તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • There Will Be 10 Major Changes, Including Banking And Insurance Rules, From January 1, Find Out What Will Affect You

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેરફાર:1 જાન્યુઆરીથી બેંકિંગ અને વીમાના નિયમો સહિત 10 મોટા ફેરફાર થશે, તમારી પર શું અસર થશે જાણી લો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 જાન્યુઆરીથી ચેક દ્વારા પેમેન્ટ કરવાના નિયમો બદલાઈ જશે
  • ફોર વ્હીલર માટે 1 જાન્યુઆરી, 2021થી ફાસ્ટેગ ફરજિયાત બનશે

નવું વર્ષ શરૂ થતાં અનેક ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારો તમારા જીવનને પણ અસર કરશે. 1 જાન્યુઆરીથી બેંકિંગના નિયમો અને લેન્ડલાઇનથી મોબાઈલ ફોન કોલિંગ સહિત ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. આજે અહીં તમને 1 જાન્યુઆરી 2021થી થનારા ​​મોટા ફેરફારો વિશે જણાવવામાં આવ્યું છે.

ચેક દ્વારા પેમેન્ટ કરવાના નિયમો બદલાશે
1 જાન્યુઆરીથી ચેક દ્વારા પેમેન્ટ કરવાના નિયમો બદલાઈ જશે. જ્યારે નવા નિયમો અમલમાં આવશે ત્યારે 50,000 રૂપિયાથી વધુની ચૂકવણી કરનારા ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમ લાગુ થશે. આ અંતર્ગત, 50 હજારથી વધુના ચેક માટે જરૂરી માહિતીની પુષ્ટિ ફરીથી કરવામાં આવશે. આ નવા નિયમો ચેક પેમેન્ટને સેફ બનાવવામાં અને બેંક ફ્રોડ રોકવા માટે બનાવવામાં આવ્યા છે.

સરળ જીવન વીમાની સુવિધા મળશે
વીમા નિયમનકાર IRDAએ તમામ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓને 1 જાન્યુઆરીથી એક સ્ટાન્ડર્ડ ઇન્ડિવિડ્યુઅલ ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી વેચવાનો નિર્દેશ આપ્યો છે. આ પ્રોડક્ટનું નામ સરળ જીવન વીમો હશે. સ્ટાન્ડર્ડ ઇન્ડિવિડ્યુઅલ ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસીનો મેક્સિમમ સમ અશ્યોર્ડ 25 લાખ રૂપિયાનું હશે. સરળ લાઇફ ઇન્શ્યોરન્સ એ એક નોન-લિંક્ડ નોન-પાર્ટિસિપેટિંગ ઇન્ડિવિડ્યુઅલ પ્યોર રિસ્ક પ્રીમિયમ લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન છે. પોલિસી ટર્મ દરમિયાન વીમાધારકનું મૃત્યુ થાય તો આ પ્રોડક્ટ તેના નોમિનીને સમ અશ્યોર્ડની એકસાથે રકમ ચૂકવશે.

1 જાન્યુઆરીથી UPI પેમેન્ટ સર્વિસ પર 30% કેપ લાદવાનો નિર્ણય
તાજેતરમાં જ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઇડર્સ દ્વારા ચલાવવામાં આવતી UPI ફેમેન્ટ સર્વિસ પર 1 જાન્યુઆરી, 2021ના ​​રોજ 30% કેપ લગાવવાનો નિર્ણય લીધો છે. આ નિયમના અમલ પછી ગૂગલ પે, એમેઝોન પે, ફોનપે જેવી થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઇડર્સની અસર ગ્રાહકો પર પડશે. NPCIએ આ નિર્ણય ભવિષ્યમાં કોઈપણ થર્ડ પાર્ટી એપ્સનો એકાધિકાર અટકાવવા અને તેને સાઇઝ પ્રમાણે મળતા વિશેષ ફાયદાથી રોકવા આ નિર્ણય લીધો છે.

