• Gujarati News
 • Utility
 • These 5 Diseases Increase The Risk Of Heart Attack In Scorching Heat; Be Alert Immediately If These Symptoms Appear

કામના સમાચાર:કાળઝાળ ગરમીમાં આ 5 બીમારી હાર્ટ-એટેકનું જોખમ વધારે છે; આ લક્ષણો દેખાય તો તરત એલર્ટ થઈ જાઓ

અનુરાગ ગુપ્તાએક વર્ષ પહેલા

બદલાતી સીઝનની અસર લોકો પર દેખાવા લાગી છે. આ વખતે માર્ચ મહિનાના તડકાને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી છે. કાળઝાળ ગરમી અને તડકાને કારણે હૃદયરોગના દર્દીઓની મુશ્કેલી વધી શકે છે, તેથી તેમણે તીવ્ર તડકાથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ.

કામના સમાચારમાં એક્સપર્ટ જણાવી રહ્યા છે કે એ કયાં કયાં લક્ષણો છે, જેને નજરઅંદાજ ન કરવા જોઈએ.

થાક
બદલાતી ઋતુમાં લોકો ઘણીવાર ઝડપથી થાકી જાય છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો સાવધાન થઈ જાઓ. એનાથી તમારા હાર્ટ પર અસર પડી શકે છે. હકીકતમાં કાર્ડિયક અરેસ્ટ થવા પર કોઈ વ્યક્તિના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જાય છે, પરંતુ લોકો ગરમીનો થાક સમજીને તેની અવગણના કરે છે. આવી ભૂલ ન કરો અને તરત ડૉક્ટરની સલાહ લો.

બેભાન થઈ જવું
ગરમીની સીઝનમાં હંમેશાં લોકો બેભાન થઈ જાય છે, તો લોકો સમજે છે કે પાણીની ઊણપ અથવા તીવ્ર તડકાથી આવું થયું. જ્યારે એક નોર્મલ ફ્લોમાં આપણું હૃદય લોહીનો સંચાર નથી કરી શકતું તો આ સ્થિતિમાં બેભાન થવાની સ્થિતિ સર્જાઈ શકે છે. ધ્યાન રાખવાની વાત એ છે કે જો તમે સમય રહેતાં આ સમસ્યા પર ધ્યાન ન આપ્યું તો હાર્ટ-એટેકનું જોખમ રહે છે.

માઈગ્રેન
એક્સપર્ટ જણાવે છે કે વધતી ગરમીમાં માઈગ્રેનની સમસ્યા વધી જાય છે. એનું મુખ્ય કારણ ગરમી નથી. હકીકતમાં આ સીઝનમાં માઈગ્રેનના દર્દીઓના હૃદય પર વધારે દબાણ પડે છે અને ગરમીના સંપર્કમાં આવવાથી હાર્ટને સપ્લાય કરતી લોહીની નસોની અંદર ગાંઠો બનવાનું જોખમ વધી જાય છે. એનાથી હાર્ટ-એટેક આવી શકે છે.

મેદસ્વિતા વધવી
લોકો ગરમીની સીઝનમાં ફરતી વખતે જલદી થાકી જાય છે. તડકો વહેલા નીકળવાથી મોર્નિંગ વોકનો સમય ઓછો થઈ જાય છે. આવી સ્થિતિમાં શરીરમાં ફેટ વધવા લાગે છે, જેની સીધી અસર હાર્ટ પર થાય છે. વજન વધવાની સાથે જ આપણા હૃદયનો આકાર પણ મોટો થઈ જાય છે. હૃદયનો આકાર વધવાથી હાર્ટ-એટેક અથવા પછી સ્ટ્રોક જેવી બીમારીનું જોખમ વધી જાય છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વજન વધવાથી હૃદય આઠ ગ્રામ સુધી ભારે થઈ જાય છે, જ્યારે એના આકારમાં 5% સુધીનો વધારો થઈ જાય છે.

ડિહાઇડ્રેશન
હંમેશાં લોકો ડિહાઈડ્રેશનને પાણીની ઊણપ સમજીને નજરઅંદાજ કરે છે, પરંતુ એ જીવલેણ સાબિત થઈ શકે છે. વધારે ગરમીના દિવસોમાં ડિહાઈડ્રેશનથી પીડિત વ્યક્તિઓને હાર્ટ-એટેક આવવાની સંભાવના વધારે રહે છે. વધારે સમય સુધી તીવ્ર તડકામાં અથવા ગરમીમાં રહેવાથી બ્લડપ્રેશર ઘટી જાય છે.

આટલી બાબતોને સામાન્ય ન સમજો

શું કરવું

 • દરરોજ વધારે થાક મહેસૂસ થાય તો એને અવગણશો નહીં, ડૉક્ટરની સલાહ લો.
 • જો કોઈ બેભાન થઈ જાય તો તેને પાણી, જ્યૂસ આપો અને કપડાં ખુલ્લાં કરી દો.
 • સવારે નાસ્તો જરૂરી છે, નાસ્તામાં અંકુરિત અનાજ લો.
 • ઠંડા પાણીથી સ્નાન કરવું, એનાથી હૃદયની બીમારીમાં ફાયદો મળશે.
 • ગરમીમાં હાર્ટના દર્દીએ 6-7 લિટર પાણી પીવું.

શું ન કરવું

 • હૃદયના દર્દીએ વધારે કામ કરવાથી બચવું.
 • માથામાં દુખાવો, ઉબકા, ચક્કર આવવા, કમજોરી લાગે તો એને અવગણશો નહીં.
 • સ્નાયુઓ ખેંચાવા અને શ્વાસોશ્વાસ ઝડપી થઈ જાય તો ઘરેલુ નુસખા અપનાવાની ભૂલ ન કરવી.
 • ત્વચા ઠંડી પડી જાય અને ભેજ હોય તો ડૉક્ટરનો સંપર્ક કરવો.
 • પલ્સ ઝડપી ચાલે તો ડૉક્ટરની સલાહ લો.

ગરમીમાં યોગ પણ હાર્ટ-એટેકથી બચાવે છે
યોગથી માત્ર મેદસ્વિતા જ નથી ઘટતી, પરંતુ શરીરનો આકાર પણ યોગ્ય થઈ જાય છે અને શરીર સ્વસ્થ રહે છે. સૂર્ય નમસ્કારને હૃદય માટે સૌથી અસરકારક યોગ માનવામાં આવે છે. એ શરીરના મેટાબોલિઝ્મ દરને વધારે છે. એનાથી શરીરમાંથી વધારે પરસેવો નીકળે છે અને વજન ઓછું થાય છે.

સંદર્ભ- ડૉ. બીબી ભારતી, હૃદયરોગ નિષ્ણાત અને મહામારી નિષ્ણાત ડૉ. ચંદ્રકાંત લહરિયા