મે મહિનામાં 11 દિવસ બેંકોમાં કોઈપણ પ્રકારનું કામકાજ થશે નહીં. આ મહિનાની શરૂઆત જ રજાથી થાય છે. આપણા દેશમાં અનેકવિધ કારણોસર, જુદા-જુદા સ્થળોએ 4 દિવસ સુધી બેંકોની કામગીરી બંધ રહેશે અને આ ઉપરાંત 5 રવિવાર અને 2 શનિવારે તો બેંકો બંધ જ રહેશે. આમ, જો ગણતરી માંડીએ તો આ મહિનાના 11 દિવસ માટે બેંકોના કામ બંધ રહેશે.
તારીખ | બંધ થવાનું કારણ | ક્યાં હશે? |
1 મે | રવિવાર | બધી જગ્યાએ |
2 મે | રમઝાન ઈદ / ઈદ-ઉલ-ફિતર | કેરળ |
3 મે | પરશુરામ જયંતિ/ રમઝાન ઈદ/ બસવા જયંતિ, અક્ષય તૃતીયા | કેરળ સિવાયની આખા દેશની બેંકો બંધ |
7 મે | બીજો શનિવાર | બધી જગ્યાએ |
8 મે | રવિવાર | બધી જગ્યાએ |
9 મે | રવિન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ | પશ્ચિમ બંગાળ |
15 મે | રવિવાર | બધી જગ્યાએ |
16 મે | બુદ્ધ પૂર્ણિમા | ત્રિપુરા, બેલાપુર, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, જમ્મુ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને નવી દિલ્લી |
22 મે | રવિવાર | બધી જગ્યાએ |
28 મે | ચોથો શનિવાર | બધી જગ્યાએ |
29 મે | રવિવાર | બધી જગ્યાએ |
7 મેના રોજ પશ્ચિમ બંગાળમાં 3 દિવસ સુધી બેંકો બંધ રહેશે
પશ્ચિમ બંગાળમાં 7થી 9 મે એમ સતત ત્રણ દિવસ સુધી બેંકોમાં કામ નહીં થાય. ૭ મે ના રોજ બીજો શનિવાર છે અને ૮ મે ના રોજ રવિવાર છે. આ ઉપરાંત 9 મેના રોજ રવિન્દ્રનાથ ટાગોરના જન્મદિવસે પણ અહીં બેંકો બંધ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.