• Gujarati News
 • Utility
 • The Worldwide Negativity That Coronavirus Brought Remains So Far; Learn Three Ways To Deal With Negativity

નેગેટિવિટીથી કેવી રીતે દૂર રહેશો:કોરોનાથી દુનિયાભરમાં નેગેટિવિટી પ્રસરી છે, જાણો તેનાથી કેવી રીતે છૂટકારો મેળવશો

3 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ચિંતા કર્યા વગર નેગેટિવિટીનું કારણ શોધો અને તેને સ્વીકારી પોતાની જાતને માર્ગદર્શન આપો

ક્રિસથિન વાંગ: ખરાબ દિવસો તમામ લોકોના જીવનમાં આવે છે. પરિવાર, ઓફિસ અને મિત્રવર્તુળમાં હંમેશાં કોઈ એવી વ્યક્તિ હોય છે જેના માટે આજનો દિવસ સૌથી ખરાબ રહ્યો હોય. તેને જ નેગેટિવિટી કહેવાય છે. આપણી સાથે પણ ક્યારેક આવી ઘટનાઓ બને છે, જેની નકારાત્મક અસર આખો દિવસ રહે છે. ક્યારેક ક્યારેક નેગેટિવિટીની અસર અનેકો અઠવાડિયાં સુધી રહે છે. ક્યારેક એટલી ગંભીર બને છે કે તે વર્ષોમાં પરિવર્તિત થઈ જાય છે. કોરોનાવાઈરસને લીધે ચોતરફ નેગેટિવિટીનું પ્રમાણ વધ્યું છે. કોરોનાવાઈરસને પણ 1 વર્ષ પૂરું થશે.

સાયકોલોજિસ્ટ શેલ્ડોન સોલોમોન કહે છે કે, કોરોનાથી દુનિયાભરમાં ફેલાયેલી નેગેટિવિટી ક્યાં સુધી રહેશે તે કહી શકાતું નથી. ઘણી વખત એમ થાય છે કે નેગેટિવિટી શરૂ થાય તો તે દૂર થવાનું નામ જ નથી લેતી. તેવામાં લોકો સામે પડકાર છે કે આ નેગેટિવિટીથી બ્રેક કેવી રીતે લેવો? જો યોગ્ય સમયે તેના પર રોક ન લગાવી તો નેગેટિવિટી તણાવ, એન્ઝાયટી અને ડિપ્રેશનનું કારણ બની શકે છે.

નેગેટિવિટીમાં વિચારવાનું અને નિર્ણય લેવા મુશ્કેલ

 • મૈકિંગન યુનિવર્સિટીમાં સાયકોલોજીના પ્રોફેસર એથન ક્રોસ કહે છે કે, નેગેટિવિટી કીચડ જેવી હોય છે. જ્યારે આપણી સાથે ખરાબ ઘટનાઓ બને છે તો આપણે નેગેટિવ થઈ જઈએ છીએ આપણી માનસિક સક્ષમતાઓ ઘટવા લાગે છે. અર્થાત આપણે નિર્ણય નથી લઈ શકતા કે શું સાચું છે અને શું ખોટું. તેને લીધે તે નેગેટિવિટીથી બહાર આવવાને બદલે આપણે તેમાં જ વધુ ફસાતા જઈએ છીએ. નેગેટિવિટી સમયે આપણે પોઝિટિવ વસ્તુઓ વિચારવાને બદલે નેગેટિવ વસ્તુઓનો જ વિચાર કરીએ છીએ.

આ પણ વાંચો

કોરોનાથી સાજા થયેલા બાળકોમાં ફરીથી ઈન્ફેક્શનનું જોખમ ઓછું, પરંતુ સંક્રમિતના સંપર્કમાં આવવાથી જોખમ બમણું થઈ જાય છે

કોરોના કરતાં ભારતીયોને આવક માટે સૌથી વધારે ચિંતા છે, ઠંડીમાં બીજી લહેરનું જોખમ

નેગેટિવિટીમાં આપણા વિચારો નેગેટિવ થઈ જાય છે
ડૉક્ટર ક્રોસ જણાવે છે કે, જ્યારે આપણે કોઈ વસ્તુને જોઈએ છીએ, વાંચીએ છીએ અથવા સાંભળીએ છીએ તો તેને પોઝિટિવ અથવા નેગેટિવ તરીકે ગ્રહણ કરીએ છીએ. જ્યારે આપણે નેગેટિવિટીમાંથી પસાર થઈએ છીએ ત્યારે તમામ વસ્તુ નેગેટિવ ઈન્ટરપ્રેટ કરીએ છીએ. તેથી તમને લાગે છે કે દુનિયામાં બધુ નેગેટિવ જ થઈ રહ્યું છે.

