• Gujarati News
  • Utility
  • These Services Of ICICI Bank Will Now Be More Expensive After SBI, Rules Are Changing From 1st August, Know Full Details

બેંકિંગ:SBI બાદ હવે ICICI બેંકની આ સેવાઓ મોંધી થશે, 1 ઓગસ્ટથી નિયમો બદલાઈ રહ્યા છે, જાણો સંપૂર્ણ માહિતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ICICI બેંક 1 ઓગસ્ટથી પોતાના નિયમમાં ફેરફાર કરવા જઈ રહી છે. SBI બાદ હવે ICICI બેંકની સેવાઓ મોંઘી થઈ રહી છે. 1 ઓગસ્ટથી બેંકના ATMમાંથી પૈસા ઉપાડવાનું, કેશ વિડ્રોઅલ મોંઘું થઈ જશે. સાથે ચેકબુકના નિયમોમાં ફેરફાર થવાનો છે. ICICI બેંક તેના ગ્રાહકોને 4 ફ્રી ટ્રાન્ઝેક્શન સર્સિવ આપે છે. 4 વખત પૈસા ઉપાડ્યા બાદ તમારે ચાર્જ આપવો પડશે. જાણો 1 ઓગસ્ટથી કયા નિયમ બદલાઈ રહ્યા છે.

ચાર્જ આપવો પડશે

  • ઓગસ્ટથી ICICI બેંકના ગ્રાહકો પોતાની હોમ બ્રાંચમાંથી એક દિવસમાં એક લાખ રૂપિયા ઉપાડી શકે છે.
  • તેનાથી વધારે ઉપાડવા પર 5 રૂપિયા પ્રતિ 1,000 પર આપવા પડશે.
  • હોમ બ્રાંચ સિવાય બીજી બ્રાંચમાંથી પ્રતિ દિવસ 25,000 રૂપિયા સુધી કેશ ઉપાડવા પર ચાર્જ નહીં લાગે.
  • ત્યારબાદ 1000 રૂપિયા ઉપાડવા પર 5 રૂપિયા આપવા પડશે.

ચેકબુક પર કેટલો ચાર્જ લાગશે

  • 25 પેજની ચેકબુક ફ્રી હશે.
  • ત્યારબાદ તમારે 10 પેજની ચેકબુક માટે 20 રૂપિયા આપવા પડશે.

ATM ઈન્ટરચેન્જ ટ્રાન્ઝેક્શન

  • બેંકની વેબસાઈટના અનુસાર, ATM ઈન્ટરચેન્જ ટ્રાન્ઝેક્શન પર પણ ચાર્જ લાગશે.
  • એક મહિનામાં 6 મેટ્રો લોકેશન પર પહેલા 3 ટ્રાન્ઝેક્શન ફ્રી રહેશે.
  • એક મહિનામાં અન્ય તમામ જગ્યા પર પ્રથમ 5 ટ્રાન્ઝેક્શન ફ્રી રહેશે.
  • 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન અને નોન-ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન દીઠ 8.50 રૂપિયા ચાર્જ લાગશે. ​​​​​​​

બેંકિંગ ફોર્ડથી બચવું
તે ઉપરાંત બેંકિંગ ફ્રોડના કારણે બેંકની ચિંતા વધી ગઈ છે. બેંક તેને લઈને ગ્રાહકોને સતત સાવધાન કરી રહી છે. ICICI બેંકે પોતાના ગ્રાહકોને કહ્યું કે, મોબાઈલ બેંકિંગનો ઉપયોગ કરતાં સમયે લાંબા સમય સુધી તમારા ફોનમાં સિગ્નલ ન આવતું હોય તો મોબાઈલ નેટવર્ક ઓપરેટને ફોન કરો. અજાણ્યા મેસેજ અથવા અનનોન અલર્ટ આવવા પર પણ સાવધાન રહેવું જરૂરી છે.