તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • This Company Has Recruited 300 Posts Of Administrative Officer, The Process Of Online Application Will Start From 1st September 2021

સરકારી નોકરી:ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની 300 જગ્યા પર ભરતી જાહેર કરી, 1 સપ્ટેમ્બરથી અપ્લાય કરી શકશો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારની ઉંમર 21 વર્ષથી 30 વર્ષ હોવી જોઈએ
  • ઓનલાઈન અરજી કરવાની લાસ્ટ ડેટ 21 સપ્ટેમ્બર 2021 છે

ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ તરફથી નોકરી શોધી રહેલા ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ માટે સારા સમાચાર છે. આ કંપનીએ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની 300 જગ્યા પર ભરતી જાહેર કરી છે. તેની ઓનલાઈન પ્રોસેસ 1 સપ્ટેમ્બર, 2021થી શરુ થઈ જશે. આ નોકરી માટે ઉમેદવારોએ ફેઝ 1 અને 2ની પરીક્ષા પાસ કરવી પડશે.

શૈક્ષણિક યોગ્યતા અને ઉંમર
કોઈ પણ માન્ય ઇન્સ્ટિટ્યુમાંથી 60% માર્ક્સ સાથે બેચલર કે માસ્ટર ડિગ્રી મેળવી ચૂકેલા કેન્ડિડેટ્સ આ જગ્યા માટે અપ્લાય કરી શકે છે. ઉમેદવારની ઉંમર 21 વર્ષથી 30 વર્ષ હોવી જોઈએ. રિઝર્વ કેટેગરીના ઉમેદવારને ઉંમરમાં નિયમ પ્રમાણે છૂટ મળશે.

ફી ભરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર
એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની આ જગ્યા પર અપ્લાય કરવાની પોસેસ 1 સપ્ટેમ્બર 2021થી શરુ થઈ જશે. ઓનલાઈન અરજી કરવાની લાસ્ટ ડેટ 21 સપ્ટેમ્બર 2021 છે. ફી ભરવાની છેલ્લી તારીખ પણ 21 સપ્ટેમ્બર છે. હજુ સુધી કંપનીએ એક્ઝામની તારીખની જાહેરાત કરી નથી.

એપ્લિકેશન પ્રોસેસ ઓનલાઈન છે
જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારે 600 રૂપિયા ફી ભરવાની રહેશે. SC, ST અને દિવ્યાંગ માટે 100 રૂપિયા ફી નક્કી કરી છે. આ ફી ઓનલાઈન ભરવાની રહેશે.

અપ્લાય કરવાની પ્રોસેસ જાણો
યોગ્ય કેન્ડિડેટ્સ અપ્લાય કરવા માટે ન્યૂ ઈન્ડિયા એન્શ્યોરન્સ કંપની લિમિટેડની ઓફિશિયલ વેબસાઈટ www.newindia.co.in પર જઈ શકે છે. અહીં તમને આ ભરતીની નોટિફિકેશન મળશે. ભરતી સાથે જોડાયેલી દરેક જાણકારી મેળવી શકો છો.