નેગેટિવિટીથી બ્રેક લેવાના 3 ઉપાય
1. ચિંતા કરવાને બદલે નેગેટિવિટીનું કારણ શોધો

 • બિહેવિયર સાયન્ટિસ્ટ નિક હોબ્સનના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે નેગેટિવ ફીલિંગને નેગેટિવ હોય તો પણ ઈગ્નોર કરીએ છીએ. આપણે એ વાત માનીને ચાલીએ કે થોડા દિવસમાં બધું બરાબર થઈ જશે. તે વિચારવું ખોટું છે. આ વિચાર બેકફાયર પણ કરી શકે છે. તેને લીધે આપણે નેગેટિવિટીથી ડિપ્રેશનમાં જઈએ છીએ.
 • તેથી, સૌથી અગત્યની બાબત એ છે કે નેગેટિવિટી સ્વીકારવી. આવું કરવાથી આપણે તેને ઓબ્ઝર્વ કરી શકીશું કે નેગેટિવિટીનું કારણ શું છે? તેની સાથે કેવી રીતે વ્યવહાર કરવો? નેગેટિવિટીને ઇગ્નોર કરીને આપણે જેટલું તેનાથી દૂર ભાગીશું તેની અસર આપણા પણ એટલી ઊંડી પડતી જશે.
 • તેનાથી છૂટકારો મેળવવા માટે સૌથી જરૂરી અને સારી રીત છે કે આપણે તેને સ્વીકારીએ. તેના કારણો શોધીએ. આવું કરવાથી નેગેટિવ ફીલિંગ ઘટી જાય છે અને તેમાંથી બહાર નીકળવાના અનેક રસ્તાઓ પણ મળી જાય છે.

આ પણ વાંચો

કોરોનાવાઇરસમાં સ્ટ્રેસની સાથે એંક્ઝાયટી પણ વધી રહી છે, તેને ઘટાડવા માટેના 10 ઉપાય​​​​​​​

નાના બાળકોને 10થી 15 મિનિટ બહાર વોક કરાવો, જાણો બાળકોને બહાર ફરવા લઈ જવા માટે કેવી રીતે તૈયાર કરશો

2. નેગેટિવિટી સ્વીકારી પોતાની જાતને સલાહ આપો

 • માત્ર નેગેટિવિટી સ્વીકારવી જ પૂરતું નથી. તેનો સ્વીકાર કરી પોતાની જાતને સલાહ આપવી પણ જરૂરી છે. ડૉ. ક્રોસના જણાવ્યા અનુસાર, પોતાની જાતને આઉટસાઇડર એટલે કે ત્રીજા માણસની જેમ રાખો. પોતાની નેગેટિવિટી સ્વીકારો. તેનું કારણ શોધો અને ત્રીજી વ્યક્તિ તરીકે પોતાની જાતને જ સલાહ આપો.
 • નેગેટિવિટીમાં પોતાની જાતને મોટિવેટ કરવાની આ એક રીત છે. ઘણીવાર આપણે નેગેટિવિટીથી હેરાન થઇને એકલતા અનુભવીએ છીએ. આપણને અન્ય લોકોની સલાહની ઊણપ વર્તાવા લાગે છે. આવી સ્થિતિમાં, પોતાની જાતને ત્રીજી વ્યક્તિ સમજીને પોતાની જાતને જ સલાહ આપવી એ બહુ અસરકારક ઉપાય છે.
 • આપણી જાતને સલાહ આપવી એ કોઈ બીજી વ્યક્તિની સરખામણીએ એટલે અસરકારક છે કારણ કે, આપણે પોતાની સમસ્યા અને કારણોને કોઈની સરખામણીએ વધારે સમજી શકીએ છીએ. એક્સપર્ટ્સના જણાવ્યાનુસાર, આ એક પ્રકારનું સેલ્ફ મોટિવેશન જ છે. નેગેટિવિટી અને ડિપ્રેશન જેવી પરિસ્થિતિમાં સેલ્ફ મોટિવેશનથી વધીને બીજો કોઈ રસ્તો પણ ન હોઈ શકે.

આ પણ વાંચો

ગ્રીનરીમાં 30 મિનિટ ચાલો, 5 મિનિટ દોડવાથી અને યોગ કરવાથી ડિપ્રેશનમાં ઘટાડો થશે, શરીરને સ્વસ્થ બનાવતા આવા 5 યોગાસન વિશે જાણો​​​​​​​

કેન્સરનું જોખમ ઘટાડવું છે તો સવારે 8થી 10 વાગ્યા સુધીમાં એક્સર્સાઈઝ કરો, સ્પેનમાં થયેલા રિસર્ચનો દાવો​​​​​​​

3. પરંપરાઓ મુજબ કોઈ પ્લાન બનાવો
નેગેટિવિટીમાંથી બ્રેક લેવા માટે આપણે ટ્રેડિશન એટલે કે પરંપરાઓની પણ મદદ લઈ શકીએ છીએ. પરંપરાઓ અનુસાર, કોઈપણ કાર્ય કોઈ ખાસ પ્રસંગે જ કરવામાં આવે છે. તે સમયે આપણે ખુશ અને પોઝિટિવ રહીએ છીએ. તેથી પરંપરાગત રીતે, કોઈ ઇવેન્ટ અથવા કામ પ્લાન કરવાથી આપણે પોતાની જાતને પોઝિટિવિટી સાથે જોડી શકીએ છીએ. આ નેગેટિવિટીનો સૌથી મોટો ઉપાય છે કે આપણે આપણી જાતને ત્યાં લઈ જઇએ જ્યાંથી પોઝિટિવિટી આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...