આ દિવસોમાં જો તમે તમારી ગાડી માટે ઈન્શ્યોરન્સ પોલિસી લેવાનું વિચારી રહ્યા છો ઓનલાઈન પોલિસી લેવાનું વધુ સારું રહેશે. ઓનલાઈન પોલિસી ખરીદવાના ઘણા ફાયદા છે. તે તમારા પૈસા તો બચાવે છે પણ સાથે તેને ખરીદવાનું પણ સરળ છે. આજે અમે તમને ઓનલાઈન પોલિસી ખરીદવાના ફાયદા વિશે જણાવી રહ્યા છે.
પૈસાની બચત થાય છે
ઓનલાઈન ખરીદવામાં આવેલા મોટર ઈન્શ્યોરન્સનો ખર્ચ ઓફલાઈન ખરીદવામાં આવેલી પોલિસીની સરખામણીઓ ઓછો હોય છે. જ્યારે તમે ઓનલાઈન પોલિસી ખરીદો છો તો તમારા એજન્ટના કમિશન માર્જિનની ચુકવણી કરવાની જરૂર નથી પડતી. તે ઉપરાંત ઓનલાઈન પોલિસી ખરીદતી વખતે કોઈ પણ વધારાનો ખર્ચ અથવા કમિશન ચૂકવવું પડતું નથી. તેનાથી પણ ઈન્શ્યોરન્સ પોલિસીનો ખર્ચ ઘટે છે.
ઓછા સમયમાં કામ થાય છે
ઓનલાઈન ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદવામાં ઓછો સમય લાગે છે, તમે તેને ઘરેથી સરળતાથી ખરીદી શકો છો. તે ઉપરાંત તમારે ડોક્યુમેન્ટ માટે પણ હેરાન નથી થવું પડતું. સંપૂર્ણ કામ ઘરે બેઠા સરળતાથી થઈ જાય છે.
બીજા પ્લાન સાથે સરખામણી કરવાની તક
ઓનલાઈન મોટર ઈન્શ્યોરન્સનો ફાયદો એ પણ છે કે પોલિસી લેતા પહેલા તમે બીજા ગ્રાહકોના અનુભવ વિશે પણ જાણી શકો છો. તે ઉપરાંત તમે તમારા વીમા પ્લાનના ફીચર્સને બીજી કંપનીના ઈન્શ્યોરન્સ સાથે તુલના કરી શકો છો. તેનાથી તમે તમારી ગાડી માટે યોગ્ય પોલિસી પસંદ કરી શકો છો.
સરળ રિન્યુઅલ પ્રોસેસ
જે લોકોએ ઓનલાઈન પોલિસી ખરીદી છે, તેમના માટે તેને રિન્યુઅલ કરાવી વધારે સરળ હોય છે. તમારે તેના માટે ફરીથી ફોર્મ ભરવાની જરૂર નથી રહેતી, કેમ કે ડેટા પહેલાથી જ કંપનીની પાસે રહે છે. તમે માત્ર ઓનલાઈન પેમેન્ટ કરીને તમારી પોલિસીને રિન્યુ કરાવી શકો છો. તે ઉપરાંત વીમા કંપની તમને વીમા પોલિસીના અંત પહેલા જ તેની જાણકારી આપે છે જેથી તમે સમયસર તેને રિન્યુ કરાવી શકો.
ઓછું પેપર વર્ક
ઓફલાઈન પોલિસી ખરીદવાની તુલનામાં ઓનલાઈન પ્લાન ખરીદવામાં વધારે પેપર વર્ક નથી કરવું પડતું. તે ઉપરાંત માહિતી ખોટી હોવાની સંભાવના ઘણી ઓછી રહે છે.
ગાડીનો ઈન્શ્યોરન્સ લેવો જરૂરી છે
મોટર વ્હીકલ્સ એક્ટ 1988 અંતર્ગત કાર અને ટૂ વ્હીલરનો વીમો લેવો જરૂરી છે. ઈન્શ્યોરન્સ કોઈ દુર્ઘટના અથવા કુદરતી આપત્તિને કારણે થતા નુકસાનને કવર કરે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.