તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • These Are The Top Stocks That Have Given Up To 90% Profit From The Previous Samvat So Far, Earn In This Samvat

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્સનલ ફાઈનાન્સ:આ તે ટોપના શેરો છે જેને અગાઉના સંવતથી અત્યાર સુધીમાં 90% સુધીનો નફો આપ્યો છે, આ સંવતમાં કરો કમાણી

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શેર માર્કેટમાં દર વર્ષે FD અને મ્યુચ્યુઅલ ફંડ જેવા રોકાણોની તુલનામાં સારું રિટર્ન મળે છે
  • જો કે, તમારે શેરબજારમાં સીધા રોકાણ કરવાના જોખમને પણ સમજવું પણ જરૂરી છે

આ દિવાળી સાથે હવે નવું સંવત 2077 શરૂ થશે. જો કે,અગાઉના સંવત 2076 એ રોકાણકારોને માલામાલ કરી દીધા હતા. ખાસ કરીને છેલ્લા એક મહિનામાં માર્કેટે તેજીની સાથે એક નવો રેકોર્ડ બનાવ્યો છે, આવી સ્થિતિમાં રોકાણકારોને 90% સુધીનો ફાયદો થયો છે. અમે તમને જણાવી રહ્યાં છે કે સંવત 2076માં કયા સ્ટોક હતા જેણે સારું રિટર્ન આપ્યું છે.

આ રિટર્ન બેંકો અથવા કોર્પોરેટ FD, મ્યુચ્યુઅલ ફંડ અથવા અન્ય કોઈ સાધનમાં કરવામાં આવેલા રોકાણ કરતા વધારે છે. જો કે, ડાયરેક્ટ રોકાણ કરવાથી તમે જોખમમાં મૂકાઈ શકો છો, પરંતુ તમે કોઈ ફાઈનાન્શિયલ એડવાઈઝર્સ અથવા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરો છો તો તમને ફાયદો થશે.

ફાર્મા શેર ટોપ પર રહ્યા
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના આંકડાના અનુસાર, સંવત 2076માં રિટર્નમાં ટોપ પર ફાર્મા કંપનીના શેર છે. ડિવીઝ લેબ અને ડૉ રેડ્ડીઝ લેબ છે. ડિવીઝે 91% અને ડૉ રેડ્ડીઝે 75%નું રિટર્ન આપ્યું છે. સિપ્લાએ આ જ સમયગાળામાં 61%નું રિટર્ન આપ્યું છે, તો સન ફાર્માએ 21%નું રિટર્ન આપ્યું છે. આ દરમિયાન BSEની વાત કરીએ તો તે 11% વધ્યો છે.

સંવત 2076માં ઉતાર-ચઢાવ રહ્યો
નિષ્ણાતોના જણાવ્યા મુજબ સંવત 2076 માર્કેટમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. જાન્યુઆરીમાં માર્કેટ 42,273 સુધી પહોંચ્યા બાદ કોરોનાનાં કારણે માર્ચમાં 26 હજાર નીચે આવી ગયું હતું. બીજા ક્વાર્ટરમાં સારા પરિણામ અને લિક્વિડિટી સાથે 7 મહિનામાં તેને પોતાનો જૂનો રેકોર્ડ તોડ્યો હતો. હવે તે ઐતહાસિક રીતે ટોપ પર છે. એક અંદાજ મુજબ સંવત 2077માં BSE 47 હજાર સુધી પહોંચી શકે છે.

NSEનું 14 હજારનું લક્ષ્યાંક
આનંદ રાઠી શેર એન્ડ રિસર્ચના ઈક્વિટી રિસર્ચ હેડ નરેન્દ્ર સોલંકીના જણાવ્યા પ્રમાણે, હવે NSE નિફ્ટી અહીંથી 14,000 સુધી પહોંચી શકે છે. આવું આગામી દિવાળી પર અથવા તે પહેલાં થઈ શકે છે. તેઓ હજી પણ ફાર્મા કંપનીઓના શેરમાં તેજીની અપેક્ષા રાખી રહ્યા છે. તેમાં ડૉ. રેડ્ડી લેબના શેર 6 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે. એટલે કે અહીંથી 24%નું રિટર્ન મળી શકે છે.

IT શેરોએ પણ સારું રિટર્ન આપ્યું
આ વર્ષે IT શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. HCL ટેક્નોલોજી, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ટેક મહિન્દ્રા અને વિપ્રો જેવી કંપનીઓના શેરોએ 15થી 47% સુધીનું રિટર્ન આપ્યું છે. જ્યારે ઇન્ફોસીસે 73% રિટર્ન આપ્યું છે. તેના શેર 648થી વધીને 1,120 રૂપિયા પહોંચી ગયા હતા. જો કે, હવે થોડા ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જો કે, તેનું લક્ષ્યાંક બ્રોકરેજ હાઉસ દ્વારા 1205 રૂપિયા રાખવામાં આવ્યું છે.

આ વર્ષે આ શેરોમાં રોકાણ કરવું
આ વર્ષે અત્યારે પણ મોટાભાગના બ્રોકરેજ હાઉસ ICICI બેંક, ભારતી એરટેલમાં રોકાણ કરી રહ્યા છે. બંને સ્ટોક બધાના પસંદગીના છે. તેની સાથે UPL પણ એક પસંદગીનો સ્ટોક છે જેમાં 47%નું રિટર્ન આ વર્ષે મળી શકે છે. ICICI બેંક 503 રૂપિયા સુધી જઈ શકે છે જ્યારે એરટેલ 597 રૂપિયા સુધી જઈ શકે છે. દેશની સૌથી મોટી કંપની રિલાયંસ ઈન્ડસ્ટ્રી લિમિટેડ
(RIL)ની વાત કરીએ તો આ શેરમાં આ વર્ષે 41%નો વધારો થયો છે. ભારતી એરટેલમાં 28% નો વધારો થયો છે. રિલાયંસના શેર નવી ઉંચાઈ બનાવીને આ સમયે 2,000ની નજીક કારોબાર કરી રહ્યા છે.

ટાટા સ્ટીલે 30 ટકા ફાયદો આપ્યો
ટાટા સ્ટીલે 30%નું રિટર્ન આપ્યું છે. JSWના શેરોએ 56% અને હિંડાલકોએ શેરોએ 12%નું રિટર્ન આપ્યું છે. તે ઉપરાંત એશિયન પેઈન્ટ્સ અલ્ટ્રાટેક, હીરો મોટ કોર્પ, નેસ્લે ઈન્ડિયા, HDFC બેંક, ગ્રાસીમ ઇન્ડસ્ટ્રિજ, કોટક મહિન્દ્રા બેંક અને અલ્ટ્રાટેક સિમેન્ટ શેરોએ રોકાણકારોને સારું વળતર આપ્યું છે.

આ શેરોમાં રોકાણકારોને ખોટ થઈ
NTPC, SBI લાઈફ, SBI, ગેલ ઈન્ડિયા, UPL, કોલ ઈન્ડિયા, ઈન્ડસઇન્ડ બેંક, IOC, ONGC, લાર્સન એન્ડ ટૂબ્રો, ITC, BPCL , એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ જેવા સ્ટોકથી રોકાણકારોને નુકસાન થયું છે. જો કે, SBIના શેર તાજેતરમાં 20% વધ્યા છે. તે 233 રૂપિયા સુધી પહોંચી ગયા છે જે થોડા સમય પહેલા 170-180ની રેન્જમાં કારોબાર કરી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો