• Gujarati News
  • Utility
  • These 11 Documents Will Identify The Voters, Find Out If The Thermal Screening Shows A Fever, Will You Be Able To Vote Or Not?

કામના સમાચાર:આ 11 ડોક્યુમેન્ટ્સથી વોટર્સની ઓળખ થશે, જાણો થર્મલ સ્ક્રિનિંગમાં તાવ બતાવે તો શું તમે મતદાન કરી શકશો કે નહીં?

અલિશા સિન્હા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા ચૂંટણીની તારીખો આવી ગઈ છે. 5 રાજ્યોમાં પહેલા તબક્કાનું વોટિંગ 10 ફેબ્રુઆરીએ થશે. આવી સ્થિતિમાં તમારા બધાના મનમાં સવાલ જરૂર થશે કે વોટ નાખવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે? થર્મલ સ્ક્રિનિંગમાં તાવ બતાવે તો, શું તમને વોટ આપવાની મંજૂરી મળશે? જો હા તો કેવી રીતે? જાણો આ બધા સવાલોના જવાબ કે આખરે વોટર્સ માટે ચૂંટણી પંચ દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે.

ચૂંટણી પંચે વોટર્સને ધ્યાનમાં રાખીને પોલિંગ સ્ટેશન પર નવા કોવિડ પ્રોટોકોલ સામેલ કર્યા છે. જેથી કોરોનાની વચ્ચે સામાન્ય લોકો સુરક્ષિત રીતે વોટ નાખી શકે.

વોટર લિસ્ટમાં નામ હોવું જરૂરી
વોટર લિસ્ટમાં તમારું નામ હોવું જરૂરી છે. વોટર કાર્ડ સિવાય એવા 11 ડોક્યુમેન્ટ્સ છે, જેને ચૂંટણી પંચે ઓળખ કાર્ડ તરીકે સામેલ કર્યા છે. જો લિસ્ટમાં તમારું નામ જોડાયેલું છે તો વોટર કાર્ડની જગ્યાએ તમે તમારો આધાર, પેન અને ડ્રાઈવિંગ લાયસન્સ જેવા અન્ય ડોક્યુમેન્ટ્સ બતાવીને વોટ નાખી શકો છો.

થર્મલ સ્ક્રિનિંગમાં તાવ આવે તો વોટ આપી શકાશે?
હા. ડો વોટિંગ સેન્ટર પર થર્મલ સ્ક્રિનિંગ કરતા સમયે તમને તાવ આવે છે તો તો પણ તમે વોટ નાખી શકો છો.