તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • There Are Many Types Of Income Tax Exemptions On Home Loans, Millions Of Rupees Can Be Saved If There Is Information

જાણકારી:હોમ લોન પર અનેક પ્રકારની ઇન્કમ ટેક્સ છૂટ મળે છે, જાણકારી હશે તો લાખો રૂપિયા બચાવી શકાશે

6 મહિનો પહેલા
  • સેક્શન 80C હેઠળ મૂળ ધન ચૂકવવા પર 1.5 લાખ રૂપિયા સુધીનું ઇન્કમ ટેક્સ ડિડક્શન મળે છે
  • સેક્શન 24b હેઠળ 2 લાખ રૂપિયા સુધીનું ટેક્સ ડિડક્શન મળે છે

જો તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યા હો અને તે માટે તમે લોન લેવાનું વિચારી રહ્યાં હો તો તમારે હોમ લોન પર મળતી ટેક્સ છૂટ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. તમે સેક્શન 80C અને 24 (b) સહિતના અન્ય સેક્શન હેઠળ તમારી લોન પર ટેક્સ છૂટ મેળવી શકો છો. CA અભય શર્મા (ભૂતપૂર્વ અધ્યક્ષ ઇન્દોર ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ શાખા) તમને હોમ લોન પરની ટેક્સ છૂટ વિશે જણાવી રહ્યા છે.

સેક્શન 80C
હોમ લોન લેતી વખતે શરૂઆતમાં મૂળ ધન ચૂકવવું પડે છે. કોઈપણ નાણાકીય વર્ષમાં સેક્શન 80C હેઠળ મૂળ ધન ચૂકવવા પર 1.5 લાખ રૂપિયા સુધીના ઇન્કમ ટેક્સમાં ડિડક્શન મળે છે. આ ઉપરાંત, આ સેક્શન હેઠળ તમે સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ચાર્જ અને અન્ય ખર્ચ જે પ્રોપર્ટી ખરીદતી વખતે કરવામાં આવ્યા છે તેની પર ટેક્સ બેનિફિટ માટે ક્લેમ કરી શકો છો. આ માટે તમે સેક્શન 80Cમાં 1.5 લાખ રૂપિયા સુધીની લિમિટનો ક્લેમ કરી શકો છો. આ એ જ વર્ષે કરી શકાય જેમાં તમે ખર્ચ કર્યો હોય.

સેક્શન 24(b)
હોમ લોન પરના વ્યાજને બે કેટેગરીઝમાં વહેંચવામાં આવે છે - બાંધકામ પૂરું થયા પહેલાંનું વ્યાજ અને બાંધકામ પત્યા પછીનું વ્યાજ. બાંધકામ પૂર્ણ થયાના સમયગાળામાં ચૂકવવામાં આવેલા વ્યાજ માટે ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 24b હેઠળ રૂ. 2 લાખ સુધીનું ટેક્સ ડિડક્શન મળે છે. ભાડેથી લીધેલી સંપત્તિ પર વ્યાજ કપાતની માગ માટે ક્લેમ કરવાની કોઈ હાઈ લિમિટ નથી. આ ડિડક્શનનો દાવો ફક્ત એ જ વર્ષથી જ કરી શકાય છે જેમાં મકાનનું નિર્માણ પૂરું થયું છે.

ઘણીવખત લોકો બાંધકામ હેઠળની પ્રોપર્ટી માટે હોમ લોન લે છે અને પાછળથી તેનું પઝેશન મળે છે. પરંતુ હોમ લોનની ચૂકવણી લોન લીધા પછી તરત શરૂ થઈ જાય છે. આવા લોકો માટે સેક્શન 24bની અંદર બાંધકામ પૂર્ણ થયા પહેલાં 5 વર્ષ સુધીના વ્યાજ પર 5 વર્ષ (5 સમાન હપ્તામાં) સુધીના ટેક્સ ડિડક્શનનો ક્લેમ કરી શકાય છે. એ વાત ધ્યાનમાં રાખો કે, આમાં મેક્સિમમ સેક્શન 24b હેઠળ જ ફક્ત 2 લાખ રૂપિયા સુધીની હાઈ લિમિટ છે, જેની પર ક્લેમ કરી શકાય છે.

સેક્શન 80EE
સેક્શન 80EE ઘરના માલિકોને હોમ લોન EMIના વ્યાજ પર 50 હજાર રૂપિયા (કલમ 24)ના વધારાના કપાતનો દાવો કરવાની મંજૂરી આપે છે. જો કે, લોન રૂ. 35 લાખથી વધુ ન હોવી જોઇએ અને મિલકતની કિંમત 50 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઇએ. આ ઉપરાંત, કોઈ વ્યક્તિ પાસે લોન મંજૂરીના સમયે તેના નામે અન્ય કોઈ સંપત્તિ નોંધાયેલી હોવી જોઈએ નહીં.

સેક્શન 80EEA
પાછલા વર્ષના બજેટમાં 1 એપ્રિલ 2019થી 31 માર્ચ 2020 દરમિયાન લેવામાં આવેલી હોમ લોન પરના વ્યાજની ચૂકવણી પર 1.5 લાખ રૂપિયાના વધારાના ટેક્સ છૂટની જાહેરાત કરવામાં આવી હતી. કલમ 80EEA હેઠળ ટેક્સ છૂટ માટે પ્રોપર્ટીની સ્ટેમ્પ ડ્યુટી વેલ્યૂ 45 લાખ રૂપિયા સુધી હોવી જોઈએ. આ છૂટ ફક્ત પ્રથમ વખત ઘર ખરીદનાર જ લઈ શકે છે. થોડા દિવસો અગાઉ જાહેર કરાયેલ બજેટ 2020માં આ સેક્શનનો ફાયદો એક વર્ષ માટે વધારવામાં આવ્યો છે અને હવે આ સેક્શન હેઠળ ટેક્સ છૂટનો ફાયદો 31 માર્ચ 2021 સુધી લંબાવાશે.

જોઇન્ટ હોમ લોન પર ટેક્સ કપાત
લોન લેનારી બંને વ્યક્તિ સેક્શન 24b હેઠળ વ્યાજને દર વર્ષે 2 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન લઈ શકે છે, જ્યારે પ્રિન્સિપાલ અમાઉન્ટ પર સેક્શન 80Cની અંદર વર્ષમાં મેક્સિમમ 1.5 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન મળે છે. જોઇન્ટ હોમ લોન માટે અરજી કરવાથી બંને લોન લઈ રહેલા વ્યક્તિ વિવિધ ઇન્કમ ટેક્સ બેનિફિટનો ફાયદો લઈ શકશે. જો કે, બંને જોડે એપ્લિકન્ટ સાથે માલિક પણ હોય ત્યારે જ તે ટેક્સ બેનિફિટ અલગથી લઈ શકશે.