તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • There Is A Tax Exemption Benefit Under Section 80C Of The Income Tax On The Joint Home Loan

બેંકિંગ:જોઇન્ટ હોમ લોન પર ઇન્કમ ટેક્સના સેક્શન 80C હેઠળ ટેક્સ છૂટનો લાભ મળે છે

યુટિલિટીએક વર્ષ પહેલા
 • કૉપી લિંક

યુટિલિટી ડેસ્કઃ નજીકના સમયમાં જો તમે કોઈ ઘર ખરીદવાનું વિચારી રહ્યા હો અને તેના માટે લોન લેવાનું વિચારતા હો તો જોઇન્ટ હોમ લોન તમારા માટે યોગ્ય વિકલ્પ હોઈ શકે છે. ઘર ખરીદતી વખતે જોઇન્ટ હોમ લોન લેવાનું એટલે સારું હોય છે કારણ કે, એક તરફ તેનાથી મળતી લોનની રકમમાં વધારો થાય છે, તો બીજી તરફ તે ટેક્સ બચાવવામાં પણ મદદ કરે છે. આ સિવાય આ લોન મળ્યા પછી EMIની રકમમાં પણ ઘટાડો થાય છે. તો ચાલો જાણીએ જોઇન્ટ હોમ લોન માટે અરજી કરતા પહેલા શું ધ્યાનમાં રાખવું જોઈએ.

જોઇન્ટ હોમ લોન સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ બાબતો

 • હોમ લોન લેતી વખતે આ ખૂબ જ સારો વિકલ્પ છે, કારણ કે તે ટેક્સમાં સારી બચત પ્રદાન કરે છે. સિંગલ હોમ લોનમાં ફક્ત હોમ લોન લેનારાને જ ટેક્સનો લાભ મળે છે, જ્યારે જોઇન્ટ હોમ લોનમાં લોનમાં ભાગીદારી કરનારનો પણ ટેક્સ બચે છે.
 • આ સિવાય તેનો મોટો ફાયદો એ છે કે તમને તમારી લોનની વધુ રકમ પણ મળી શકે છે, કારણ કે લોન આપતી વખતે બેંક લોન આપતી વખતે બંને અરજદારોની આવકને ધ્યાનમાં રાખીને લોન આપશે.
 • સૌપ્રથમ એ સમજીએ કે હોમ લોનમાં ઇન્કમ ટેક્સ એક્ટની કઈ કલમ હેઠળ ટેક્સની બચત થઈ શકે છે. આવકવેરા કાયદામાં હોમ લોન હેઠળ બે કાયદાઓ છે.
 • મોટાભાગના ઘર ખરીદનાર હોમ લોન પર આવકવેરા કાયદાની કલમ 80C અને 24B હેઠળ મળતા ટેક્સ બેનિફિટ વિશે જાણકારી હોય ચે. લોન લેનાર વ્યક્તિ કલમ 24B હેઠળ દર વર્ષે 2 લાખ રૂપિયા સુધી ડિડક્શનની જેમ લઈ શકે છે, જ્યારે સેક્શન 80Cમાં એક વર્ષમાં 1.5 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન મળે છે.
 • જોઇન્ટ હોમલોન માટે અરજી કરવાથી બંને લોન લેનારા વ્યક્તિઓ આ ટેક્સ બેનિફિટનો અલગથી લાભ લઈ શકે છે.
 • ઘણી બેંકો મહિલા કો-એપ્લિકન્ટને હોમ લોન માટે અલગ વ્યાજ દર આપે છે. આ દર સામાન્ય રીતે દર કરતા લગભગ 0.05% (5 બેસિસ પોઇન્ટ) ઓછા હોય છે. આ છૂટનો લાભ મેળવવા માટે મહિલા પોતે જ અથવા સંયુક્ત રીતે તેની માલિક હોવી આવશ્યક છે.
 • મોટાભાગની બેંકો કોઈ મહિલાને કો-એપ્લિકન્ટ ત્યારે જ માને છે જ્યારે તે પ્રોપર્ટીની માલિક અથવા કો-ઓનર હોય. લોનની આપવી કે નહીં તેના માટે મહિલા પેમેન્ટ કરવાની યોગ્યતા પણ તપાસવામાં આવે છે.
 • જો કુટુંબમાં બે લોકો કમાનાર હોય અને તમે ખરીદી કરેલી સંપત્તિમાં ભાઈ-બહેન સિવાય, માતા-પુત્ર, માતા-પુત્રી, પિતા-પુત્ર, પિતા-પુત્રી અથવા પત્ની-પતિ જેવા પરિવારના અન્ય સભ્યોનું નામ હોય તો બેંક તમને જોઇન્ટ લોન અકાઉન્ટ ખોલવા માટે કહી શકે છે.