કોરોનાકાળમાં ઉત્પન્ન થયેલી આર્થિક મંદીએ આખી દુનિયામાં લેબર માર્કેટમાં રહેલી અસમાનતાને વેગ આપ્યો છે. ગ્લોબલ લેવલ પર વર્કર્સને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઈન્ટરનેશનલ લેબલ ઓર્ગેનાઈઝેશનના ડેટા પ્રમાણે, 2020માં જૂન મહિનામાં બેરોજગારીના વાસ્તવિક દરમાં 6.6%નો ઉછાળો આવ્યો છે. મહામારી પછી ઘણી ઈન્ડસ્ટ્રીઝ અને બિઝનેસે ટ્રેન્ડ અનેક રીતે બદલી નાખ્યો છે. તેથી આવનારા સમયમાં કરિયર માટે વિદ્યાર્થીઓએ ચોઈસનું વિશ્લેષણ કરવું જરૂરી બને છે. તેથી વિદ્યાર્થીએ પહેલાં એવા સેક્ટર્સની ઓળખ કરવી પડશે જેમાં મહામારીમાં જોબ ઓપોર્ચ્યુનિટી ઉત્પન્ન કરી છે અને ભવિષ્યમાં માગ રહેવાની આશા છે.
ફાર્માસ્યુટિકલ સેક્ટર
ભારતીય ફાર્મા સેક્ટર દુનિયાનું ત્રીજું સૌથી મોટું સેક્ટર છે અને 1 મિલિયનથી વધારે લોકોને ડાયરેક્ટ જોબ મળી રહી છે. આ સેક્ટરમાં R&D, પ્રોડક્શન એન્ડ ક્વૉલિટી કન્ટ્રોલ, પ્રોડક્ટ સ્પેશ્યાલિસ્ટ, ક્લિનિકલ રિસર્ચ, સેલ સાયન્સ રાઈટર્સ જેવા ક્ષેત્રમાં કરિયરના અવસર ઉપલબ્ધ છે. તેના માટે હાર્ડ એન્ડ સોફ્ટ સ્કિલ્સ હોવી જરૂરી છે.
ડેટા એનાલિટિક્સ
મહામારી બાદ ડેટાનો ઉપયોગ નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યાો છે. OTT પ્લેટફોર્મથી લઈને સ્માર્ટ ગેજેટ્સ સુધી ડેટાની માગ છે. ઈન્શ્યોરન્સ સેક્ટરથી લઈને ટેક્નોલોજી, બેંકિંગ અને ઈન્ડસ્ટ્રીઝમાં પણ તેની ડિમાન્ડ છે. ફેસબુક, ગૂગલ, માઈક્રોસોફ્ટ, એનવીડિયા, જેપી મોર્ગન ચેઝ, હોર્ટફોર્ટ ઈન્શ્યોરન્સ જેવી ઘણી કંપનીઓ હાયર કરી રહી છે.
ડિજિટલ માર્કેટિંગ
સત્ય નડેલાના જણાવ્યા પ્રમાણે, મહામારી દરમિયાન માઈક્રોસોફ્ટે 2 મહિનામાં ડિજિટલ સ્પેસમાં એટલો ફેરફાર અનુભવ્યો કે જેટલો સામાન્ય રીતે 2 વર્ષમાં થાય છે. તેમાં રિમોટ ટીમ્સથી લઈને ડિસ્ટન્સ કોલાબરેશન અને માર્કેટિંગ અકાઉન્ટ મેનેજમેન્ટ સુધી ફેરફાર જોવા મળ્યા છે. જ્યાં કોવિડ પહેલાં ઓનલાઈન ખરીદી કરનારાઓની સંખ્યા 40થી 50% હતી. તે હવી ઘટીને 25% થઈ છે.
IT સેક્ટર
કોરોના પછી બિઝનેસ મોટા પાયે ડિજિટલાઈઝેશન અને ઓન ક્લાઉડ સર્વિસિસને અપનાવતા થયા છે. ક્લાઉડ સિક્યોરિટીની માગમાં 13% સુધી વૃદ્ધિ થઈ શકે છે. ઈન્ટરનેટનો ઉપયોગ વધવાની સાથે IOT એન્જિનિયર અને IOT આર્કિટેક્ટની માગ 9.6% વધશે. તો IOTની માગ 8.1% વધશે.
કોરોનાથી ઈન્ડસ્ટ્રી પર શું અસર થઈ અને કયા સેક્ટરમાં ગ્રોથ રહેશે
મહામારીએ ઈન્ડસ્ટ્રીમાં ડિસેપ્શન લાવ્યું. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના રિપોર્ટ પ્રમાણે, 50% પોતાના કામના ઓટોમેશનમાં તેજી લાવશે. તો 80% વધારે એમ્પ્લોયર્સ પોતાના વર્ક પ્રોસેસમાં ડિજિટલાઈઝેશનનું વિસ્તૃતીકરણ કરવા માટે તૈયાર છે. 83% રિમોટ વર્કને વેગ આપશે. આ ફેક્ટર્સને લીધે જે જોબ જતી રહી હશે તે પરત નહિ ફરે અને ફરશે તો પણ નવી સ્કિલ્સની આવશ્યકતા રહેશે.
સૌથી વધારે પ્રભાવિત ફેક્ટર્સ
RBIના રિપોર્ટ પ્રમાણે, મહામારીમાં સૌથી પ્રભાવિત થનારા સેક્ટર્સમાં એવિએશન, ઓટોમોબાઈલ, કન્સ્ટ્રક્શન, MSME, ટૂરિઝ્મ અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્ર સામેલ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.