ફાસ્ટેગ લગાવવું ફરજિયાત બનશે
કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી, 2021થી ફોર વ્હીલર માટે ફેસ્ટાગ ફરજિયાત બનાવ્યો છે. આ જૂનાં વાહનો સાથે એમ અને એન કેટગરીનાં મોટર વાહનોને પણ લાગુ થશે, જેનું વેચાણ 1 ડિસેમ્બર, 2017 પહેલાં થયું છે. તેનો ફાયદો એ છે કે વાહનોમાં ફાસ્ટેગ લગાવવાથી તમે રાહ જોયા વગર સરળતાથી ટોલ ક્રોસ કરી શકશો.

મ્યુચ્યુઅલ ફંડના રોકાણના નિયમોમાં ફેરફાર થશે
મ્યુચ્યુઅલ ફંડ રોકાણના નિયમો 1 જાન્યુઆરી 2021થી બદલાશે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખીને મ્યુચ્યુઅલ ફંડ્સના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. નવા નિયમો અનુસાર, હવે ફંડ્સનો 75% ભાગ ઇક્વિટીમાં રોકાણ કરવો જરૂરી હશે, જે અત્યારે ઓછામાં ઓછું 65% છે.

લેન્ડલાઈનથી મોબાઈલ પર કોલ કરવા માટે ઝીરો લગાવવો પડશે
1 જાન્યુઆરી, 2021થી દેશભરમાં લેન્ડલાઈનથી મોબાઈલ ફોન પર કોલ કરવા માટે નંબર આગળ શૂન્ય લગાવવો પડશે. તેનાથી ટેલીકોમ કંપનીઓને વધારે નંબર બનાવવાની પ્રેરણા મળશે.

આખા વર્ષ દરમિયાન માત્ર 4 GSTR-3B રિટર્ન ફોર્મ ભરવા પડશે
1 જાન્યુઆરી 2021થી કારોબારીઓને વર્ષના માત્ર 4 GSTR-3B રિટર્ન ફોર્મ ભરવાના રહેશે. હાલ 12 ફોર્મ ભરવા પડે છે. GST રિટર્ન ફાઈલિંગ પ્રોસેસ સરળ બનાવવા માટે સરકારે ક્વાર્ટરલી ફાઈલિંગ ઓફ રિટર્ન વિથ મંથલી પેમેન્ટ (QRMP)યોજના રજૂ કરી છે. કુલ 5 કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતા બિઝનેસમેનને આ યોજનાનો લાભ મળશે. ત્રિમાસિક રિટર્ન ફાઈલિંગ યોજના લાગુ કરવાથી જાન્યુઆરીથી નાના વેપારીઓને એક નાણાકીય વર્ષમાં માત્ર 8 રિટર્ન (4 GSTR-3B અને 4 GSTR-1 returns) ભરવાના રહેશે, જ્યારે હાલ તેમને 16 રિટર્ન જમા કરાવવા પડે છે.

કોન્ટેક્ટલેસ કાર્ડથી પેમેન્ટની લિમિટ વધશે
ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય બેંકે 1 જાન્યુઆરીથી કોન્ટેક્ટલેસ કાર્ડથી પેમેન્ટની લિમિટ વધારીને 5 હજાર રૂપિયા કકરવાનો નિર્ણય લીધો છે. હાલ કોન્ટેક્ટલેસ કાર્ડથી પેમેન્ટમાં 2000 રૂપિયાની લિમિટ છે.

કાર ખરીદવી મોંધી પડશે
1 જાન્યુઆરી,2021થી કાર ખરીદવી મોંઘી થઈ જશે. ઓટોમોબાઇલ કંપનીઓ જાન્યુઆરી 2021થી પોતાના ઘણા મોડલ્સની કિંમત વધારવાનું નક્કી કરી ચૂકી છે. મહિન્દ્રા પછી રેનો અને MG મોટરે જાન્યુઆરીથી કારની કિંમત વધારવાની જાહેરાત કરી છે.

ગેસ સિલિન્ડરની કિંમત બદલાશે
દેશની સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. કિંમત વધી પણ શકે છે અને રાહત પણ મળી શકે છે. તેથી, 1 જાન્યુઆરીથી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો