• Gujarati News
  • Utility
  • These Banks Offer More Than 7% Interest On Tax Saving FDs To Senior Citizens, Who Will Get The Benefit Of Tax Exemption Along With Good Returns.

રોકાણ:આ બેંકો સિનિયર સિટીઝનને ટેક્સ સેવિંગ FD પર 7%થી વધુ વ્યાજ આપે છે, સારા વળતરની સાથે ટેક્સ છૂટનો લાભ મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યસ બેંક ટેક્સ સેવિંગ FD પર સિનિયર સિટીઝનને 7.25% વ્યાજ આપે છે
  • 5 વર્ષની FDમાં રોકાણ કરવા પર 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટનો લાભ લઈ શકાય છે

ટેક્સ સેવિંગ માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) સારો ઓપ્શન છે. 5 વર્ષની FDમાં રોકાણ કરવા પર આવકવેરા કાયદાની સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટનો લાભ મેળવી શકો છો. આવી સ્થિતિમાં જો તમે સિનિયર સિટીઝન છો અથવા તમે તમારા માતા-પિતા માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો અમે તમને કેટલીક એવી બેંકો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં રોકાણ કરવા પર તમને ટેક્સ સેવિંગ FD પર 7 ટકાથી વધુ વ્યાજ મળશે.

IDFC ફર્સ્ટ બેંક
અહીં ટેક્સ સેવિંગ FD પર વરિષ્ઠ નાગરિકોને 7.25% વ્યાજ મળે છે. એટલે જો તમે આ બેંકમાં 5 વર્ષ માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને 141,901 રૂપિયા મળશે.

યસ બેંક
આ બેંક ટેક્સ-સેવિંગ FD પર વરિષ્ઠ નાગરિકોને 7.25% વ્યાજ આપે છે. આ બેંકમાં 5 વર્ષ માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કરવા પર તમને 141,901 રૂપિયા મળશે.

ઈન્ડસઇન્ડ બેંક
તેમાં પણ 5 વર્ષની FD પર 7.25% વ્યાજ મળે છે. એટલે જો તમે આ બેંકમાં 5 વર્ષ માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને 141,901 રૂપિયા મળશે.

RBL બેંક
આ બેંક પણ ટેક્સ-સેવિંગ FD પર વરિષ્ઠ નાગરિકોને 7.25% આપે છે. આ બેંકમાં 5 વર્ષ માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કરવા પર તમને 141,901 રૂપિયા મળશે.

AU સ્મોલ ફાઇનાન્સ બેંક
આ બેંક ટેક્સ-સેવિંગ FD પર વરિષ્ઠ નાગરિકોને 7% વ્યાજ આપી રહી છે. એટલે કે જો તમે આ બેંકમાં 5 વર્ષ માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને 140,255 રૂપિયા મળશે.

શું છે સેક્શન 80C?
આવકવેરા અધિનિયમની કલમ 80C હકીકતમાં ઈન્કમ ટેક્સ કાયદો, 1961નો ભાગ છે. તેમાં રોકાણ માધ્યમોનો ઉલ્લેખ છે, જેમાં રોકાણ કરીને આવકવેરામાં છૂટનો દાવો કરી શકાય છે. ઘણા લોકો નાણાકીય વર્ષના અંત પહેલા ટેક્સ બચાવવા માટે રોકાણ કરવાનું શરૂ કરે છે.

અન્ય સમાચારો પણ છે...