• Gujarati News
  • Utility
  • There Is An Understanding Of Two Languages, You Can Earn 50 Thousand Months By Becoming A Translator, Work Will Start Without Any Investment

વર્ક ફ્રોમ હોમ:બે ભાષામાં નિપુણ હો તો ટ્રાન્સલેટર બનીને મહિને કમાઈ શકો છો 50 હજાર રૂપિયા, ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી કરો કામની શરૂઆત

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતમાં મોટાભાગનું કામ અંગ્રેજીમાંથી ભારતીય ભાષામાં ટ્રાન્સલેટ કરવાનું હોય છે

ઘરેથી ટ્રાન્સલેશનનું કામ કરતા લોકો રોજ 5-6 કલાક કામ કરે છે. મોટાભાગના કેસમાં એક શબ્દના 3-4 રૂપિયા મળે છે. આ ગણતરીએ રોજ તમે 1500થી 2000 શબ્દોનું ટ્રાન્સલેશન કરીને મહિને 50 હજાર રૂપિયા કમાઈ શકો છો. આજે અમે તમને ટ્રાન્સલેટરની જોબ વિશે જણાવી રહ્યા છીએ જેમાં ઘરે બેસીને આરામથી કમાણી કરી શકો છો.

ટ્રાન્સલેશન સર્વિસ કોણ આપી શકે?
જે લોકોને ઓછામાં ઓછી બે ભાષાનું સારું જ્ઞાન હોય તેઓ ટ્રાન્સલેશન સર્વિસ શરૂ કરી શકે છે. આ બંને ભાષામાંથી એક તો તમારી માતૃભાષા હિન્દી, ગુજરાતી કે મરાઠી હોય શકે છે અને બીજી ભાષા અંગ્રેજી. ભારતમાં મોટાભાગનું કામ અંગ્રેજીમાંથી ભારતીય ભાષામાં ટ્રાન્સલેટ કરવાનું હોય છે. જો તમને અમુક વિષયો જેમ કે ફાઇનાન્સ, IT, હેલ્થની સારી જાણકારી છે તો તમે એક્સપર્ટ પણ બની શકો છો.

શરૂઆત કેવી રીતે કરશો?
તમે જે લેંગ્વેજ પૅરમાં કામ કરવા ઈચ્છો છો તેની સાથે જોડાયેલા અમુક કન્ટેન્ટનું અનુવાદ કરી લો અને તમારી આજુબાજુના લોકોનો ફીડબેક લો. જો ફીડબેક સારો છે, તો કામ માટે તમે ડાયરેક્ટ ક્લાયન્ટ્સનો સંપર્ક કરી શકો છો. તેમને તમારી આવડત વિશે જણાવો. કંપની તમારી પાસે ટ્રાન્સલેશનનું સેમ્પલ પણ માગી શકે છે.

કામ ક્યાંથી મળશે?
પબ્લિકેશન હાઉસ, ટ્રાન્સલેશન એજન્સીઓ, PR એજન્સીઓ, સરકારી વિભાગમાં આ પ્રકારની સેવા લેતા હોય છે. તમે કોન્ટેક્ટ માટે ગૂગલ પર પણ સર્ચ કરી શકો છો. આ ઉપરાંત લિંક્ડઈન પર કામ શોધી શકો છો. ટ્રાન્સલેશનના કામની કોઈ કમી હોતી નથી. જો તમારું કામ સારું હશે તો તમને સતત કામ મળ્યા કરશે. તમે પ્રોઝ, ટ્રાન્સલેટર્સ કેફે અને અપવર્ક જેવી વેબસાઈટ પર પણ રજીસ્ટર કરાવી શકો છો.

કેટલું રોકાણ જરૂરી?
તમે ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી શરૂઆત કરી શકો છો. મોબાઇલ ટેક્નોલોજી અને ઇન્ટરનેટની દુનિયાએ ટ્રાન્સલેશનના બિઝનેસને સરળ બનાવી દીધું છે. તમે તમારા ફોનની પણ ટ્રાન્સલેશનનું કામ શરૂ કરી શકો છો. જો કે, મોટ કામ માટે લેપટોપ કે ડેસ્કટોપ હોવું જરૂરી છે. જો તમે આ ફિલ્ડમાં આગળ વધવા ઈચ્છતા હો તો કેટ ટૂલ, સબટાઇટલ સોફ્ટવેરમાં રોકાણ કરી શકો છો.

કેટલી કમાણી થશે?
ટ્રાન્સલેશનના કરિયરની શરૂઆત તમે રોજના 1000 શબ્દો લખીને કરી શકો છો. અનુભવી ટ્રાન્સલેટર એક દિવસમાં 3000 શબ્દો ટ્રાન્સલેટ કરી લે છે. ટ્રાન્સલેશન દ્વારા શરૂઆતમાં દર મહિને 5થી 10 હજાર કમાઈ શકો છો. અનુભવી ટ્રાન્સલેટર્સ મહિને 50 હજારથી 1 લાખ રૂપિયા કમાઈ શકે છે.

આ ફિલ્ડમાં કયા પડકારો આવે છે?
ટ્રાન્સલેશનનું કામ ખૂબ જ ડિમાન્ડિંગ હોય છે. ઘણીવાર તેમાં ટાઈટ ડેડલાઈન હોય છે. એક વખત કોઈ પ્રોજેક્ટ સ્વીકાર કર્યા પછી નક્કી કરેલા સમયમાં કામ પૂરું કરવું જરૂરી હોય છે. આમ નહીં કરતા માર્કેટમાં તમારું નામ ખરાબ થઈ શકે છે અને નવું કામ મળવામાં મુશ્કેલી આવે છે. ભાષા ઉપરાંત સંબંધિત વિષયની જાણકારી હોવી પણ જરૂરી છે.