તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • There Are Many Features Available On FD With Fixed Returns, Here Are 7 Important Things To Know About It

તમારા ફાયદાની વાત:નિશ્ચિત વળતરની સાથે FD પર મળે છે ઘણી સુવિધાઓ, અહીં જાણો તેનાથી સંબંધિત 7 મહત્ત્વપૂર્ણ બાબતો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો તમને પૈસાની જરૂર પડે છે તો તમે FD પર લોન લઈ શકો છો
  • HDFC બેંક, DCB બેંક અને ICICI બેંક તેના ગ્રાહકોને ઈન્શ્યોરન્સની સાથે ફિક્સ્ડ ડિપોઝિટ ઓફર કરી રહી છે

લોકો સુરક્ષિત રોકાણ માટે તેમના પૈસાની ફિક્સ્ડ ડિપોઝિટ (FD)કરાવે છે. FDની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં તમારા પૈસા સુરક્ષિત રહે છે તે ઉપરાંત નિશ્ચિત રિટર્ન પણ મળે છે, પરંતુ FDમાં રોકાણ કરવાના ઘણા અન્ય ફાયદા પણ છે. જેના વિશે મોટાભાગના લોકોને ખબર નહીં હોય. આજે અમે તમને FDના એવા 7 ફાયદા વિશે જણાવી રહ્યા છીએ જે તમારે જાણવા જરૂરી છે.

ટેક્સમાં છૂટ મળે છે
ટેક્સ સેવિંગ FD એટલે કે 5 વર્ષની FDમાં રોકાણ કરવા પર તમને આવકવેરામાં પણ છૂટ મળે છે. તેમાં જમા મૂળધનની સાથે જ વ્યાજ પર પણ તમારે કોઈ ટેક્સ આપવો નથી પડતો.

FD પર લોન મળે છે
જો તમને પૈસાની જરૂર પડે છે તો તમે FD પર લોન લઈ શકો છો. અનુકૂળતા મુજબ, તમે તેની ચૂકવણી કરી શકો છો. FDની વેલ્યુના 90% સુધી તમે લોન લઈ શકો છો. ધારો કે તમારી FDની કિંમત 1.5 લાખ રૂપિયા છે તો તમને 1 લાખ 35 હજાર રૂપિયા લોન મળી શકે છે. જો તમે FD પર લોન લો છો તો તમારે ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતા વ્યાજ કરતા 1-2% વધારે વ્યાજ ચૂકવવું પડશે. ઉદાહરણ તરીકે, જો તમને તમારી FD પર 4% વ્યાજ મળી રહ્યું છે તો તમને 6%ના વ્યાજદરે લોન મળી શકે છે.

એક નિશ્ચિત રિટર્ન મળે છે
FDનો સૌથી મોટો ફાયદો એ છે કે, તમને રોકાણની શરૂઆતમાં જ જણાવવામાં આવે છે કે મેચ્યોરિટી પર તમને કેટલો ફાયદો થશે. તેમાં કોઈ જોખમ નથી. કોઈપણ સ્થિતિમાં ન તો તેનાથી વધુ પૈસા મળે છે અને ન તો ઓછા.

વચ્ચેથી પૈસા ઉપાડી શકાય છે
મૂડીની સલામતી અને વ્યાજના નિર્ધારિત દર સિવાય FDની સાથે લિક્વિડિટી પણ રહે છે. જરૂરિયાતના સમયે તેને કોઈપણ સમયે તોડી શકો છો. તમે ઈચ્છો તો FDને મેચ્યોરિટી સુધી ચાલુ રાખી શકો છો. મેચ્યોરિટીના સમયગાળા પહેલા પણ તેની ચૂકવણી કરી શકાય છે. જો કે, આવું કરવા પર બેંક તમારી પાસેથી અમુક ચાર્જ વસૂલે છે, જે ઘણો ઓછો હોય છે.

હેલ્થ ઈન્શ્યોરન્સની સુવિધા મળી રહી છે
HDFC બેંક, DCB બેંક અને ICICI બેંક તેના ગ્રાહકોને ઈન્શ્યોરન્સની સાથે ફિક્સ્ડ ડિપોઝિટ ઓફર કરી રહી છે. આવી સ્થિતિમાં જો તમે આ બેંકમાં FD કરાવો છો તો તમને ફ્રીમાં હેલ્થ ઈન્શ્યોરન્સ પણ મળી શકે છે.

FD પર ક્રેડિટ કાર્ડ લઈ શકાય છે
મોટાભાગની બેંકો ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર ક્રેડિટ કાર્ડ આપે છે. FD રકમના 80%-85% ક્રેડિટ લિમિટવાળું ક્રેડિટ કાર્ડ મળી શકે છે. જેમની પાસે કોઈ ક્રેડિટ સ્કોર ન હોય અથવા જેમનો ક્રેડિટ સ્કોર ઓછો હોય છે તેમના માટે આ ઓફર સારી છે. FD પર ક્રેડિટ કાર્ડ લેવાથી બેંક તમારી ડિપોઝિટને ક્રેડિટ કાર્ડથી કરવામાં આવેલ ખર્ચ માટે સિક્યોરિટી તરીકે લે છે.

FD પર લાખનો ઈન્શ્યોરન્સ મળે છે
FDમાં તમારા પૈસા સુરક્ષિત રહેશે. જમા રકમ પર 5 લાખ રૂપિયા સુધીની વીમા સુવિધા મળે છે. તેનો અર્થ એ થયો કે જો કોઈ કન્ડિશનમાં બેંક ડિફોલ્ટ થઈ જાય તો તમારા 5 લાખ રૂપિયા પર સરકારી ગેરંટી હશે. એટલે કે ડિફોલ્ટ કેસમાં પણ 5 લાખ રૂપિયા તમને મળી જશે.