસાર ફેસ બ્લાઈન્ડનેસ એક પ્રકારનો ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. આવામાં જ્યારે તમે કોઈ નવા વ્યક્તિને મળો ત્યારે તેમનાં વાળ કે ચહેરાંને બદલે કંઈક ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરો.

પ્રશ્ન: કઈ ઉંમરનાં લોકોમાં આ બીમારી ફેલાવવાની સંભાવના વધુ પડતી હોય છે?
જવાબ:
ન્યુરોલોજિસ્ટ ડૉ. કિશન રાજના જણાવ્યા મુજબ...

  • મોટાભાગનાં લોકો 50 વર્ષ પછી બ્રેઈન હેમરેજ અને સ્ટ્રોક જેવી બીમારીઓનો શિકાર બને છે. જેના કારણે આ ઉંમરના લોકોને ‘ફેસ બ્લાઇન્ડનેસ’ થવાની સંભાવના વધુ પડતી રહે છે.
  • હાઈ બ્લડપ્રેશર, સિગરેટ પીતાં લોકો, સુગરના દર્દીઓને પણ ‘ફેસ બ્લાઇન્ડનેસ’ થવાનું જોખમ વધારે પડતું રહે છે.
  • ટ્યુમરના દર્દીને પણ આ બીમારી થવાની સંભાવના બની રહે છે.

તમને ‘ફેસ બ્લાઇન્ડનેસ’ની સમસ્યા છે કે નહીં તે તમે કેવી રીતે ઓળખી શકો છો.

‘ફેસ બ્લાઇન્ડનેસ’ સાથે જોડાયેલી અમુક સામાન્ય વાતો સમજીએ ​
ન્યૂયોર્કના લેનૉક્સ હોસ્પિટલનાં ન્યૂરોલૉજિસ્ટ ડૉ. સલમાન અઝહર મુજબ....
‘ફેસ બ્લાઇન્ડનેસ’નાં બે પ્રકાર છે
1. ડેવેલોપ ફેસ બ્લાઈન્ડનેસ
2. એક ઉંમર પછી થનાર ફેસ બ્લાઈન્ડનેસ

1. ડેવલોપ ફેસ બ્લાઈન્ડનેસ
આ પ્રકારમાં એવાં લોકોનો સમાવેશ થાય છે કે, જે બાળપણથી આ બીમારીથી પીડાતાં હોય

2. એક ઉંમર પછી થનાર ફેસ બ્લાઈન્ડનેસ
ફેસ બ્લાઈન્ડનેસના આ પ્રકારમાં વ્યક્તિ બાળપણથી આ બીમારીનો શિકાર હોતો નથી પણ એક ઉંમર પછી આ બીમારીનો શિકાર બને છે. જો કોઈ વ્યક્તિને બ્રેન ટ્યુમર, સ્ટ્રોક કે પછી અલ્ઝાઈમરની સમસ્યા હોય તો તે વ્યક્તિને આ બીમારી થવાની સંભાવના વધુ પડતી રહે છે.

ડૉ. અઝહરના મત મુજબ, બ્રેડ પીટને ડેવલોપ ફેસ બ્લાઈન્ડનેસ છે એટલે કે તેને બાળપણથી જ આ બીમારી છે.

  • ‘પ્રોસોપેગ્નોસિયા’ એ ગ્રીક શબ્દ છે. આમાં ‘પ્રોસોપૉન’નો અર્થ થાય છે ચહેરો અને ‘એગ્નોસિયા’નો અર્થ થાય છે ‘ઓળખવામાં તકલીફ પડવી.’
  • મગજનાં ‘ફ્યુઝિફોર્મ ગાયરસ’ કે જે આપણી ‘વિઝન’ની કાર્યક્ષમતામાં એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, તેમાં જો કોઈ પ્રકારની સમસ્યા થાય અથવા ઈજા પહોંચે તો તેના કારણે ‘પ્રોસોપેગ્નોશિયા’ થવાની શક્યતા રહે છે.
  • આ બીમારીમાં મગજનો ‘ટેમ્પોરલ લોબ’ નામનો એક ભાગ પણ પ્રભાવિત થાય છે, જે ચહેરાંઓને યાદ રાખે છે.