• Gujarati News
 • Utility
 • There Is A Risk Of Not Only Liver But Also Stomach And Mouth Cancer, The Sura Of The Dead Body Will Help To Get Rid Of This Habit

દારુનો પહેલો જામ તમને આપશે કેન્સરની ભેંટ:લિવર જ નહી પેટ અને મોઢાના કેન્સરનું પણ જોખમ રહે, આ આદત છોડાવવામાં મૃતસંજીવની સુરા મદદ કરશે

8 દિવસ પહેલા
 • કૉપી લિંક

WHO એ હાલમાં જ કહ્યું છે કે, દારુ અંગે એવી કોઈ જ સેફ્ટી લિમિટ નથી કે, એટલી માત્રામાં દારુનું સેવન તમારા શરીરને નુકશાન નહી પહોંચાડે. આ પહેલાં કેન્સર પર રિસર્ચ કરનારી એક ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચે દારુને ગ્રુપ-1 કાર્સિનોઝેન કહ્યું હતું. કેન્સરને જન્મ આપતી વસ્તુઓને કાર્સિનોઝેન તરીકે ઓળખવામાં આવે છે. ગ્રુપ-1માં સામેલ કાર્સિનોઝેનથી સૌથી વધુ જોખમ રહે છે.

પ્રશ્ન-1 શું પ્રસંગોપાત ડ્રિંક કરવામાં આવે તો તે કેન્સરનું જોખમ લાવી શકે?
જવાબ-
હા, WHOના ડેટા મુજબ દારુનું સેવન કરવાના કારણે કેન્સર થનારા લોકોમાં મોટાભાગનાં લોકો પ્રસંગોપાત જ દારુ પીતા હતા. અઠવાડિયામાં 1.5 લિટરથી પણ ઓછી વાઈન, 3.5 લિટરથી પણ ઓછી બિયર અને 450 મીલીથી પણ ઓછુ સ્પિરિટ લેનારા લોકો પણ કેન્સરનાં શિકાર બનેલા છે.

પ્રશ્ન- દારુમાં એવું ક્યું તત્વ હોય છે કે જે કેન્સર લાવવા પાછળનું જવાબદાર કારણ બને છે?
જવાબ-
દારુમાં હાજર ઈથેનોલ શરીરમાં ગયા પછી એસિટેલ્ડીહાઈડ નામના કેમિકલમાં પરિવર્તિત થઈ જાય છે. તેના કારણે આપણું DNA ડેમેજ થઈ જાય છે. DNA ડેમેજ થતા શરીરમાં થનારુ ડેમેજ ઠીક થઈ શકતું નથી અને પરિણામે કેન્સર નામની બીમારી તમને જકડી લે છે.

પ્રશ્ન- દારુનું સેવન કરતી મહિલાઓમાં કયા પ્રકારનાં કેન્સરનું જોખમ વધારે રહે છે?
જવાબ-
WHO મુજબ દારુનું સેવન મહિલાઓનાં બ્રેસ્ટનાં ભાગને વધુ પડતું નુકશાન પહોંચાડે છે એટલે મોટાભાગે દારુનું સેવન કરતી મહિલાઓ બ્રેસ્ટ કેન્સરનો શિકાર બને છે.

પ્રશ્ન- દારુનું સેવન કરવાના કારણે શરીરમાં બીજા ક્યા-ક્યા નુકશાન થઈ શકે છે?
જવાબ-
દારુનું સેવન કરવાનાં કારણે શરીરમાં આ 10 પ્રકારનાં નુકશાન થઈ શકે છે...

 • હાઈ બ્લડપ્રેશર
 • હાર્ટ અટેકની સમસ્યા
 • સ્ટ્રોક
 • પાચન સંબંઘિત સમસ્યા
 • નબળી રોગપ્રતિકારક શક્તિ
 • ફેટી લિવરટ
 • હેપેટાઈટિસ
 • ભૂખ ન લાગવી
 • પેન્ક્રિયાટાઈટિસ
 • ઈન્ફર્ટિલિટી

પ્રશ્ન- લોકો એવું માને છે કે, બિયર વધુ પડતી નુકશાનકારક નથી, શું આ વાત સાચી છે?
જવાબ-
પાછળનાં અમુક અભ્યાસમાં એ જોવા મળ્યું છે કે, બિયર અને વાઈન વધુ પડતી નુકશાનકારક હોતી નથી. તેમાં આલ્કોહોલનું પ્રમાણ ખૂબ જ ઓછુ હોય છે. વાઈનમાં 11-13 ટકા અને બિયરમાં 4-5 ટકા આલ્કોહોલની માત્રા હોય છે. અમુક એક્સપર્ટ્સનું પણ માનવું એમ છે કે, એક લિમિટેડ માત્રામાં બિયર પીવાથી હાર્ટ અટેક અને ઓસ્પિયોપોરોસિસનું જોખમ રહે છે. વાઈનમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સિડન્ટ પણ મળી રહે છે, જે હાર્ટની સમસ્યાઓમાં રાહત મેળવવા માટે ફાયદાકારક છે પણ આ વાત ફક્ત તેને સીમિત માત્રામાં લેતા લોકો માટે જ લાગુ પડે છે.

