શિયાળામાં સ્કિન શુષ્ક થઈ જાય છે. આવી સ્થિતિમાં લોકોને સમજાતું નથી કે તેમણે શું કરવું જોઇએ? કેવી રીતે તમારી સ્કિનને ચમકદાર બનાવી? સ્કિન 5 પ્રકારની હોય છે, તેથી આપણે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવી રાખવા માટે આપણી સ્કિન કયા પ્રકારની છે તે જાણવું જરૂરી છે. તેનાથી તમે યોગ્ય રીતે સ્કિન કેર કરી શકશો.
જો તમે તમારી સ્કિન ટાઈપ પ્રમાણે ત્વચાની સંભળ ન રાખો તો તમારા ચહેરા પર ખીલ, દાણા અને એલર્જી થવાનું જોખમ રહે છે.
દરરોજ 2થી 3 લિટર પાણી પીવું જરૂરી
ભોપાલમાં ડર્મેટોલોજિસ્ટ ડૉક્ટર અખિલેશ અગ્રવાલ કહે છે કે, શિયાળામાં સૌથી વધારે સમસ્યા વાળમાં ડેન્ડ્રફ અને ત્વચાની શુષ્કતાની હોય છે. ખાસ કરીને એવા લોકો જેમની સ્કિન શુષ્ક હોય છે. આવી સ્થિતિમાં, તે જરૂરી છે કે તમે આ સમય દરમિયાન વધુ પડતા ગરમ પાણીથી સ્નાન ન કરો. રાતે ઊંઘતા પહેલા બોડી પર મોશ્ચરાઈઝર, ગ્લિસરીન અથવા ઓઇલ ચોક્કસપણે લગાવવું.
આ ઉપરાંત, ઊનનાં કપડાંની નીચે કોઈ સુકાં કપડાં પહેરો. ઠંડીમાં લોકો ઓછું પાણી પીવે છે, તેથી આપણી ત્વચા શુષ્ક થઈ જાય છે. આવી સ્થિતિમાં આપણે દરરોજ 2થી 3 લિટર પાણી જરૂરથી પીવું જોઈએ.
જાણો કેવા પ્રકારની ત્વચાની સંભાળ કેવી રીતે રાખવી
ઠંડી સારું સ્વાસ્થ્ય બનાવવા માટે હોય છે, વેટ લોસ માટે નહીં
રાયપુરના ફૂડ એક્સપર્ટ અને ડાયટિશિયન નિધિ પાંડે કહે છે કે, ઠંડીમાં બે ડ્રાયફ્રૂટ્સ ચોક્કસપણે ખાવાં જોઈએ. તે ચારોળી અને ચિલગોજા છે. તે શિયાળામાં જ ખાવામાં આવે છે. જો તમે તેમને બે મહિના સુધી ખાશો તો આખું વર્ષ ખાવાની જરૂર નહીં પડે. તેને ખાવાથી સ્કિનમાં ડ્રાયનેસ નથી આવતી.
આ ઉપરાંત, એક વાતનું ધ્યાન રાખવું કે ઠંડી સારું સ્વાસ્થ્ય બનાવવા માટે હોય છે, વેટ લોસ કરવા માટે નહીં. આવી સ્થિતિમાં આપણે સિઝનલ વસ્તુઓ વધારે ખાઈ શકીએ છીએ. ખાસ કરીને રૂટિન વેજીટેબલ, જેમ કે, સુરણ, શક્કરીયા વગેરે.
શિયાળામાં તડકામાં બેસવાથી સ્કિન ટેન થઈ જાય છે
શિયાળામાં દરમિયાન દરેકને તડકામાં બેસવું ગમે છે, પરંતુ તડકામાં લાંબા સમય સુધી બેસી રહેવાથી આપણી સ્કિન ટેન થઈ જાય છે. ડૉક્ટર અખિલેશ અગ્રવાલ કહે છે કે, તેથી તડકામાં સીધા બેસવાની જગ્યાએ ચાદરના ટેન્ટની નીચે બેસવું જોઈએ, તેનાથી સૂર્યપ્રકાશ સીધો તમારો સુધી નહીં પહોંચે અને ટેનિંગની સમસ્યાથી પણ બચી જવાશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.