- Gujarati News
- Utility
- There Will Be More Benefits By Investing In These 6 Places Including PM Vay Vandana Yojana And Monthly Income Scheme.
સિનિયર સિટીઝન માટે સુરક્ષિત રોકાણ:પીએમ વય વંદના યોજના અને મંથલી ઈન્કમ સ્કીમ સહિત આ 6 જગ્યાએ રોકાણ કરવાથી વધારે ફાયદો થશે
- SBI, ICICI અને HDFC બેંક સિનિયર સિટીઝન માટે સ્પેશિયલ FD ચલાવી રહી છે
- પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોકાણ કરવું પણ યોગ્ય રહેશે
સિનિયર સિટીઝન સુરક્ષિત રોકાણ અને સારા રિટર્ન માટે પ્રધાનમંત્રી વય વંદના યોજના, પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, મંથલી ઈન્મક સ્કીમ અને વરિષ્ઠ નાગરિક માટે ચાલી રહેલી ખાસ FDમાં રોકાણ કરી શકે છે. અમે તમને આ યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ જેથી તમે તમારી જરૂરિયાત પ્રમાણે તેમાં રોકાણ કરી શકો.
પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં 9,250 રૂપિયા પેન્શન મળશે
- કેન્દ્ર સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે શરુ કરવામાં આવેલી પ્રધાનમંત્રી વય વંદના યોજનામાં તમે રોકાણ કરી શકો છો.
- આ યોજનામાં 31 માર્ચ 2023 સુધી તમે રોકાણ કરી શકો છો. તે 60 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના નાગરિકો માટે પેન્શન યોજના છે.
- આ યોજનાનો લાભ એક સામટી રકમની ચૂકવણી કરીને લઈ શકાય છે. 7.40 ટકાના દરથી દર વર્ષે ચુકવણી કરવામાં આવશે. તેની માસિક ચૂકવણી પણ કરી શકાય છે.
- જો તમે દર મહિને પૈસા નથી લેતા તો તે વાર્ષિત 7.66 ટકાના બરાબર થઈ જાય છે. તેમાં વધારેમાં વધારે 15 લાખ રૂપિયા આ સ્કીમમાં રોકાણ કરી શકાય છે.
- 15 લાખ રૂપિયા પર તમને દર વર્ષે 9,250 રૂપિયાનું પેન્શન મળશે.
પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમામાં 7.4% વ્યાજ મળી રહ્યું છે
- જો તમે ડિપોઝિટ પર સારું વ્યાજ લેવા ઈચ્છો છો તો પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોકાણ કરી શકો છો.
- આ સ્કીમમાં તમને 7.4 ટકા વ્યાજ મળશે આપવામાં આવે છે. એટલે કે આ સ્કીમમાં બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ કરતા વધારે વ્યાજ મળે છે.
- 60 વર્ષ કે તેથી વધારે ઉંમર ધરાવતા લોકો આમાં અકાઉન્ટ ખોલાવી શકે છે. VRS લેનારી વ્યક્તિ જો 55 વર્ષથી વધતે પણ 60 વર્ષથી ઓછી છે તો તે પણ અકાઉન્ટ ખોલાવી શકે છે.
- જો તમે સિનિયર સિટીઝન સ્કીમમાં 15 લાખ રૂપિયા 5 વર્ષ માટે રોકાણ કરો છો તો દર વર્ષે 7.4 ટકા વ્યાજના દરથી તમને 5 વર્ષ પછી 2,164,272 રૂપિયા મળશે. એટલે કે તમને 664,272 રૂપિયા વ્યાજ તરીકે મળશે.
પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમમાં 6.6% ટકા વ્યાજ મળી રહ્યું છે
- તેમાં 6.6% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ સ્કીમ અંતર્ગત અકાઉન્ટને મિનિમમ 1000 રૂપિયાથી ઓપન કરાવી શકાય છે.
- ખાસ વાત એ છે કે સ્કીમ પૂરી થયા બાદ તમને તમારા બધા પૈસા પાછા મળી જશે. એટલે કે આ અકાઉન્ટમાંથી તમારા મારે રેગ્યુલર ઈન્કમની ગેરંટી સુનિશ્ચિત થઈ શકે છે.
