તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • There Is A Penalty For Taking Cash Of Rs 2 Lakh Or More, Find Out The Relevant Tax Rules Here

કામની વાત:2 લાખ કે તેથી વધુ રોકડ રૂપિયા લેવા પર દંડ ભરવો પડે છે, અહીં જાણો તેનાથી સંબંધિત ટેક્સના નિયમ

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેક્સ ચોરીને અટકાવવા માટે ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 269ST લાગુ કરવામાં આવી હતી
  • એક દિવસમાં એક વ્યક્તિ પાસેથી 2 લાખ રૂપિયા અથવા તેનાથી વધારે રોકડ રકમ લેવા પર દંડ ચૂકવવો પડી શકે છે

ટેક્સ ચોરીને અટકાવવા માટે ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 269ST અંતર્ગત કોઈપણ વ્યક્તિને એક દિવસમાં એક વ્યક્તિ પાસેથી 2 લાખ રૂપિયા કે તેથી વધુની રોકડ રકમ લેવા બદલ દંડ થઈ શકે છે. આ સેક્શનમાં રકમ પ્રાપ્ત કરનાર પર દંડ લાદવામાં આવશે, રકમ ચૂકવનાર વ્યક્તિ પર નહીં. આજે અમે તમને સેક્શન 269ST અંતર્ગત વિશે જણાવી રહ્યા છીએ જેથી તમારે સમસ્યાનો સામનો ન કરવો પડે.

શું છે સેક્શન 269ST?
કલમ 269ST મુજબ જો કોઈ વ્યક્તિ 2 લાખ અથવા તેનાથી વધારેની રોકડ રકમ પ્રાપ્ત કરે છે તો તે વ્યક્તિ પર દંડ ફટકારવામાં આવશે. એટલે કે આ કલમમાં દંડ કેશમાં રકમ પ્રાપ્ત કરનાર વ્યક્તિ પર લાદવામાં આવશે. તેથી જો તમે 2 લાખ અથવા તેનાથી વધારેની કિંમતની ગિફ્ટ લઈ રહ્યા છો તો તેને માત્ર બેંકિંગ ચેનલ દ્વારા જ લો, જેમ કે:- A /C Payee ચેક, અથવા A /C Payee ચેક ડ્રાફ્ટ, અથવા ઈલેક્ટ્રોનિક ક્લિયરન્સ સિસ્ટમના દ્વારા બેંકમાં ટ્રાન્સફર કરો. જો પેમેન્ટ સેલ્ફ ચેક દ્વારા પ્રાપ્ત કરવામાં આવી રહ્યું છે તો તેને પણ કેશમાં કરવામાં આવેલ ટ્રાન્ઝેક્શન જ માનવામાં આવશે અને દંડ લાદવામાં આવશે.

કેટલો દંડ ભરવો પડે છે?
કલમ 269ST અનુસાર, જે પણ વ્યક્તિ 2 લાખ રૂપિયા અથવા તેથી વધુની રોકડ ટ્રાન્ઝેક્શન કરશે, તો તે ટ્રાન્ઝેક્શનની રકમ જેટલી જ રકમ દંડ તરીકે લેવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો તમેરોકડેથી 7 લાખ રૂપિયાની કોઈ લક્ઝરી વસ્તુ ખરીદો છો તો, તે દુકાનદારને 7 લાખ રૂપિયાનો ટેક્સ (દંડ) ભરવો પડશે.

આ લોકોને છૂટ મળે છે
આવકવેરા અધિનિયમની કલમ 269ST સરકાર, કોઈપણ બેંકિંગ કંપની, પોસ્ટ ઓફિસ સેવિંગ બેંક અથવા સહકારી બેંક દ્વારા પ્રાપ્ત રકમ પર લાગુ નથી થતી.

અન્ય સમાચારો પણ છે...