અમેરિકામાં નેશનલ કેન્સર ઈન્સ્ટીટ્યૂટમાં કેન્સર પ્રિવેન્શન ફેલોનાં રુપમાં અભ્યાસનું નેતૃત્વ કરતા એંડ્રયૂ સેડનબર્ગ મુજબ

 • વધુ બિયર પીવાના કારણે કેન્સર, લિવરની બીમારીઓ અને હૃદયની બીમારીઓ થઈ શકે છે.
 • વધુ પડતુ વાઈનનું સેવન ડિહાઈડ્રેશન, લિવરની સમસ્યા અને કેન્સર માટે જવાબદાર સાબિત થઈ શકે છે

પ્રશ્ન- પહેલા પણ અમુક અભ્યાસોમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે, દારુનું મર્યાદિત સેવન એ હૃદય માટે સારું હોય છે તો હવે આ વાતને કેવી રીતે માનવી?
જવાબ-
જે અભ્યાસમાં એ કહેવામાં આવ્યું છે કે, દારુનું મર્યાદિત સેવન એ હૃદય માટે સારું છે તે પશ્ચિમી દેશોનાં લોકો પર કરવામાં આવેલ સંશોધન છે, જે વધુ પડતું ફેટવાળું ભોજન જમે છે. ભારતીય લોકો પર કરવામાં આવેલ અભ્યાસમાં ક્યાય પણ એ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે, દારુ એ લોકોનાં હૃદય માટે સારું છે.

પ્રશ્ન- શું દારુ પીવાની અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ પડે છે?
જવાબ-
થોડો દારુ પણ આપણી નર્વસ સિસ્ટમને અસ્ત-વ્યસ્ત કરી નાખે છે. તેના કારણે ઘણીવાર આપણું મગજ યોગ્ય રીતે કામ કરતું નથી. દારુનાં નિયમિત સેવનથી ગુસ્સો, ડિપ્રેશન અને એન્ઝાઈટીનું પ્રમાણ વધી જાય છે. તેનાથી ચિત્તભ્રમણાની સમસ્યા પણ થઈ શકે છે.

પ્રશ્ન- શું દારુ સેવન કરવાની રીતથી પણ શરીરમાં કોઈ ફેરફાર આવે છે?
જવાબ-
દારુનું સેવન આપણા શરીર પર કેવી રીતે અસર કરે છે તે ફેક્ટ્સ પર આધાર રાખે છે.

 • દારુની સાથે તમે શું ખાવ છો?
 • નિયમિત પીવો છો કે નહી?
 • બિન્જ ડ્રિકિંગ કરો છો કે નહી?
 • કઈ પ્રકારનું દારુનું સેવન કરે છે?
 • અન્ય રિસ્ક ફેક્ટર્સ જેમ કે, કોઈ ગંભીર બીમારી છે કે નહી?

પ્રશ્ન- શું દારુનો એક જામ પણ આપણા માટે સુરક્ષિત નથી?
જવાબ-
WHOનાં નોન કમ્યુનિસિબલ ડિઝીઝ મેનેજમેન્ટ એક્સપર્ટ ડૉ. કેરિના ફેરેરા-બોર્ગેસ કહે છે કે, અમે એ દાવો કરી શકતા નથી કે, કેટલી માત્રામાં દારુનું સેવન સુરક્ષિત છે પણ એ જરુર કહી શકીએ કે, વધુ પીશો તો બીમાર પડી જશો. એ તમને ચોકકસપણે કહી શકીએ કે, દારુનો પહેલો જામ તમને કેન્સરનું જોખમ શરુ થઈ જાય છે. અમે એ પણ દાવો કરીએ છીએ કે, તમે જેટલુ વધુ દારુનું સેવન કરશો તેટલું જ તે તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે.