- જો તમારું અકાઉન્ટ સિંગલ છે તો તમે 4.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. તેમજ જો તમારું જોઈન્ટ અકાઉન્ટ છે તો તેમાં મહત્તમ 9 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. મેચ્યોરિટી પિરિઅડ 5 વર્ષનો છે.
- આ યોજના અંતર્ગત જો તમે 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો હવે તમને 6.6 વાર્ષિક વ્યાજ દરના હિસાબથી વાર્ષિક 29,700 રૂપિયા વ્યાજ મળશે.
- તેમજ જો તમે તેમાં જોઈન્ટ અકાઉન્ટ અંતર્ગત 9 લાખનું રોકાણ કરો છો તો તમને 59,400 વર્ષનું વ્યાજ મળશે.
સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં પણ વધારે વ્યાજ મળી રહ્યું છે
HDFC બેંકની સિનિયર સિટીઝન કેર સ્કીમ
- HDFC બેંકે સિનિયર સિટિઝન માટે ‘સિનિયર સિટીઝન કેર FD’ નામની સ્કીમ શરુ કરી છે.
- બેંક પ્રમાણે વરિષ્ઠ નાગરિકને 5 વર્ષથી વધારે અને 10 વર્ષના સમયગાળાની FD પર સામાન્ય ગ્રાહકને મળતા વ્યાજ કરતાં 0.75 ટકા વ્યાજ વધારે મળશે.
- 5 વર્ષની જમા રકમ પર અન્ય કરતાં 0.50 ટકા વ્યાજ વધારે મળશે.
- અત્યારે HDFC બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પર મહત્તમ 5.50 ટકા વ્યાજ આપી રહી છે. આ સ્કીમમાં રોકાણ કરવા પર મહત્તમ 6.25 ટકા વાર્ષિક વ્યાજ મળશે.
- તેમાં 31 માર્ચ 2021 સુધી રોકાણ કરી શકાય છે.
ICICI બેંકની ગોલ્ડન યર્સ FD સ્કીમ
- ICICI બેંકે હવે સિનિયર સિટીઝન્સ માટે ગોલ્ડન યર્સ FD તરીકે ઓળખાતી સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે.
- આ સ્કીમમાં રોકાણ કરવાથી સામાન્ય FD કરતાં 0.80% વધુ વ્યાજ મળશે.
- અત્યારે ICICI બેંકની 5 વર્ષથી વધુ અને 10 વર્ષ સુધીની FD પર સૌથી વધુ 5.50% વ્યાજ મળી રહ્યું છે.
- એટલે કે, સિનિયર સિટીઝનને હવે આ સ્કીમ હેઠળ મહત્તમ 6.30% વ્યાજ મળશે.
- આ સ્કીમ 5 વર્ષ, 1 દિવસથી 10 વર્ષ સુધી 2 કરોડ રૂપિયા સુધીની ડિપોઝિટ પર લાગુ રહેશે. આ સ્કીમ નવી FD સાથે જ જૂની FD રિન્યૂ કરાવવા પર પણ લાગુ થશે.
- જો ICICI બેંક ગોલ્ડન યર્સ FD કરાવી હોય તો તેની પર ક્રેડિટ કાર્ડ પણ લઈ શકાય છે.
- તમે તેમાં 31 માર્ચ 2021 સુધી રોકાણ કરી શકો છો.
SBIએ પણ નવી સ્કીમ શરૂ કરી
- ભારતીય સ્ટેટ બેંક (SBI)એ તાજેતરમાં SBI વીકેર નામથી સિનિયર સિટીઝન માટે નવી ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. આ સ્કીમમાં સિનિયર સિટીઝનને વધુ વ્યાજ મળશે.
- આ સ્કીમ રિટેલ ટર્મ ડિપોઝિટ સેગમેન્ટ હેઠળ શરૂ કરવામાં આવી છે. આ સ્કીમમાં સિનિયર સિટિઝન્સને સામાન્ય FDમાંથી મળતા વ્યાજ કરતાં 0.80% વધુ વ્યાજ મળશે.
- SBI અત્યારે ફિક્સ્ડ ડિપોઝિટ પર મહત્તમ 5.40% વ્યાજ આપી રહી છે. એટલે કે, આ સ્કીમ હેઠળ રોકાણ કરવા પર 6.20% વ્યાજ મળશે.
- તમે તેમાં 31 માર્ચ 2021 સુધી રોકાણ કરી શકો છો.