તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્સનલ ફાઈનાન્સ:PPF અકાઉન્ટ મેચ્યોર થાય ત્યારે 3 ઓપ્શન મળે છે, અહીં જાણો ક્યા ક્યા ઓપ્શન છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સ્કીમ અંતર્ગત અત્યારે 7.1% વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે
  • PPF અકાઉન્ટને કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ઓપન કરાવી શકાય છે

જો તમે મંથલી ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે એક મોટું ફંડ એકત્રિત કરવા માગો છો તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સ્કીમ તેના માટે એકદમ યોગ્ય રહેશે. આ સ્કીમ અંતર્ગત અત્યારે 7.1% વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે જે બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ કરતા વધારે છે. PPF અકાઉન્ટનો મેચ્યોરિટી પિરિઅડ 15 વર્ષનો છે. PPF અકાઉન્ટને મેચ્યોર થવા પર તમારી પાસે 3 વિકલ્પ હોય છે. આજે અમને તમને તેના વિશે જણાવી રહ્યા છીએ.

અકાઉન્ટ બંધ કરાવી દો અને પૈસા વિડ્રોઅલ કરો
PPF અકાઉન્ટ મેચ્યોર થવા પર અકાઉન્ટ બંધ કરીને બધા પૈસા ઉપાડી શકાય છે. સંપૂર્ણ રકમને તમારા બચત ખાતામાં ટ્રાન્સફર કરવા માટે તમારે બેંક અથવા પોસ્ટ ઓફિસ (જ્યાં તમારું PPF અકાઉન્ટ છે)માં ફોર્મ જમા કરાવવાનું રહેશે.

ફ્રેશ ડિપોઝિટથી અકાઉન્ટને વધારવું
જો પૈસાની તાત્કાલિક જરૂર ન હોય તો અકાઉન્ટ હોલ્ડર મેચ્યોરિટી બાદ તમે તમારા અકાઉન્ટને 5 વર્ષ માટે વધારી શકો છો. PPF અકાઉન્ટ વધારવા માટે તમારે દર વર્ષે ફોર્મ જમા કરવું પડશે. તેના માટે મેચ્યોરિટી પૂર્ણ થવાના એક વર્ષ પહેલા જ વધારવું પડશે. આ 5 વર્ષ દરમિયાન જરૂર હોય તો તમે પૈસા પણ ઉપાડી શકો છો.

ફ્રેશ ડિપોઝિટ વગર અકાઉન્ટને આગળ વધારો
PPF અકાઉન્ટ મેચ્યોર થયા બાદ પણ એક્ટિવ રહે છે. જો તમે ઉપરના બંને ઓપ્શન પસંદ નથી કરતા તો આપમેળે PPF મેચ્યોરિટી તારીખ 5 વર્ષ માટે વધી જાય છે. તેમાં કોઈ પેપરવર્કની જરૂર નથી પડતી. તેમાં તમારે કોઈ પ્રકારનું યોગદાન કરવાની પણ જરૂર નથી રહેતી અને તમને વ્યાજ મળતું રહે છે.