પ્રશ્ન- પુરુષો અને સ્ત્રીઓ માટે મોડરેટ ડ્રિંકિંગની થીયરી શું છે?
જવાબ-
અમેરિકન સેક્સટર્નલ આઇકોન મુજબ મોડરેટ ડ્રિંકિંગ થીયરી કહે છે કે, ફક્ત પુખ્ત વયનાં લોકોએ જ જોઈએ. પુખ્ત વયના નર માટે 2 કે તેથી ઓછા ડ્રિંકને ‘મોડરેટ ડ્રિંકિંગ’ માનવામાં આવે છે. આ સાથે જ 1 ડ્રિંક કે તેનાથી ઓછું ડ્રિંક એક મહિલા માટે ‘મોડરેટ ડ્રિંકિંગ’ માનવામાં આવે છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) મુજબ જે પુરુષો અઠવાડિયામાં 15 કે તેથી વધુ ડ્રિંક્સ પીવે છે તેઓને ‘હેવી ડ્રિંકર’ માની શકાય. જો મહિલાઓ એક અઠવાડિયામાં 8 કે તેથી વધુ ડ્રિંક્સ લે છે, તો તેઓને પણ ‘હેવી ડ્રિંકર’ માની શકાય.

પ્રશ્ન- શું દારુના સેવનથી થતા નુકશાનને રિવર્સ કરી શકાય?
જવાબ-
દારુના સેવનના કારણે થતા નુકશાનને એક દિવસમાં ખત્તમ કરી શકાય નહી. તેના માટે તમારે દરરોજ પ્રયાસ કરવો પડશે.

આ ત્રણ વાતોને ધ્યાનમાં રાખવી આપણા માટે ફાયદાકારક સાબિત થશે

 • દારુનું સેવન ઘટાડો અને પ્રયાસ કરો કે તેનું સેવન છોડી દો.
 • મેડિટેરિયન ડાયટ ફોલો કરો.
 • એક્સરસાઈઝ અને તેમાં પણ વિશેષ રુપે કાર્ડિયો કરો.

પ્રશ્ન- આ મેડિટેરિયન ડાયટ શું છે?
જવાબ-
અનેક સંશોધનનાં અભ્યાસોમાં એ જાણવા મળ્યું કે, મેડિટેરિયન ડાયટ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. આ ડાયટમાં...

 • પ્રોસેસ વગરનાં અનાજ જેમ કે, ઘઉં, ચોખા, ઓટ્સ, બાજરો અને દરેક પ્રકારની દાળ સામેલ કરી શકાય.
 • ફળ અને શાકભાજીને પહેલા પ્રાધાન્ય આપવામાં આવે છે.
 • જમવાનું બનાવવા માટે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરો.
 • ફિશ, મીટ અને ડેરી પ્રોડક્ટ્સ જેમ કે, દૂધ, દહી, પનીર વગેરે વસ્તુઓ ઓછી માત્રામાં ખાવી

પ્રશ્ન- મૃત સંજીવની સુરા શું છે? તેનાથી બીજા કયા-કયા ફાયદા થઈ શકે?
જવાબ-
તે એક આયુર્વેદિક ઔષધિ છે. જૂનો ગોળ, બાવળની છાલ, દાડમ, વાસકા, મોચર, લજ્જાલુ, અતિસ, અશ્વગંધા, દેવદાર, બિલ્વ, શાયોંકા, પટલા, શાલપરણી, પિષ્ણપરણી, બૃહતી, કાંકરી, ગોક્ષૂર, ઇન્દ્રવરુની, કોલા, એરંડા, પુનર્નવ, ધતૂરા, લવિંગ, એલચી, તજ, પદ્મખ, અશર, લાલ ચંદન, સફેદ ચંદન, વરિયાળી, જાયફળ, નાગરમોથા, મેથીમાંથી બનાવવામાં આવે છે.

મૃત સંજીવની સુરાના આ ફાયદા છે

 • આ ઔષધિ લીવરને શક્તિ પૂરી પાડે છે, જેથી લીવરમાંથી પાચક રસનો સ્ત્રાવ યોગ્ય માત્રામાં થાય છે.
 • પાચનતંત્રને સુધારે છે, જે ગેસ, કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓમાં પણ રાહત આપે છે.
 • તાવ પછી આવતી નબળાઈમાં આ ટોનિક પીવાથી ફાયદો થાય છે.
 • શિયાળાની ઋતુમાં તે શરીરને ગરમી આપે છે જ્યારે ઉનાળામાં તે શરીરને ઠંડક આપે છે.
 • તેનાથી ડાયરિયાની સમસ્યામાં પણ રાહત મળે છે.
 • તેનાથી ઉધરસ અને અસ્થમામાં પણ રાહત મળે છે.