1 સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં ઘણા ફેરફાર થઈ રહ્યા છે. જો તમારું સેવિંગ અકાઉન્ટ પંજાબ નેશનલ બેંકમાં છે તો આવતા મહિનાથી તે અકાઉન્ટમાં જમા રકમ પર ઓછું વ્યાજ મળશે. તે સિવાય EPFO સાથે સંબંધિત નિયમ પણ બદલાઈ જશે. અમે તમને આવા જ 5 ફેરફાર વિશે જણાવી રહ્યા છે જેની અસર તમારા પર પડશે.
પંજાબ નેશનલ બેંકના વ્યાજ દરમાં ફેરફાર
પંજાબ નેશનલ બેંક (PNB)એ સેવિંગ અકાઉન્ટ (બચત ખાતા) પર મળતા વ્યાજમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. પંજાબ નેશનલ બેંકના સેવિંગ અકાઉન્ટમાં ડિપોઝિટ પૈસા પર 1 સપ્ટેમ્બરથી 2.90% વ્યાજ મળશે. અત્યારે બેંક તેના પર 3% વ્યાજ આપી રહી છે.
EPF અકાઉન્ટને આધાર સાથે લિંક કરવું જરૂરી
EPFOએ EPF અકાઉન્ટને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત કર્યું છે. જો તમે 1 સપ્ટેમ્બર પહેલા EPF અકાઉન્ટ અને આધાર નંબરને લિંક નહીં કરાવો તો તમારા ખાતામાં કંપનીની તરફથી આવતું કોન્ટ્રિબ્યુશન અટકાવી દેવામાં આવશે.
તે ઉપરાંત તેનાથી તમને EPF અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવામાં પણ સમસ્યા થઈ શકે છે. જો EPF અકાઉન્ટ હોલ્ડરનું અકાઉન્ટ આધાર સાથે લિંક નથી તો તેઓ EPFOની સર્વિસિસનો ઉપયોગ નહીં કરી શકે.
એક્સિસ બેંકમાં પોઝિટિવ પે સિસ્ટમ લાગુ થશે
એક્સિસ બેંક આવતા મહિનાથી પોઝિટિવ પે સિસ્ટમની શરૂઆત કરશે. તેના અંતર્ગત જો તમે 50 હજાર રૂપિયાથી વધારેનો ચેક જારી કરો છો તો તે ચેક સાથે સંબંધિત કેટલીક જાણકારી ઈલેક્ટ્રોનિક રીતે ચૂકવણી કરનાર બેંકને આપવી પડશે. આ જાણકારી SMS, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકિંગ અથવા ATM દ્વારા આપી શકાય છે.
ચેક જારી કરનાર ચેકની તારીખ, ચૂકવણી પ્રાપ્ત કરનારનું નામ, ચૂકવણી કરવામાં આવેલી રકમ, ચેક નંબર જેવી જાણકારી બેંકને આપવી પડશે.
ડિઝ્ની+હોટસ્ટારનો પ્લાન મોંઘો થશે
OTT પ્લેટફોર્મ ડિઝ્ની+હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન મોંઘું થઈ જશે. યુઝર્સને બેઝ પ્લાન માટે 399 રૂપિયાની જગ્યાએ 499 રૂપિયા આપવા પડશે. તે સિવાય 899 રૂપિયામાં યુઝર્સ બે ફોનમાં એપ ચલાવી શકશે. તે સાથે 1.499 રૂપિયામાં 4 સ્ક્રિન પર આ એપ ચલાવી શકાશે.
ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે
1 સપ્ટેમ્બરથી LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે. દર મહિનાની પહેલી તારીખે સરકારી તેલ કંપનીઓ LPG સિલિન્ડરની નવી કિંમતો નક્કી કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.