• Gujarati News
  • Utility
  • The Use Of Synthetic Dyes In Holi Can Lead To Many Dangerous Diseases Including Cancer.

કામના સમાચાર:હોળીમાં સિન્થેટિક કલર આંખ-કાનમાં જવાથી કેન્સર સહિત અનેક જોખમી બીમારીઓ થઈ શકે છે, તેનાથી બચવા માટે આ સારવાર કરો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હોળી એટલે રંગોનો તહેવાર. તમે તમારા પરિવારના સભ્યો અને મિત્રો સાથે હોળી રમો છો. એકબીજાને રંગ લગાવો છો, પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, કેમ કે વધારે નફો કમાવવાના ચક્કરમાં રંગ બનાવતી કંપનીઓ રંગોમાં ભેળસેળ કરી રહી છે. તેના કારણે આપણી સ્કિન અને આંખો પર ખરાબ અસર પડે છે.

આવી જ એક ઘટના મારા મિત્ર સાથે બની હતી જ્યારે હોળી રમતી વખતે તેની આંખોમાં ઝેરી કેમિકલથી બનેલો સિન્થેટિક કલર જતો રહ્યો. લાંબા સમય સુધી તેને સારવાર કરાવવી પડી હતી.

કામના સમચારમાં જાણો કે હોળી રમતી વખતે તમારે તમારી આંખ અને કાનની કેવી રીતે સુરક્ષા કરવી જોઈએ. સિન્થેટિક રંગોનો ઉપયોગ બિલકુલ ન કરવો. જો કોઈ તમને બળજબરીથી નકલી રંગ લગાવે છે તો તેને સ્પષ્ટપણે ના પાડો.

રંગ રમતી વખતે શું સાવધાની રાખવી?

  • આરામદાયક સુતરાઉ કપડાં પહેરવા
  • લપસણા ન હોય તેવા જૂતા પહેરવા.
  • ભાંગ અને દારૂ ન પીવો.
  • પોતાની જાતને હાઈડ્રેટ રાખો.
  • રંગોથી કોઈ એલર્જી હોય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરો.
  • રંગ મોંમાં જતો રહ્યો હોય તો ઉલ્ટી ન કરો, મોં ધોઈને ડૉક્ટરની પાસે જવું.
  • આખા શરીર પર નારિયેળનું તેલ લગાવવું.

આંખોને રંગથી કેવી રીતે બચાવવી?

  • હોળી રમતા સમયે ચશ્મા પહેરવા જેથી આંખોમાં રંગ ન જાય.
  • આંખોનું સારી રીતે ધ્યાન રાખવું, સિન્થેટિક રંગો આંખોને નુકસાન પહોંચાડી શકે છે.
  • કોન્ટેક્ટ લેન્સને કાઢીને હોળી રમો, તેમાં રંગ ફસાઈ શકે છે, જેનાથી જોખમકારક કેમિકલ આંખોને ઈજા પહોંચાડી શકે છે.
  • પાણીના ફુગ્ગાથી આંખોને બચાવો, તેનાથી ગંભીર ઈજા પહોંચી શકે છે. તેનાથી કોર્નિયલ આંસુ, મોતિયો, ગ્લુકોમા અને રેટિના ડિટેચમેન્ટ થઈ શકે છે.

સંદર્ભ- ડૉ તુષાર ગ્રોવર, મેડિકલ ડાયરેક્ટર- વિઝન આઈ સેન્ટ.

હોળી રમતી વખતે કાનને કેવી રીતે સુરક્ષિત રાખવા?
હોળી રમતા પહેલા ઓલિવ ઓઈલ અથવા સરસવનું તેલ થોડું ગરમ ​​કરો અને બે-બે ટીપાં તમારા કાનમાં નાખો. તેના પછી ઉપરથી રૂ (કોટન)ને લગાવીને કાન બંધ કરી દો, પરંતુ એટલું અંદર ન લગાવો કે કોટન કાનની અંદર જતું રહે.

પ્રેગ્નન્ટ અને સ્તનપાન કરાવતી મહિલાઓએ શું કરવું?
સિન્થેટિક હોળીના રંગોમાં હાનિકારક પદાર્થ હોય છે. સ્કિન અને રેસ્પિરેટરી સિસ્ટમની અંદર જેવા જાય છે, ગંભીર રિએક્શન અને એલર્જી ક્રિએટ કરે છે. ઘણી વખત બ્લડ દ્વારા પણ રંગ ગર્ભ સુધી પહોંચી જાય છે. તેનાથી બાળકના બ્લડ સર્ક્યુલેશનને અસર થાય છે. આવી સ્થિતિમાં પ્રેગ્નન્ટ મહિલાઓએ રંગથી રમવાનું ટાળવું જોઈએ. તેઓ માત્ર તિલક લગાવીને હોલી સેલિબ્રેટ કરે.

અન્ય સમાચારો પણ છે...