કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની તરફથી તમામ કર્મચારીઓને PFની સુવિધા આપવામાં આવે છે. તેના માટે કર્મચારીની સેલરીમાંથી દર મહિને કેટલાક પૈસા કાપવામાં આવે છે. જેથી રિટાયરમેન્ટ બાદ આ પૈસા કામમાં આવી શકે. જો કે PF ખાતા ધારકોને તે ઉપરાંત ઘણા ફાયદા મળે છે. તે વિશે ઘણા ઓછા લોકોને ખબર હશે. જાણો એવા 5 ફાયદા વિશે..
ફ્રી ઈન્શ્યોરન્સ
PF અકાઉન્ટ ખોલતાં જ તમને ઘણા બાય ડિફોલ્ડ વીમા પણ મળી જાય છે. એમ્પ્લોઇઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ (EDLI) યોજના અંતર્ગત તમને PF અકાઉન્ટ પર 6 લાખ રૂપિયા સુધીનું ઈન્શ્યોરન્સ મળે છે. EDLI કુદરતી કારણો, માંદગી અથવા અકસ્માતને લીધે મૃત્યુની ઘટનામાં વીમાદાતાના નિયુક્ત લાભાર્થીને એક સામટી રકમની ચૂકવણીની જોગવાઈ કરે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય કર્મચારીના મૃત્યુ બાદ પરિવારના સભ્યને નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે. આ લાભ કંપની અને કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીને આપવામાં આવે છે.
ટેક્સની બચત થાય છે
EPF ટેક્સ બચાવવા માટે સૌથી સામાન્ય અને સારા ઓપ્શનમાંથી એક છે. નવી ટેક્સ સિસ્ટમમાં તેમાં કોઈ ફાયદો નથી. પરંતુ જૂની ટેક્સ સિસ્ટમમાં સેલરીના 12% યોગદાન સુધી તમને ટેક્સમાં છૂટ મળશે.આ બચત પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ ટેક્સ છૂટ આપવામાં આવે છે.
રિટાયરમેન્ટ બાદ પેન્શનના ફાયદા
EPFO એક્ટ અંતર્ગત કર્મચારીના બેઝિક સેલરી પ્લસ DAનું 12% PF અકાઉન્ટમાં જાય છે. તેમજ કંપની પણ કર્મચારીની બેઝિક સેલરી પ્લસ DAનું 12% યોગદાન કરે છે. કંપનીના 12% યોગદાનમાંથી 3.67% કર્મચારીના PF અકાઉન્ટમાં જાય છે અને બાકીના 8.33% કર્મચારી પેન્શન સ્કીમમાં જાય છે.
વચ્ચેથી પૈસા ઉપાડવાની સુવિધા
સરકારે મહામારી અને બેરોજગારીને ધ્યાનમાં રાખતા રિટાયરમેન્ટ પહેલા કેટલા પૈસા ઉપાડવાની સુવિધા આપી છે. અર્થાત તમે તમારી જરૂરિયાતના સમયે તમારા PF ફંડમાંથી પૈસા ઉપાડીને તેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમે લોનથી બચશો. કર્મચારીને જો કોઈ કંપનીમાં સેવા આપતા 5 વર્ષ પૂરા થઈ જાય છે અને તે PF ઉપાડવા માગે છે તો તેના પર ઈન્કમ ટેક્સની કોઈ જવાબદારી નથી. 5 વર્ષનો સમયગાળો પૂરો થવા પર 10% TDS અને ટેક્સ કટ કરવામાં આવે છે.
ડિએક્ટિવેટ અકાઉન્ટ પર પણ વ્યાજ મળે છે
તમને કદાચ ખબર નહીં હોય, પરંતુ PF અકાઉન્ટ ધારકોને ડિએક્ટિવેટ અકાઉન્ટ પર પણ વ્યાજ મળે છે. એટલે કે તમારું PF અકાઉન્ટ 3 વર્ષથી વધારે સમયથી ડિએક્ટિવેટ છે તો પણ તમને વ્યાજ મળતું રહેશે. આ ફેરફાર 2016માં EPFOની તરફથી કરવામાં આવ્યો છે. અગાઉ 3 વર્ષ સુધી ડિએક્ટિવેટ રહેવા પર PFના પૈસા પર વ્યાજ મળવાનું બંધ થઈ જતું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.