• Gujarati News
  • Utility
  • There Will Not Be 11 Days Of Functioning In Banks In March, Banks Will Remain Closed For 4 Consecutive Days Due To The Strike Of The Bank Workers

માર્ચ બેંક હોલિડે લિસ્ટ:બેંકમાં 10 દિવસ કામકાજ ઠપ, કર્મચારીઓની હડતાલને લીધે સતત 4 દિવસ બેંક બંધ રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
13 અને 27 તારીખે ચોથો શનિવાર હોવાને લીધે બેંક બંધ રહેશે - Divya Bhaskar
13 અને 27 તારીખે ચોથો શનિવાર હોવાને લીધે બેંક બંધ રહેશે
  • મહિનામાં કુલ 4 રવિવાર છે
  • 29 માર્ચ, સોમવારે ધૂળેટીને લીધે બેંક બંધ રહેશે

માર્ચ મહિનામાં 10 દિવસ બેંક બંધ રહેશે. મહિનામાં 11 તારીખે મહાશિવરાત્રી અને 29 માર્ચે ધૂળેટીને કારણે બેંક બંધ રહેશે. આ ઉપરાંત મહિનામાં કુલ 4 રવિવાર છે. 13 અને 27 તારીખે ચોથો શનિવાર હોવાને લીધે બેંક બંધ રહેશે.

15 અને 16 માર્ચે બેંક હડતાલ
15 અને 16 માર્ચે રાષ્ટ્રવ્યાપી હડતાલ રહેશે. આ હડતાલ સાર્વજનિક વિસ્તારની બેંકનાં ખાનગીકરણ વિરુદ્ધ કરવામાં આવી રહી છે. ખાનગીકરણમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનું નામ સામેલ છે.

હડતાલને કારણે સતત 4 દિવસ બેંક બંધ
હડતાલને લીધે સતત 4 દિવસ બેંક બંધ રહેશે. કારણ કે, 13 માર્ચે મહિનાનો બીજો શનિવાર છે અને બેંકની રજા રહેશે. 14 માર્ચે રવિવારને લીધે બેંક બંધ રહેશે. જો હડતાલ થશે તો 13 માર્ચથી 16 માર્ચ સુધી બેંકનું કામકાજ ઠપ રહેશે.

તારીખબંધ રહેવાનું કારણ
7રવિવાર
11મહાશિવરાત્રી
13બીજો શનિવાર
14રવિવાર
15હડતાલ
16હડતાલ
21રવિવાર
27ચોથો શનિવાર
28રવિવાર
29ધૂળેટી