• Gujarati News
  • Utility
  • There Are 4 Ways To Help People, Including Becoming A Volunteer At An Organization

જરૂરિયાતમંદોની મદદ કરો:દાન કર્યા સિવાય સંસ્થાઓમાં વોલન્ટિયર બનવા સહિત લોકોને 4 રીતે મદદ કરી શકાય, આર્થિક દાન કરતાં પહેલાં સંસ્થા વિશે પણ જાણો

ક્રિસ્ટીન કેરોનએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના વાઇરસ રોગચાળા ઉપરાંત પણ લોકો પૂર, ખરાબ હવામાન અને આગ વગેરે જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે
  • નાના બાળકોવાળા પરિવારો સૌથી વધુ દુઃખી છે, ડાયપર ડોનેશન દ્વારા પણ જરૂરિયાતમંદોની મદદ કરી શકાય

આપણે રોગચાળામાં અડધા વર્ષ કરતાં વધુ સમય વિતાવ્યો છે. આ સમય દરમિયાન, કરોડો ભારતીય પરિવારો પણ તેમની દૈનિક જરૂરિયાતો માટે ચિંતામાં મુકાયા છે. દેશમાં બેરોજગારી વધી રહી છે. આવી સ્થિતિમાં, માતા-પિતા તેમનાં બાળકો માટે જરૂરી વસ્તુઓ મેળવવામાં મુશ્કેલીમાં મૂકાઈ રહ્યાં છે. તમે ઘણાં માતા-પિતાને ફૂડ બેંકની લાંબી લાઇનમાં બાળકો માટે જમવાનું લેતા જોયાં હશે. ઘણા પરિવારો એવા છે કે જે ડાયપર જેવી વસ્તુઓ પણ નથી ખરીદી શકતા અને ઘણા પરિવારોને ઘરમાંથી કાiઢી મૂકવાનો ડર સતાવી રહ્યો છે. આવી સ્થિતિમાં, જરૂરિયાતમંદોનું ધ્યાન રાખવું પણ આપણી જવાબદારીનો એક ભાગ હોઈ શકે છે.

આટલું જ નહીં, દેશના ઘણા વિસ્તારોમાં હજારો પરિવારો ખરાબ હવામાનમાં પૂર જેવી સ્થિતિ સાથે સંઘર્ષ કરતા જોવા મળ્યા. રોગચાળાને કારણે નોકરીઓ કે કામ ગુમાવનારા લોકોની સામે જીવન જીવવાનું અને ખાવાનું સંકટ પણ ઊભું થયું છે. જો કે, દેશની ઘણી મદદગાર સંસ્થાઓએ જરૂરિયાતમંદોને ઘણી મદદ કરી છે. પરંતુ જો તમે પણ મદદ કરવા માગતા હો તો નીચે આપવામાં આવેલી ટિપ્સ તમને મદદ કરી શકે છે.

તમે કેવી રીતે જરૂરિયાતમંદોને મદદ કરી શકો જાણો.

1. વોલન્ટિયર બનીને મદદ કરો
ફીડિંગ અમેરિકા એસોસિએશનના પ્રવક્તા જુઆની વિલેરિયલના જણાવ્યા અનુસાર, આ સમય દરમિયાન મદદ કરવાની શ્રેષ્ઠ રીત વોલિયન્ટર બનવું છે. (જો સ્થાનિક સંસ્થા આને મંજૂરી આપે અને તમને તે કામ કરવું સુરક્ષિત લાગે તો) અથવા તમે પૈસા પણ દાન કરી શકો છો.

સંસ્થાઓ હાલ સ્વયંસેવકોની અછત સાથે સંઘર્ષ કરી રહી છે કારણ કે, સામાન્ય રીતે પોતાનો સમય આપતા લોકો કોરોના વાઇરસને કારણે ઘરમાં બંધ છે. આવી સ્થિતિમાં, તમે ત્યાં રહીને સંસ્થા અને જરૂરિયાતમંદોને મદદ કરી શકો છો. તમારા લોકલ એરિયામાં ફૂડ બેંક શોધો અને જુઓ કે તમે કેવી રીતે મદદ કરી શકો છો.

2. ડાયપર ડોનેશન સારો ઉપાય
નાનાં બાળકોવાળા પરિવારો આ રોગચાળા દરમિયાન સૌથી વધુ ભોગ બન્યા છે. ડાયપર બેંકે પણ જરૂરિયાતમંદ લોકોના ગ્રાફમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું અનુભવ્યું છે. હોપ સપ્લાયની ચીફ એક્ઝિક્યૂટિવ બાર્બરા જોન્સનના જણાવ્યા મુજબ, રોગચાળાની શરૂઆતમાં ટેક્સાસની સૌથી મોટી ડાયપર બેંક હોપ સપ્લાયે ગયા વર્ષની સરખામણીએ 3૦૦% વધુ માગ જોઈ.

ડાયપર બેંક કોઈપણ પ્રકારના ડોનેશન સમર્થન આપે છે, પરંતુ તેઓ ખાસ કરીને 3 અને 6 સાઇઝના ડાયપરની ઇચ્છા રાખે છે. નેશનલ ડાઇપર બેંક નેટવર્કની વોલન્ટિયર એડવોકેટ ઓડ્રે સાઇમ્સે જણાવ્યું કે, બેંકોમાં હંમેશાં આવા ડાયપરની અછત રહે છે. મોટી સાઇઝના ડાયપર હંમેશાં માગમાં હોય છે કારણ કે, બાળકો તેમાં લાંબા સમય સુધી રહી શકે છે.

3. ઘર અને બીજી જરૂરિયાતમંદ વસ્તુઓમાં મદદ
દેશની ઘણી સંસ્થાઓ મહિનાઓથી જરૂરિયાતમંદ પરિવારોની મદદ કરી રહી છે. આવી સ્થિતિમાં, તમે આ સંસ્થાઓ અથવા ખાનગી સ્તરે પણ મદદ કરી શકે છે. ઘણી સંસ્થાઓ ઘરનું ભાડું, ખોરાક, PPE કિટ, બાળકોની જરૂરિયાતનો સામાન અને ક્વોરન્ટીન સમય માટે વિશેષ વસ્તુઓની વ્યવસ્થા કરી રહી છે.

આ સિવાય, કેટલીક એવી સંસ્થાઓ છે જે લોકોને ઘર આપી રહી છે. આવી સ્થિતિમાં, આ સંસ્થાઓની જેમ જ તમે નાનાથી લઇને મોટા સ્તરે લોકોની મદદ કરી શકો છો.

4. નક્કી કરો કે ક્યાં ડોનેટ કરવા માગો છો
જો તમે નક્કી કરી ચૂક્યા હો કે તમે આર્થિક મદદ કરવા માગો છો તો પહેલાં થોડું હોમવર્ક કરી લો. કોઈપણ સંસ્થામાં દાન આપતા પહેલાં જોઈ લો કે તમારા નાણાં કેવી રીતે ખર્ચ થશે અને સંસ્થાની કાર્ય કરવાની રીત કેવી છે.

આ વિશે માહિતી મેળવવા માટે સંસ્થાઓની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પર ચાલતી માહિતી એક સારો સ્રોત છે. આ સિવાય, ઇન્ટરનેટ પર ઘણી વેબસાઇટ્સ છે જે વિવિધ ચેરિટી વેબસાઇટ્સ વિશે માહિતી આપે છે.

અન્ય સમાચારો પણ છે...