તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • These 5 Banks Including Bandhan Bank And IDFC First Bank Will Offer Interest Up To 7% On Savings Account.

વ્યાજ દર:બંધન બેંક અને IDFC ફર્સ્ટ બેંક સહિત આ 5 બેંક સેવિંગ અકાઉન્ટ પર 7% સુધીનું વ્યાજ આપશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંધન બેંકમાં મિનિમમ 5 હજાર રૂપિયાનું બેલેન્સ હોવું જરૂરી છે
  • ઈન્ડસઈન્ડ બેંક સેવિંગ અકાઉન્ટ પર 6% સુધીનું વાર્ષિક વ્યાજ આપે છે

જો તમે કોઈ બેંકમાં સેવિંગ અકાઉન્ટ ખોલાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તેનાં પર મળતા વ્યાજ પર જરૂર ધ્યાન આપો. કારણ કે એવી ઘણી બેંક છે જે તમને સેવિંગ અકાઉન્ટ પર 7% સુધીનું વ્યાજ આપે છે. અમે તમને જણાવી રહ્યા છે કે કઈ બેંક તમને સેવિંગ અકાઉન્ટ પર ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં પણ વધારે વ્યાજ ઓફર કરી રહી છે.

બંધન બેંક
બંધન બેંક સેવિંગ અકાઉન્ટ પર ડેઈલી 1 લાખ રૂપિયા સુધીના બેલેન્સ પર વાર્ષિક 4%, 1 લાખથી 10 કરોડના બેલેન્સ પર 6%, 10 કરોડથી 50 કરોડ રૂપિયા સુધીના બેલેન્સ પર 6.55% અને 50 કરોડથી વધારે બેલેન્સ હોવા પર 7.15% વ્યાજ આપી રહી છે. આ બેંકમાં તમારે મિનિમમ 5 હજાર રૂપિયાનું બેલેન્સ રાખવું જરૂરી છે.

IDFC ફર્સ્ટ બેંક
તેમાં 1 લાખ અથવા તેનાથી ઓછી રકમ માટે 6% અને 1 લાખથી લઈને 1 કરોડ અથવા તેનાથી ઓછી જમા રકમ પર 7% સુધીનું વાર્ષિક વ્યાજ મળે છે. અકાઉન્ટમાં મિનિમમ 10 હજાર રૂપિયા હોવા જરૂરી છે.

RBL બેંક
બેંકમાં 10 લાખ રૂપિયા રાખવા પર 4.75%, 10થી 3 કરોડ સુધીની રકમ પર 6% અને 3 કરોડથી વધારાની રકમ પર 6.50% સુધીનું વ્યાજ મળશે. તેમાં સેવિંગ અકાઉન્ટ ઓપન કરવા પર 500થી 2500 રૂપિયા સુધીનું મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી છે.

ઈન્ડસઈન્ડ બેંક
તેમાં સેવિંગ અકાઉન્ટ પર 6% સુધીનું વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. 1થી 10 લાખ સુધી જમા થવા પર 5% અને 1 લાખથી ઓછી કિંમત જમા થવા પર 4% વ્યાજ આપી રહી છે. 10 લાખથી વધારે જમા થવા પર 6% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. તેમાં સેવિંગ અકાઉન્ટ ઓપન કરવા પર 1500થી 10 હજાર રૂપિયા સુધીનું મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી છે.

યસ બેંક
1 લાખથી ઓછી રકમ જમા થવા પર 4% અને 1થી 10 લાખ સુધીની રકમ પર 4.75% વ્યાજ મળી રહ્યું છે. 10 લાખથી વધારે જમા પર 5.5% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. 2500થી 10 હજાર રૂપિયા સુધી મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી છે.

કઈ બેંક કેટલું વ્યાજ આપશે

બેંકવ્યાજ દર (%માં)
SBI2.70
બેંક ઓફ ઈન્ડિયા2.90
પંજાબ નેશનલ બેંક3.00 - 3.50
ICICI3.00 - 3.50
HDFC3.00 - 3.50