તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • These Are The 56 day Validity Plans Of Airtel, Jio And Vi, Which Will Have All The Features

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેલિકોમ:આ રહ્યા એરટેલ, જિયો અને Viના 56 દિવસની વેલિડિટીવાળા પ્લાન, તેમાં બધી સુવિધાઓ મળશે

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એરટેલમાં 56 દિવસની વેલિટિડીવાળા 399, 449, 558, અને 599 રૂપિયાના પ્લાન છે
  • જિયોમાં 56 દિવસની વેલિટિડીવાળા 399, 444 અને 598 રૂપિયાના પ્લાન છે

તમામ ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને વિવિધ વેલિટિડીવાળા ઘણા પ્લાન ઓફર કરે છે. તેમાં 56 દિવસની વેલિટિડીવાળા ઘણા પ્લાન પણ સામેલ છે. તેમાં ગ્રાહકોને ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આજે અમે તમને એરટેલ, જિયો અને Vi (આઈડિયા-વોડાફોન)ના પ્રીપેડ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ.

એરટેલના પ્લાન
599 રૂપિયાનો પ્લાન

599 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ કોલની સુવિધા મળશે. તેમાં પ્રતિ દિવસ 100 SMSની સાથે 2GB હાઈ સ્પીડ ડેટાનું એક્સેસ 56 દિવસ માટે મળશે. પ્લાનમાં Disney+Hotstar VIPનું સબસ્ક્રિપ્શન પણ મળશે.

558 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં પણ પ્રતિ દિવસ 3GBનો ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ અને 100 SMSની સુવિધા મળશે. તે ઉપરાંત બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં એરટેલ Xstream પ્રીમિયમ અને Wynk મ્યુઝિકનું સબસ્ક્રિપ્શન ફ્રી મળે છે. ​​​​​​​

449 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં પણ પ્રતિ દિવસ 2GBનો ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ અને 100 SMS મળે છે. બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં એરટેલ Xstream પ્રીમિયમ અને Wynk મ્યુઝિકનું સબસ્ક્રિપ્શન ફ્રી મળે છે​​​​​​​.

399 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં પણ પ્રતિ દિવસ 1GBનો ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ અને 100 SMS મળે છે. બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં એરટેલ Xstream પ્રીમિયમ અને Wynk મ્યુઝિકનું સબસ્ક્રિપ્શન ફ્રી મળે છે​​​​​​​.

જિયોના પ્લાન
598 રૂપિયાનો પ્લાન
જિયોના આ પ્લાનમાં જિયો-ટૂ-જિયો પર અનલિમિટેડ ફ્રી કોલિંગ મળશે તેમજ અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 2000 નોન જિયો મિનિટ મળશે. આ પ્લાનમાં પ્રતિ દિવસ 2GB ડેટા અને 100 SMSની સુવિધા મળશે. તેમાં તમને Disney+ Hotstar VIPનું એક વર્ષ ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે. ​​​​​​​

444 રૂપિયાનો પ્લાન
જિયોના આ પ્લાનમાં જિયો-ટૂ-જિયો પર અનલિમિટેડ ફ્રી કોલિંગ મળશે તેમજ અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 2000 નોન જિયો મિનિટ મળશે. આ પ્લાનમાં પ્રતિ દિવસ 2GB ડેટા અને 100 SMSની સુવિધા મળશે. તે ઉપરાંત આ પ્લાનમાં જિયોની પ્રીમિયમ એપ્સનો ફ્રીમાં ઉપયોગ પણ કરી શકાશે. ​​​​​​​

399 રૂપિયાનો પ્લાન
જિયોના આ પ્લાનમાં જિયો-ટૂ-જિયો પર અનલિમિટેડ ફ્રી કોલિંગ મળશે તેમજ અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 2000 નોન જિયો મિનિટ મળશે. આ પ્લાનમાં પ્રતિ દિવસ 1.5GB ડેટા અને 100 SMS મળશે. તે ઉપરાંત આ પ્લાન્સમાં જિયોની પ્રીમિયમ એપ્સનો ફ્રીમાં ઉપયોગ કરી શકાશે.

Vi (વોડાફોન-આઈડિયા) ના પ્લાન
595 રૂપિયાનો પ્લાન
વોડાફોન આઈડિયાના આ પ્લાનમાં તમને દરરોજ 3GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. પ્લાનમાં દરરોજ 100SMS પણ મળશે. તેમાં તમને Zee5નું વાર્ષિક ફ્રી સબસ્ક્રિપ્શન આપવામાં આવશે.

449 રૂપિયાનો પ્લાન
વોડાફોન આઈડિયાના આ પ્લાનમાં તમને દરરોજ 4GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. પ્લાનમાં દરરોજ 100SMS પણ મળશે.

399 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. પ્લાનમાં દરરોજ 100SMS પણ મળશે.
269 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને કુલ 4GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. પ્લાનમાં તમને કુલ 100SMS પણ મળશે. ઈન્ટરનેટનો ઓછો ઉપયોગ કરતા લોકો માટે આ પ્લાન બેસ્ટ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો